લોકડાઉનનું ઉલ્લંઘન કરી લગ્ન કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ગુજરાતના નવસારીમાં ચિખલી વિસ્તારમાં કોરોના વાયરસ માટે જાહેર કરેલા લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના મામલે પોલીસએ 14 લોકો પર કાયદાકીય કાર્યવાહી કરી છે. નવસારીના પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર આ લોકો અહીંના વંકલ ગામમાં એક મંદિરમાં એકત્ર થયા અને લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યા હતા.

image source

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરવાના કેસમાં આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જે ગત 24 માર્ચથી લાગૂ છે તેને કોરોના વાયરસના કેસ વધતાં 3 મે સુધી લંબાવાયું છે.

ઉલ્લેખનીય છે તે 16 એપ્રિલએ રાજ્યના સુરત શહેરમાં સાદગીથી એક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા તમામ નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં દુલ્હા અને દુલ્હનએ ઘરની અગાસીમાં 6 લોકોની હાજરીમાં તે પણ સામાજિક અંતર જળવાય તે રીતે લગ્ન સંપન્ન કર્યા હતા.

image source

આ લગ્નમાં દુલ્હન અને વરરાજાએ માસ્ક પહેર્યા હતા અને હાથમાં મોજાં પણ પહેર્યા હતા. આ સાથે જ તેમના લગ્ન થઈ રહ્યા હતા ત્યાં સેનિટાઈઝરનો પણ પ્રબંધ કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ જે હાજર હતા એ તમામે કર્યો હતો. આ લગ્નમાં દુલ્હન બનેલી પૂજાએ જણાવ્યું હતું કે તેમણે વિચાર્યું હતું કે તેના લગ્ન ભવ્ય સમારોહમાં થાય. પરંતુ લોકડાઉનના કારણે આ આયોજનો તેમણે મોકુફ રાખ્યા હતા. તેમણે લોકડાઉન અને કોરોનાની ગંભીરતા ધ્યાનમાં રાખી આ રીતે સાવ સાદગીથી લગ્ન સંપન્ન કરવાનો નિર્ણય કર્યો.

image source

આ લગ્નમાં તેમણે અન્ય કોઈને આમંત્રિત પણ કર્યા નહીં. તેમના લગ્નમાં બંનેના માતા પિતા હાજર હતા. આમ કુલ 6, 7 લોકોની હાજરીમાં તેમણે લગ્ન કર્યા આ સિવાય તેમણે નજીકના સંબંધીઓ અને મિત્રોને વીડિયો કોલ કરી પોતાના લગ્નના સાક્ષી બનાવ્યા હતા.

image source

મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અનેક વર કન્યાને પોતાના લગ્ન અટકાવવા કે પછી સાદગીથી સંપન્ન કરવાનો વારો આવ્યો છે. કારણ કે લોકોને અપેક્ષા હતી કે 14 એપ્રિલથી લોકડાઉન પૂર્ણ થશે પરંતુ તે પૂર્ણ થયું નહી અને 3 મે સુધી લંબાવાયું છે. તેવામાં કેટલાક દંપતિ લગ્નને મોકૂફ રાખ્યા છે તો કેટલાક સાદગીથી લગ્ન કરી રહ્યા છે.