ચક્કર ખાઈને રેલવે ટ્રેક પર પડી ગયેલી મહિલા માટે RPF જવાન બન્યો ફરિસ્તો, નહીંતર ન થવાનું થયું હોત

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતાં રહે છે. કોઈ ઈમોશનલ હોય તો કોઈ કોમેડી પણ હોય છે. ત્યારે કોઈ વીડિયોમાં સાહસિક પ્રવૃતિ પણ જોવા મળે છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક જવાને કરેલા કામની પ્રશંસા કરવામાં આવી રહી છે. મુંબઇમાં એક આરપીએફ જવાને પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલાની જિંદગી બચાવી છે.

Mumbai
image source

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ વાત કરીએ તો મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભેલી મહિલા અચાનક ટ્રેક પર પડી ગઈ હતી. જ્યારે ફરજ પરના આરપીએફ જવાને મહિલાને પડતાં જોઈ અને તરત તે ટ્રેક પર કૂદી પડ્યો હતો અને ટ્રેન આવતાં પહેલાં પ્લેટફોર્મ પર હાજર લોકોની મદદથી મહિલાને બચાવી હતી.

વિગતેવાત કરીએ તો ગુરુવારે સાંજે 7:40 કલાકે 23 વર્ષની અનીષા શેખ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ઉભી હતી. તેને અચાનક ચક્કર આવ્યા અને પ્લેટફોર્મ પરથી રેલ્વે ટ્રેક પર પડી ગઈ. આરપીએફના કોન્સ્ટેબલ શ્યામ સુરતે મહિલાને પડતાં જોતાં જ એક્શનમાં આવી તેમને બચાવવા ટ્રેક પર કૂદી પડ્યો.

આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સેન્ટ્રલ રેલ્વે દ્વારા જવાનની પ્રશંસા કરતા શેર કર્યો હતો. ત્યારે હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકો એવોર્ડની માંગ કરી રહ્યાં છે.

image source

ત્યારે આ પહેલાં પણ નવસારીના એક પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો હતો કે જ્યારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો જો કે વરસાદની વચ્ચે પણ ડ્યૂટી કરી રહેલા નવસારીના પોલીસ જવાનનો વીડિયો વાયરલ થયો છે. મૂશળધાર વરસી રહેલા વરસાદ વચ્ચે જવાન પોતાની ડ્યૂટી કરી રહ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે વાયરલ થયેલો આ વીડિયો નવસારીમાં આવેલા વિવેકાનંદ સર્કલનો હોવાનું સામે આવ્યું છે. જવાન રેઇનકોટ વગર પોતાની ડ્યૂટી નિષ્ટા પૂર્વક નિભાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. એક તરફ જિલ્લામાં વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી, આ ટ્રાફિકને ક્લિયર કરી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર પોલીસ જવાનનો વીડિયો વાયુવેગે વાયરલ થયો હતો. લોકો પણ તેની કામગીરીના વખાણ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત