જાણો તમે પણ તડકામાં કારને મુકવાથી થતા આ અઢળક નુકસાન વિશે

તમે હંમેશા જોયું હશે કે લોકો પોતાની ગાડીને પાર્કિંગ વગર તાપમાં જ ઉભી રાખી દે છે પણ ગાડીને તાપમાં પાર્ક કરવાથી તમારી ગાડીને ઘણા નુકસાન થઈ શકે છે.

Image Source

ગાડીને તડકામાં પાર્ક કરવાનું સૌથી મોટું નુકસાન તો એ છે કે એનાથી ગાડીના કલર પર અસર પડે છે. એ ઉપરાંત એના કારણે ગાડીમાં રહેલા ઇલેક્ટ્રિક ઈકવિપમેન્ટ પણ ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે. જો તમે તમારી ગાડીને તડકામાં પાર્ક કરી રહ્યા છો તક એના પર હંમેશા કવર ઢાંકેલું રાખો.

Image Source

ગાડીને તડકામાં પાર્ક કરવાથી એનું વાયરિંગ પ્રભાવિત થાય છે કારણ કે ગાડીમાં ખૂબ જ વધારે વાયરિંગ હોય છે અને એનું કનેક્શન બેટરી સાથે હોય છે. ગાડીને તડકામાં પાર્ક કરવાથી તડકો સીધો જ બોનેટ પર પડે છે જેના કારણે એ ગરમ થઇ જાય છે અને એમ રહેલું વાયરિંગ પીગળીને એકબીજા સાથે ચોંટી જાય છે જેના કારણે લાઈટ, સ્પીડોમીટર સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ઈકવિપમેન્ટ ખરાબ થઈ શકે છે.

ગાડીને હંમેશા જાડા કપડાથી ઢાંકી દો.

Image Source

ગરમીની સિઝનમાં હંમેશા તમારી ગાડીને એક જાડા કપડાથી ઢાંકીને જ રાખો જેનાથી તમારી ગાડી તડકાથી ઘણી હદ સુધી બચી શકે છે. અને જો વરસાદ પડી રહ્યો હોય તો આ કવર ને ગાડી પરથી હટાવી લેવું યોગ્ય ગણાશે કારણ કે ભીના કવરથી પણ ગાડીને નુકશાન થઈ શકે છે. એક્સપર્ટનું પણ એવું જ માનવું છે કે જે ગાડીઓ કોઈ સારા કપડાથી ઢાંકેલી હોય એ કવર ઢાંકયા વગરની ગાડીની સરખામણીમાં વધુ સુરક્ષિત રહે છે.

પાર્કિંગની સાચી જગ્યા.

Image Source

તમારી ગાડીને તમારા ઘરમાં જ પાર્ક કરો, જો તમારા ઘર પાસે પાર્કિંગની જગ્યા ન હોય તો ગાડીને કોઈ એવી જગ્યા એ પાર્ક કરો જ્યાં ગાડી પર તડકો ન આવે. જો તમે એવું કરશો તો તમારી ગાડી ગરમીથી બચી શકશે.

યાદ રાખો આ ટિપ્સ.

Image Source

તમને જણાવી દઈએ કે રેકઝીન અને લેધરના સીટ કવર જલ્દી ગરમ થઇ જાય છે એટલા માટે ગાડીમાં કાપડના જ કવર લગાવો. ડેશબોર્ડની ચમક જાળવી રાખવા માટે વેક્સ કે પછી ક્રીમનો ઉપયોગ કરો. તમારી ગાડીને નિયમિત રીતે ધોતા રહો. ગાડીના વિન્ડો ગ્લાસ પર વિન્ડશિલ્ડ કવરનો ઉપયોગ કરો.જેના લીધે તમારી ગાડી અંદરથી ગરમ નહિ થાય. કુલેટના લેવલની તપાસ કરતા રહો, મોબીલ ઓઇલની ઉણપથી ગાડીમાં ગરમી વધે છે, એટલે એની પણ થોડા થોડા સમયે તપાસ કરતા રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત