લાખોની કાર પર આ વ્યક્તિએ કર્યો દેશી જુગાડ, આખી કાર પર લગાવી દીધો ગોબરનો લેપ, કારણ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

દેશમાં અનેક લોકો એવા જુગાડ કરી લેતા હોય છે કે જેને જાણીને તમને નવાઈ લાગે તે સ્વાભાવિક છે. ઘણી વાર અનેક જુગાડ એવા હોય કે જેને વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય થોડી વાર તમે વિચારો તો પણ તમને નવાઈ લાગે કે આવું તો કેવી રીતે થઈ શકે. આજે અમે તમને એક એવા જુગાડ વિશે કહીશું જેને જોઈને તમે પણ કહેશો કે આ વ્યક્તિનું મગજ કેવી રીતે ચાલ્યું હશે કે તેણે આવું કરી દીધું.

image source

હા એક વ્યક્તિએ લાખો રૂપિયાની ગાડી પર ગોબરનો લેપ કરી દીધો. તમને પણ વાંચીને વિશ્વાસ ન આવ્યોને…સાચી વાત છે. કોઈના પણ હોંશ ઉડાડી દે તેવો છે આ કિસ્સો. જ્યારે ગરમીની શરૂઆત થઈત્યારે એવામાં લોકોએ ગરમીથી રાહત મેળવવા અનેક નુસખા અપનાવ્યા હતા. આ સાથે જ કેટલાક લોકોએ નવા નવા નુસખા પણ અપનાવ્યા હતા. એ સમયે આ એક નવો કીમિયો જોવા મળ્યો. આ ગરમીથી બચવા લોકો અનેક જુગાડ કરી રહયા હતા ત્યારે મે મહિનાની 40 ડિગ્રીમાં જ્યાં પશુઓ અને પક્ષીઓ હેરાન થઈ રહ્યા હતા ત્યારે માણસો કેમ બાકાત રહી જાય. તેઓ પણ ગરમીથી પરેશાન હતા. આ સમયે સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો અને તેણે દરેકનું ધ્યાન ખેંચ્યું. ફોટો જોઈને તમે પણ હેરાન થઈ જશો.

image source

આ કિસ્સો અમદાવાદનો છે, અહીં એક મહિલાએ ગરમીથી પોતાની કારને બચાવવા મામટે એક અનોખી રીત અપનાવી. તેણે પોતાની કારને ગોબરથી ઢાંકી દીધી. કારની માલકિને પોતાની લાખો રૂપિયાની Corolla Altis કાર પર ગોબરનું કોટિંગ કરી દીધું. આ કાર ત્યારપછી લોકોની નજરમાં એવી તો આવી ગઈ કે લોકો તેને જોઈને નવાઈ પામવા લાગ્યા. આ સાથે જ સોશ્યલ મીડિયા પર તેના અલગ અલગ રિએક્શન પણ આવવા લાગ્યા હતા.

image source

ખાસા વાત તો એ છે કે આ રીત સંપૂર્ણ રીતે દેશી છે અને તેમાં કોઈ ખર્ચ પણ કરવો પડશે નહીં. મળતી જાણકારી અનુસાર આ વાયરલ ફોટો અમદાવાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફોટોને રૂપેશ દાસ નામના એક વ્યક્તિએ ફેસબુકમાં શેર કરી છે. ફેસબુક પોસ્ટ પર રૂપેશે લખ્યું કે 45 ડિગ્રીમાં પોતાની કારને બચાવવા માટે મિસેજ સેજલ શાહે પોતાની કાર પર ગોબરનું કોટિંગ કર્યું છે. ફેસબુક પોસ્ટમાં કારનો ફોટો શેર કરાયો છે તેની પર ગોબરનું કોટિંગ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

image source

અહીં તમને જણાવી દઈએ કે મહિલાની Corolla Altis કારની કિંમત લગભગ 16-17 લાખની છે. આ પોસ્ટના વાયરલ થતાંની સાથે લોકોએ અનેક પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. એક યૂઝરે લખ્યું કે માલકિનને ગોબરનું કોટિંગ કરતી સમયે સ્મેલ ન આવી. તો કોઈએ પૂછી લીધું કે કેટલા લેયરના કોટિંગ કરવાથી કાર ઠંડી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત