કારના ડોર કારમાં બેઠા હોવ ત્યારે ખાસ કરો લોક, વાંચી લો આ કિસ્સો તમે પણ

દેવશ્રી જોશીને કોઠરુડમાં થડો બિહામણો અનુભવ

હું તમારી સાથે એક એવો અનુભવ શેર કરી રહી છું જે મને થોડા દિવસ પહેલાં જ થયો હતો.

તારીખ 27 સપ્ટેમ્બર, 2020

સમયઃ રાત્રીના 9

જગ્યાઃ પૌડ રોડ, કોઠરુડ, પૂણે

image source

હું મારી કારમાં મારી એક મિત્રના ઘરેથી મારા ઘરે પાછી જઈ રહી હતી અને માત્ર દસ જ મિનિટ મારા ઘરથી દૂર હતી. હું એક સિગ્નલ પર રાહ જોઈ રહી હતી, તે એક વ્યસ્ત સિગ્નલ હતું, મારી જમણી બાજુ મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. તે જ વખતે એક છોકરો અચાનક મારી કારના પાછળના દરવાજાથી મારી પાછળની સીટ પર આવીને બેસી ગયો, તેના હાથમાં એક હથિયાર હતું. તે એક મોટી ધારદાર છરી કે જેને આપણે કોયતો કહીએ છીએ તે હતું, તેણે તે હથિયાર મારી ગરદન પર મુક્યું અને મને ધમકાવીને કાર ચાલુ કરવા કહ્યું, સીગનથી મેં યુ ટર્ન લીધો. નિઃશંક પણે હું ભયભીત થઈ ગઈ હતી કારણ કે મારી સાથે બનેલી આ સૌથી વધારે આઘાતજનક અને અણધારી ઘટના હતી. મેં તેણે કહ્યું તે પ્રમાણે કર્યું અને તેણે કહ્યું તેમ હું કાર ચલાવા લાગી.

image source

તેણે મારી પાસે ઘણા બધા વિસ્તારો, ઝુપડપટ્ટીઓ, અને કંઈ કેટલીએ ગલીઓમાંથી ગાડી ચલાવડાવી. તેણે મને કહ્યું કે તે ભાગી રહ્યો છે અને તે કેટલાક લોકો સાથે બબાલ કરીને આવ્યો છે અને તેમને તેણે તેના કોયાથી તેમને ઘાયલ પણ કર્યા છે. તે એ તપાસવા માગતો હતો કે લોકો હજુ પણ તેની પાછળ પડ્યા છે, કારણ કે તે મને તે જ જગ્યાએ પાછો લઈ ગયો જ્યાં તેણે બબાલ કરી હતી. મેં તેને મારું પર્સ, મારા પૈસા મારી ગાડી, બધું જ લઈ લેવા કહ્યું કારણ કે હું સદંતર ગભરાઈ ગઈ હતી. પણ તેણે મને કહ્યું કે તેને ભાગી જવા માટે માત્ર મારું વાહન જ જોઈએ છે, અને તેણે એક પણ વાર મને અડવાનો પ્રયાસ નહોતો કર્યો. હું માત્ર ભયભીત થઈ ગઈ હતી અને મને શારીરિક રીતે કોઈ જ હાની નહોતી પહોંચી.

image source

તે 20 મીનીટ દરમિયાન તે મારી કારમાં હતો, થોડી થોડી વારે તે બારી બહાર જોતો રહેતો હતો કે કોઈ અમારો પીછો તો નહોતું કરી રહ્યું ને. અને તે દરમિયાન મેં મારી એક મિત્રને કોલ કર્યો કે જેની પાસે મારું લાઈવ લોકેશન iOS એપ પર ‘ફાઇન્ડ માય આઈફોન’હતું. હવે મને ખબર પડી ગઈ હતી કે મારી મિત્ર મારી વાતચીત તેમજ કારમાં શું ચાલી રહ્યું હતું તે સાંભળી શકતી હતી. મેં હાથે કરીને મોટે મોટેથી વાત કરવાનુ શરૂ કર્યું, સાથે સાથે લોકેશનની વિગતોનો પણ ઉલ્લેખ કરતી રહેતી અને સાથે સાથે ખાસ લેન્ડમાર્કનો પણ ઉલ્લેખ કરતી.

image source

થોડી મિનિટો બાદ અમે ચાંદની ચોક- બાવધન રોડ પર હંકારી રહ્યા હતા, ત્યાર તેણે મારી પાસે દારૂ ખરીદવા માટે પૈસા માગ્યા. પહેલાં તો મેં તેને ના પાડી કારણ કે મારી પાસે મારા પર્સમાં પૈસા તો હતા પણ જો હું તેને સરળતાથી પૈસા આપી દેત તો તે મને સરળતાથી છૂટકારો ન આપત. એટલે મેં તેને કહ્યું કે હું તેને એટીએમમાંથી પૈસા ઉપાડી આપીશ. તેણે પહેલા તો ના પાડી પણ પછી થોડી મિનિટો બાદ જ્યારે મેં એક ICICI બેંકનું એટીએમ જોયું ત્યારે તેને ફરી પુછ્યું.

image source

નસીબજોગે મારો પેંતરો કામ લાગી ગયો અને કાર રોકવા માટે અને પૈસા ઉપાડવા માટે તે તૈયાર થઈ ગયો. મેં તરત જ મારી કાર રોકી, હું બહાર નીકળી, મેં મારી ચાવીઓ અને પર્સ લીધા અને તેને કહ્યું કે હું પાછી આવું છું. એક વાર હું બહાર નીકળી ગઈ, કે તરત જ મેં દોડીને રસ્તો ક્રોસ કરી લીધો અને મારી નીરાંત વચ્ચે સામે એક ભેળપુરીની દુકાન હતી અને તેનો માલિક તેની અંદર બેસેલો હતો. મેં તેમને ચેતવ્યા કે મારી ગાડીમાં એક વ્યક્તિ હથિયાર લઈને બેઠો છે અને આપણે પોલીસને બોલાવવા જોઈએ.

મારી કારમાં બેઠેલા વ્યક્તિને ખબર પડી ગઈ કે હું ભાગી ગઈ છું અને મેં લોકોને જાણ કરી દીધી છે, માટે તે ત્યાંથી ભાગી ગયો. એક જ મિનિટમાં મારી મિત્ર કે જેની પાસે મારું લોકેશન હતું તે ત્યાં આવી પહોંચી. હવે મને શાંતિ વળી કે હું સુરક્ષિત હતી અને મને કોઈ જ નુકસાન નહોતું થયું. હું ખુબ જ ખુશ હતી કે પોલીસ પણ ભેલપુરીની દુકાનના માલિકના બોલાવવા પર બે મિનિટ બાદ ત્યાં આવી પહોંચી હતી. આ દરમિયામ મેં મારા પિતાને પણ જાણ કરી દીધી હતી થોડી જ મિનિટોમાં થોડા પોલીસ જવાનોની સાથે હું મારા ઘરે પહોંચી ગઈ.

image source

આ આખાએ અનુભવની સીખ એ છે કે તમે ભલે ગમે ત્યાં જઈ રહ્યા હોવ, ગમે તે સમય હોય, તમારી કારના બધા જ ડોરને તમારે હંમેશા બંધ જ રાખવા, પછી તમે કરિયાણું ખરીદવા તમારી નજીકની દુકાનમાં જ કેમ ન ગયા હોવ. કારણ કે મારી ગાડી લોક નહોતી કરવામાં અને મારી તે ભુલ હતી. અને તેના કારણે મારે મુશ્કેલીમાં મુકાવવું પડ્યું. આવી ઘટના કોઈની પણ સાથે બની શકે છે, કોઈ પણ ઉંમરનીવ્યક્તિ સાથે બની શકે છે, પુરુષ કે સ્ત્રી કોઈની પણ સાથે બની શકે છે. હું બસ તે સમયે ત્યાં હતી.

image source

તમને જણાવી દઉં કે એન્ડ્રોઈડ અને iOS બન્ને પ્રકારના ફોન માટે ઘણી બધી ટ્રેકિંગ એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. હું તમને બધાને અરજ કરું છું કે તમે બધા પણ તેને ઇન્સ્ટોલ કરો અને તમારા લોકેશનને તમારા કોઈ ફેમિલિ મેમ્બર કે નજીકના કોઈ મિત્ર સાથે શેર કરો કે જેમના પર તમે વિશ્વાસ કરતા હોય. મારું નસીબ સારું હતું કે મારા ફોનમાં નેટવર્ક હતું, ડેટા કનેક્ટીવીટી હતી અને સૌથી મહત્ત્વનું મારો ફોન ચાર્જ થયેલો હતો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે કાર ચાર્જર કે પછી પાવર બેંક તમારી સાથે રાખવાનું ન ભુલો, જેથી કરીને તમે તમારો ફોન ચાર્જ રાખી શકો.

image source

જો મારો કોલ મારી મિત્રને ન પહોંચ્યો હોત તે રાત્રે,. તો હું કલ્પના પણ નથી કરી શકતી કે મારી સાથે શું થયું હોત. તે જ્યારે મારી ગાડીમાં આવીને બેસી ગયો ત્યારે હું ખરેખર ગભરાઈ ગઈ હતી, પણ જો તે ક્ષણે હું રડી પડી હોત, ઢીલી પડી ગઈ હોત તો કદાચ આજે હું અહીં ન હોત. તેની સાથે સાથે હું કોઠરુડ, બાવધાન અને પુણે પોલીસનો આભાર માનું છું કે તેમણે તરત જ પગલા લીધા. તેમના કારણે હું સુરક્ષિત છું. મને આશા છે કે મારો આ અનુભવ તમને કોઈને કોઈ રીતે મદદ કરશે. કારણ કે એ સાચું જ કહેવામાં આવ્યું છે – ‘જે તમને મારતું નથી, તે તમને માત્ર વધારે મજબૂત બનાવે છે.’, હું આ ઘટનામાં જીવી છું, પણ હું ખુબ ખુશ છું કે હું તેમાંથી સુરક્ષિત રીતે બહાર આવી, કોઈ પણ જાતની હાની વગર. બધાને કહુ છું – સુરક્ષિત રહો, ઠંડા રહો અને હંમેશા સજાગ રહો !

-દેવશ્રી જોશી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત