અમિતાભ બચ્ચનના હસ્તે મળ્યો હતો અનોખો એવોર્ડ પણ આજે કરે છે ચંપલની દુકાનમાં કામ..

એક સામાન્ય માણસ જેણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, ઘણા દિવસો વીતી ગયા અને એ માણસે પોતાની લડાઈ અધૂરી મુકવી પડી કારણ કે સ્થાનિક મીડિયાએ તેની વાતને સારી રીતે પ્રકાશિત ન કરી અને તંત્ર જીતી ગયું. આ લડાઈમાં તો સામાન્ય માણસ હારી ગયો પરંતુ તેના આત્માએ તેને ડંખ્યો અને ચંપલ સીવનાર આ સામાન્ય માણસે પોતાની ત્રિમાસિક પત્રિકા બહાર પાડવાનો વિચાર કર્યો.

આપણે અહીં વાત કરી રહ્યા છીએ સુરેશ નંદમેહરની જે દિવસે એક પત્રકાર તરીકેની ફરજ નિભાવે છે અને રાત્રે ચંપલ સીવવાનું કામ કરે છે. સીવવાનું છે પણ સાથે સાથે તે 2003 થી આઠ પાનાનું અને ટેબ્લોઇડ સાઈઝનું ” બાલ કી ખાલ ” માસિક પણ બહાર પાડે છે. આ માસિક પત્રિકાને માધ્યમ બનાવી સુરેશ સમાજના શોષણને પણ લોકો સામે રજુ કરે છે. એટલું જ નહિ પણ સુરેશ અખબાર સિવાય પોતાની 14 વર્ગફૂટની દુકાનમાં બેસીને ચંપલ સીવવાનું કામ પણ કરી જાણે છે.

આ કારણે શરુ થયું અખબાર

સુરેશે જણાવ્યું હતું કે જયારે નગર નિગમ વાળા અમને અમારા ઘરો અને દુકાનોથી બેદખલ કરી રહ્યા હતા ત્યારે અમે અમારા હક અધિકાર માટે સતત 27 દિવસ સુધી ધરણા પર બેઠા પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું અને અમારા ધરણા બંધ કરવા પડ્યા. સ્થાનિક અખબારોમાં અમારા ધરણાની જેવી જોઈએ તેવી પ્રસિદ્ધિ ન મળી જેના કારણે તંત્ર પણ અમારા પ્રશ્ને ઉદાસીન રહ્યું અને અને અમારી માંગણીઓ ન સ્વીકારાઈ. આ ઘટનાએ મારા અંદર વિદ્રોહ પેદા કર્યો અને મેં નક્કી કર્યું કે હવે હું પોતે જ મારુ અખબાર બહાર પાડીશ અને મારી વાત સૌની સામે રજુ કરીશ.

શરૂઆતમાં સુરેશ નંદમેહરનું અખબાર દરરોજ બહાર પાડવામાં આવતું પરંતુ આર્થિક તંગીને કારણે વર્ષ 2011 બાદ તેઓએ આ અખબારને માસિક મેગેઝીનમાં પરિવર્તન કરાવી નાખ્યું કારણ કે ભોપાલ સરકારે સુરેશને એવું કહ્યું હતું કે જો તે પોતાનું અખબાર મેગેઝીનમાં પરિવર્તન કરે તો તેને સરકારી જાહેરાતો મળી શકે. અને તેના કારણે મેગેઝીનનો ખર્ચ કાઢવામાં પણ ઝાઝો બોજ ન પડે.

હાલમાં મેગેઝીનનો ખર્ચ સરકારી જાહેરાતો અને એડ ક્રાઉડફંડિંગથી નીકળી જાય છે અને પોતાની દુકાનમાં ચંપલ બનાવી – વેંચીને સુરેશના ઘરનું ગુજરાન પણ સામાન્ય રીતે ચાલે છે.

વર્ષ 2010 માં સુરેશ નંદમેહરને અમિતાભ બચ્ચનના હસ્તે સીટીઝન જર્નાલિસ્ટ એવોર્ડ અને વર્ષ 2012 માં ઇન્ડિયા પોઝિટિવ એવોર્ડ મળ્યો હતો. સુરેશ કહે છે કે આર્થિક રીતે મને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. પત્રકારિતા પૈસા કમાવવાનું સાધન નથી તેમાં પોતાને જ મહેનત કરવાની હોય છે, સાચી વાત કહેવાની હોય છે અને સાચી વાત બોલવી એ કોઈ સરળ કામ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત