કાર અને બાઇકમાં બેસતા પહેલા ખાસ જાણી લો આ નિયમ, નહિં તો થશે કડક કાર્યવાહી અને ભરવો પડશે મસમોટો દંડ

દેશની રાજધાનીમાં હવે કાર અને મોટરસાયકલ ચલાવનારા માટે કાયદાનો ભંગ કરવો મોંઘો પડી શકે છે. કારમાં રિયર સીટમાં.સીટબેલ્ટ પહેર્યા વિના બેસવું અને મોટરસાયકલમાં રિયરવ્યુ મિરર (પાછળની તરફ જોવા માટેનો અરીસો) વગર ચાલક પકડાશે તો તેને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે. પશ્ચિમી દિલ્હી ટ્રાફિક પોલીસ કાયદાનો ભંગ કરનારાની ધરપકડ માટે 10 દિવસ સુધી અભિયાન ચલાવશે. આ કાર્યવાહી યાત્રીઓ અને મુસાફરોની સુરક્ષા માટે કરવામાં આવનાર હોવાનું કહેવાયું છે.

image source

હવે પશ્ચિમ દિલ્હી પોલીસે કારમાં રિયર સીટબેલ્ટ અને મોટરસાયકલમાં રિયરવ્યુ મિરર, આ બન્ને ચીજોને ફરજીયાત કરી છે. ભંગ કરનારઓને ટિકિટ આપી દંડ ફટકારવામાં આવશે. મીડિયા અહેવાલો મુજબ પરિવહનના સંયુક્ત આયુક્ત નરેન્દ્ર હોલકરએ જણાવ્યું હતું કે આ ફક્ત વાહનવ્યવહાર વ્યવસ્થિત રહે તે માટે જ નહીં પરંતુ જીવલેણ દુર્ઘટનાઓની સંખ્યા ઓછી થાય તે માટે કરવા માટે પણ છે. મોટાભાગના વાહનચાલકોને એ ખબર નથી હોતી કે મિરર વિના બાઈક ચલાવવું એ વાહન સંબંધી કાયદાનો ભંગ છે.

રિયરવ્યુ બની શકે જીવન મરણનો સવાલ

image source

કેન્દ્રીય મોટર વાહન અધિનિયમની કલમ 5 અને 7 મુજબ બધા વાહનોમાં પાછળ જોવા માટે અરીસો હોવો જોઈએ. ઘણા લોકો દેખાવ માટે પોતાના વાહનો પરથી રિયરવ્યુ મિરર કઢાવી લે છે. તેઓ એમ માને છે કે રિયરવ્યુ મિરર વિના તેનું મોટરસાયકલ સુંદર દેખાય છે. પરંતુ આ કોઈપણ દ્રષ્ટિએ સારી વાત નથી. આ જીવન અને મરણ સાથે જોડાયેલી બાબત છે.

image source

બાઈક સવાર માટે એ જાણવું બહુ મહત્વનું છે કે તેની પાછળથી કયુ વાહન આવી રહ્યું છે. ક્યારેક લોકો લેન બદલતા પહેલા પાછળ નથી જોતા જે ક્યારેક જોખમકારક સાબિત થઈ શકે છે કારણ કે પાછળથી આવતું વાહન બાઈક ચાલકને ટક્કર મારી શકે છે.

અમુક લોકો તો લેન બદલતા સમયે પાછું વળીને જુએ છે કે પાછળથી કોઈ વાહન તો નથી આવી રહ્યું. આ પણ બાઈક ચલાવવા સમયે કરવામાં આવતી એક ખરાબ આદત છે કારણ કે તેના માટે તમારે તમારી નજર સામેના રોડ પરથી હટાવવી પડે છે કે ખતરનાક સાબિત થઈ શકે છે.

જો તમારા મોટરસાયકલમાં રિયરવ્યુ મિરર હશે તો ફક્ત તમારે એ મિરરમાં જ એક નજર નાખવી પડશે અને તમે જાણી શકશો કે તમારા પાછળ શું આવી રહ્યું છે. સાથે જ તમે એ પણ જાણી શકશો કે જે તે સમયે લેન બદલવી સુરક્ષિત છે કે નહીં.

શા માટે જરૂરી છે સીટબેલ્ટ

image source

બીજા નિયમની વાત કરીએ તો હવે ટ્રાફિક પોલીસ એ પણ તપાસી રહી છે કે કારમાં પાછળની સીટમાં બેસનાર વ્યક્તિએ સીટબેલ્ટ પહેર્યો છે કે કેમ ? મોટર વાહન અધિનિયમ 1988 માં જોગવાઈ મુજબ એ તપાસવામાં આવે કે ડ્રાઇવર, અને સામેની બાજુએ બેઠેલ વ્યક્તિ, તેમજ પાછળની બાજુએ સામેની તરફ મોં આવે તે રીતે બેઠેલા વ્યક્તિએ સીટબેલ્ટ પહેર્યો છે કે નહીં.

કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ મુજબ બધા મોટર વાહનો માટે રિયરવ્યુ મિરર અનિવાર્ય છે. આ કોઈ નવો નિયમ નથી પરંતુ લોકો જ આ બાબતે ગંભીર નથી અને ટ્રાફિક પોલીસ આ મામલે કડક નથી. જો કે હવે ટ્રાફિક પોલીસ આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરશે.

કેટલો થશે દંડ

image source

કારમાં પાછળ બેસનારા વ્યક્તિએ સીટબેલ્ટ ન પહેર્યો હોય તો 1000 રૂપિયા દંડ થશે જ્યારે બાઇકમાં રિયરવ્યુ મિરર નહીં લગાવેલો હોય તો 500 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત