શું તમારી કારમાં તમે નથી રાખતા આ 6 વસ્તુઓ? તો આજે જ મુકી દેજો, નહિં તો મુસાફરી દરમિયાન થઇ જશો હેરાન-પરેશાન

મુસાફરી દરમિયાન જો તમે હેરાન થવા નથી ઈચ્છતા તો આ 6 મહત્વપૂર્ણ વસ્તુઓને હંમેશા તમારી કારમાં રાખો

image source

કારમાં ફરવાનું કોને નથી ગમતું, દરેક લોકોને પોતાની કારમાં ફરવાનો શોખ હોય છે. કદાચ આ જ કારણ છે કે લોકો રજાઓના દિવસોમાં કાર લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી જતા હોય છે. લાંબી યાત્રા સિવાય સ્થાનિક અવરજવર માટે પણ જો કારનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારી કારમાં અમુક જરૂરી ચીજવસ્તુઓનું હોવું આવશ્યક છે. એવામાં અહી અમે આપને ૬ એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને શક્ય હોય ત્યાં સુધી હંમેશા પોતાની કારમાં સાથે રાખવા જોઈએ. જેથી કરીને તમારી મુસાફરી આરામદાયક રહી શકે.

૧. જરૂરી કાગળ સાથે રાખો

image source

બહાર જતી વખતે પોતાની સાથે ગાડીના બધા જ પેપર સાથે રાખવા જોઈએ, કારણ કે અવારનવાર બોર્ડર પર ગાડીને ચેક કરવામાં આવે છે. અને જો પેપર પુરા ન હોય તો તમારી કારનું મોટું ચાલન પણ ફાટી શકે છે. એવામાં સુરક્ષાને ધ્યાનમાં લઈને ગાડીની આરસી બુક, પોલ્યુશન સર્ટીફીકેટ, ઈન્શ્યોરન્સના પેપર અને અન્ય જરૂરી કાગળ પણ સાથે રાખવા જોઈએ.

૨. અગ્નિશામક યંત્ર

image source

આગનું ક્યારેય નક્કી નથી હોતું. આવા સમયે આગની રક્ષા મેળવવા અગ્નીસામક યંત્ર હમેશા કારમાં રાખવું જોઈએ. મુસાફરી દરમિયાન જો કોઈ પણ સમયે કારમાં આગ લાગી જાય તો એવા સમયે આ યંત્ર મદદરૂપ થાય છે. કાર માટેના અગ્નિશામક યંત્ર નાના કદના આવે છે, જેથી એને કારમાં કોઈ પણ જગ્યાએ મૂકી શકાય છે.

૩. જમ્પર કેબલ હંમેશા સાથે રાખો

image source

ઘણીવાર એવું થતું હોય છે કે કારની બેટરી ઉતરી જતી હોય છે, અથવા ઘણીવાર ભૂલથી સાઈડ લાઈટ ચાલુ રહી જવાના કારણે પણ બેટરી ઉતરી જાય છે અને ગાડી શરુ થઇ સકતી નથી. આવા સમયે જમ્પર કેબલ તમારા માટે ઉપયોગી નીવડે છે, કારણ કે આ કેબલની મદદથી તમે કોઈ પણ અન્ય કારની બેટરી દ્વારા તમારી બેટરીને થોડી ચાર્જ કરી શકો છો.

૪. વધારાની ચાવી ખિસ્સામાં રાખો

image source

ઘણી વાર એવું બનતું હોય છે કે ઉતાવળમાં તમે કારની ચાવી અંદર જ ભૂલી જાઓ છો, જેના કારણે ઘણી બધી સમસ્યાઓ થઇ શકે છે. એવામાં એક વધારાની ચાવી હંમેશા તમારે પોતાના ખિસ્સામાં રાખવી જોઈએ, એને કારમાં મૂકી રાખવાનો કોઈ જ અર્થ નથી.

૫. ફસ્ટ એડ (મેડીકલ) બોક્સ

image source

કોઈ પણ મુસાફરી સમયે તમારી તબિયત ખરાબ થઇ શકે છે, અથવા કોઈ ઘાવ પણ લાગી શકે છે. આ સમયે જરૂરી નથી કે ત્યાં દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. એટલે આ સમય માટે કારમાં હમેશા ફસ્ટ એડ બોક્સનું હોવું જરૂરી છે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે, એમાં મુકવામાં આવેલી દવાઓ એક્સ્પાયર થયેલી ન હોય.

૬. પાવર બેંક

image source

આમ તો સામાન્ય રીતે દરેક ગાડીમાં મોબાઈલ ફોનના ચાર્જરની સુવિધાઓ ઉપલબ્ધ જ હોય છે, જો કે તેમ છતાં પોતાના સાથે એક પાવર બેંક જરૂર લઈને નીકળો. ઘણી વાર આપતકાલીન સ્થિતિઓમાં આ ઘણી ઉપયોગી નીવડે છે. પાવર બેંક ઓછામાં ઓછી 10000 MAh ની હોય તો એ સારું ગણાય છે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત