કારને ડૂબતા જોઈને ગામવાસીઓએ તરત જ પાણીમાં છલાંગ લગાવી, પછી શું થયું તે જાણો તમે પણ

કારને ડૂબતા જોઈને ગામવાસીઓએ પણ તુરંત જ પાણીમાં છલાંગ લગાવી, પછી શું થયું જાણીને ચોકી જશો

image source

સામાન્ય રીતે અત્યારે જ્યાં ત્યાં વરસાદની ઘટનાઓ જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતથી જ ભારતના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાની સાથે જ નદીઓના પાણી વહેવા લાગે છે. અને નદીના પ્રવાહો સાથે અનેક નાના મોટા ગામના રસ્તાઓ સુરક્ષિત રહેતા નથી અથવા સંપૂર્ણ પણે બંધ થઇ જતા હોય છે

કારમાં વર-વધુ સાથે અન્ય પાંચ જણા હતા

image source

જો કે ઝારખંડના પલામુથી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. અહી લગ્ન કરીને ખુશી ખુશી ઘરે પાછા ફરી રહેલા વર અને વધુની કાર પાણીમાં પડી ગઈ હતી. આ કારમાં વર-વધુ સાથે અન્ય પાંચ જણા પણ હતા. કાર પાણીમાં તણાવાથી બધાયના જીવ તળવે ચોટી ગયા હતા. જો કે સારી વાત એ હતી કે ઘટના સ્થળે ગામના લોકો પહોચી ગયા અને સહાય કરવા માટે કઈ પણ વિચાર્યા વગર જ પાણીમાં કુદી ગયા હતા. જો કે આમ છતાં પણ લગભગ એક કલાકના રેસ્ક્યુ બાદ ગામ લોકોની મદદથી તમામ લોકોને બચાવી લેવાયા હતા.

આ ઘટના મલય નદીમાં ઘટી હતી

image source

આ ઘટના શનિવારના દિવસે પાલમું જીલ્લાના સતરબા વિસ્તારની મલય નદીમાં ઘટી હતી. જો કે આ ઘટના એવા સમયે ઘટી જ્યારે લગ્ન કરીને વર વધુને લઈને પોતાના ઘરે પરિવાર સાથે પાછો આવી રહ્યો હતો. વર દિગ્વિજય સિંહ અને દુલ્હન ખુશ્બુ લગ્નના આ ઉત્સવની ખુશીઓ મનાવે એ પહેલા જ આ દુર્ઘટનાએ બંનેને ડરાવી દીધા છે.

કાર ૩૦૦ મીટર ઊંડા પાણીમાં પછડાઈ

image source

અહીની નદીના ચાલતા પ્રવાહમાં રસ્તો અસુરક્ષિત બની જાય છે. એમ છતાં ડ્રાઈવર પાણીના આ પ્રવાહમાં ઢંકાયેલા રસ્તાને નાનકડો વહાવ સમજીને કાર આગળ વધારી રહ્યો હતો. એવા સમયે અચાનક જ પાણીના ઝડપી પ્રવાહના કારણે ગાડીનું સંતુલન બગડયું હતું અને ગાડી પાણીના પ્રવાહના કારણે નદીમાં પટકાઈ હતી. લગભગ ૩૦૦ મીટર ઊંડા પાણીમાં આ ગાડી પછડાઈ હતી અને ધીરે ધીરે વધુ ઊંડાણમાં જઈ રહી હતી. આવા સમયે ગામના લોકો આ જોઇને તરત જ નદીમાં કુદી પડયા હતા. એમણે દોરડાના સહારે જેમ તેમ કરીને કારને વહેતી અટકાવીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ગામલોકોની મદદથી બધાને બચાવી લેવાયા

image source

ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાને પોતાની આંખે જોનાર સાક્ષીએ જણાવ્યું હતું કે કાર નદીમાં પડતા જ એમાં પાણી ભરાઈ રહ્યું હતું. જેના કારણે અંદર રહેલા લોકો બુમો પાડી શકે એ સ્થિતિમાં પણ ન હતા. જો કે આ ઘટના ગામલોકોએ જોઈ અને પરિણામે ગામવાસીઓએ આ લોકોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા. જો કે એમને બચાવી લીધા પછી તણાઈ રહેલી કારને પણ ગામના લોકોએ ભેગા મળીને બહાર કાઢી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત