ડો. હાથીથી લઇને આ ફેમસ સિતારાઓના ચાલુ શો દરમિયાન થયા કરુણ મોત, જાણો પછી સેટ પર કેવી ખરાબ થઇ પરિસ્થિતિ

શો દરમિયાન જ થઈ ગયું હતું આ કલાકારોનું નિધન, ડૉ હાથીના મોત પર તો બહુ રડ્યા હતા ફેન્સ.

ટીવી સીરિયલના કલાકારોને પોતાના અભિનયના દમ પર ઘર ઘરમાં ઓળખ મળી જાય છે. દર્શક દરેક પાત્ર અને કલાકારને બરાબર યાદ રાખે છે. અમુક એવા પણ પાત્રો હોય છે જેમની સાથે દર્શકોને એટલો લગાવ થઈ જાય છે કે એમને જોયા વગર ચેન નથી પડતું. સીધી રીતે કહેવામાં આવે તો નાના પડદાના કલાકારોની લોકપ્રિયતા પણ કોઈ ફિલ્મી સ્ટાર્સથી જરાય ઓછી નથી. અને જો ક્યારેક એવું થાય કે કલી સિરિયલ વચ્ચે જ બંધ થઈ જાય કે એના કલાકારને રિપ્લેસ કરી દેવામાં આવે તો પણ દર્શકોને તકલીફ પડવા લાગે છે. અને લોકો શો જોવાનું જ છોડી દે છે.

તમે વિચારી રહ્યા હશો કે અમે એ કલાકારોની વાત કેમ કરી રહ્યા છે તો આજે અમે એ ટીવી સ્ટાર્સ વિશે તમને જણાવીશું જેમને નાના પડદા પર ખૂબ નામના મેળવી.પણ એ બધા જ શોની વચ્ચે જ દુનિયા છોડીને ચાલ્યા ગયા. એવા અમુક સ્ટાર્સ રહ્યા છે જેમના મૃત્યુએ બધાને હેરાન કરી દીધા અને દર્શકોનું તો દિલ જ તૂટી ગયું. તો ચાલો જાણી લઈએ એ કલાકારો વિશે.

રીમાં લાગુ.

image source

રીમાં લાગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી પરિચિત નામ છે. રિમાજીએ ન ફક્ત ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીત્યું પણ સીરિયલમાં પણ પોતાની એક્ટિંગથી લોકોનું મનોરંજન કર્યું. ફિલ્મ હમ આપકે હે કોન અને હમ સાથ સાથ હેથી એમને ઘર ઘરમાં ઓળખ મળી. તો ટીવી સિરિયલ શ્રીમાન શ્રીમતી એમના કરીયરનો સૌથી હિટ શો રહ્યો. રિમાએ ઘણી ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું. છેલ્લી વાર એ ટીવી સિરિયલ નામકરણમાં મોટી ભૂમિકા ભજવી રહી હતી. પણ શોની વચ્ચે જ એમને હૃદય રોગનો હુમલો ઉપડયોને વર્ષ 2017માં એમનું મૃત્યુ થઈ ગયું.

કવિ કુમાર આઝાદ.

image source

પોપ્યુલર શોમાંથી એક તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં ડોકટર હંસરાજ હાથીનો રોલ કરનાર ટીવી અભિનેતા કવિ કુમાર આઝાદ આજે આપણી વચ્ચે નથી. એમના અભિનયને કદાચ જ કોઇ ભૂલી શકે. વર્ષ 2018ની 9 જુલાઈ એમનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું. અચાનક જ થયેલા એમના નિધનથી એમના ફેન્સ અને શોની આખી ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. શોમાં એમનું ખૂબ જ મહત્વનું પાત્ર હતું અને લોકોને એમની એક્ટિંગ ખૂબ જ ગમતી હતી. ડૉ. હાથીનો રોલ હવે અભિનેતા નિર્મલ સોની કરી રહ્યા છે. કહેવાય છે કે ડૉ. હાથીના નિધનના સમાચાર આવ્યા હતા ત્યારે દર્શકો રડવા લાગ્યા હતા.

રુબીના શેરગિલ

image source

ટીવી સિરિયલ મિસિઝ કૌશિક કી પાંચ બહુએમાં સીમરનના રોલમાં દેખાતી એક્ટ્રેસ રુબીના શેરગિલનું મોત અસ્થમા એટેકના કારણે થયું હતું. સૌથી વધુ દુઃખની વાત એ છે કે સિરિયલની પાર્ટી દરમિયાન જ રુબીનાને આ એટેક આવ્યો હતો જેના કારણે એમનું ત્યાં જ અવસાન થઈ ગયું. એ ફક્ત 30 વર્ષની ઉંમરમાં દુનિયા છોડીને જતી રહી. એમના નિધનથી શો પર ઘણી અસર પડી હતી.

ગગન કંગ અને અરિજિત લવાનીયા.

image source

શો મહાકાલીના અભિનેતા ગગન કંગ અને અરિજિત લવાનીયાનું એક કાર એક્સિડન્ટમાં મોત થયું હતું. ટીવી શો મહાકાલીમાં દેવરાજ ઇન્દ્રનો રોલ ગગન અને નંદીનો રોલ અરિજિત લવાનીયા કરી રહ્યા હતા. આ બન્ને કલાકાર ઉમરગામથી શૂટિંગ પૂરું કરી મુંબઈ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન એ બંને બે દિવસથી સતત શૂટિંગ કરી રહયા હતા અને બીજા દિવસે સવારે પેકઅપ કરીને પાછા ફરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ગગન કાર ડ્રાઈવ કરી રહયા હતા

નફિસા જોસેફ.

image source

અને છેલ્લે વાત કરીશું ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ અને એમટીવી જોકી નફિસા વિશે. અભિનેત્રીનું મોત 26 વર્ષની નાની ઉંમરમાં જ થઈ ગયું હતું. પારિવારિક સમસ્યાઓને કારણે વર્ષ 2004માં નફિસએ સુસાઇડ કરી લીધું હતું. વિજે નફિસા જોસેફે 1997માં મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. 12 વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કરનારી નફિસા 28 માર્ચ 1978માં જન્મી હતી. એ છેલ્લી વાર એમટીવી શો સાથે જોડાયેલી હતી અને એ દરમિયાન એમના મોતના સમાચારે લોકોને હેરાન કરી દીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!