Site icon News Gujarat

લોકડાઉનની સારી એવી અસર જોવા મળી ચંબલ નદીના કિનારે, જોઇ લો તમે પણ તસવીરોમાં!

કોરોના વાયરસના સંક્રમણથી બચવા દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને હાલ તેનું પાંચમું ચરણ ચાલી રહ્યું છે. જો કે લોકડાઉનમાં ધીમે ધીમે છૂટ પણ આપવામાં આવી હતી. લોકડાઉનની સૌથી વધુ અસર વાતાવરણમાં પણ થઇ છે. શુદ્ધ હવા અને શાંત માહોલ હોવાના કારણે ઘણા સકારાત્મક બદલાવો આપણે જોઈ રહ્યા છીએ. નવાઈની વાત તો એ છે કે આ લોકડાઉન દરમિયાન ચંબલ નદીના કિનારે વિલુપ્ત થઇ રહેલા મગરમચ્છોએ પણ અનેક બચ્ચાઓને જન્મ આપતા તેમની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

Image Source

રાજસ્થાનના ઘોલપૂર, મધ્યપ્રદેશના દેવરી અને ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના વાહ ક્ષેત્રમાં ચંબલ નદીના 435 કિલોમીટર ક્ષેત્રમાં મગરમચ્છ અભ્યારણ આવેલું છે. અહીં વિલુપ્ત થતી મગરમચ્છોની જાતોને બચાવવા અને તેની સંખ્યા વધારવા માટે વિવિધ કામ કરવામાં આવે છે. હાલ ચંબલ નદીમાં મગરમચ્છોની સંખ્યા 1859 છે અને જો હાલમાં જ જન્મેલા મગરમચ્છના બચ્ચાઓની સંખ્યા પણ તેમાં જોડી દેવામાં આવે તો આ આંકડો ત્રણ હજાર આસપાસ પહોંચે છે.

Image Source

મધ્યપ્રદેશના દેવરી અને રાજસ્થાનના ઘોલપૂર રેન્જમાં લગભગ 1100 થી વધુ મગરચ્છના બચ્ચાઓ ઇંડામાંથી બહાર આવ્યા છે. અને સાથો સાથ આગ્રાના વાહ ક્ષેત્રમાં પણ આ જ રીતે ઘણા મગરમચ્છના ઈંડામાંથી બચ્ચાઓ બહાર નીકળ્યા છે. જન્મેલા બચ્ચાઓ પૈકી જેની લંબાઈ 1.2 મીટર હશે તેને નદીમાં છોડી મુકવામાં આવશે અને જેની લંબાઈ ઓછી હશે તે બચ્ચાઓને હાલ અભ્યારણ કેન્દ્રમાં રાખવામાં આવશે અને જયારે તેની લંબાઈ 1.2 મીટર થઇ જશે ત્યારે તેઓને પણ નદીમાં મુકવામાં આવશે.

Image Source

ઉલ્લેખનીય છે કે વર્ષ 1980 પહેલા જયારે ભારતીય મગરમચ્છોનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ચંબલ નદીમાં માત્ર 40 મગરમચ્છ જ જોવા મળ્યા હતા જયારે વર્ષ 1980 માં મગરમચ્છોની સંખ્યા વધીને 435 થઇ હતી. અને ત્યારથી જ આ વિસ્તારને મગરમચ્છો માટે અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

Image Source

હાલ ચંબલ નદીના કિનારે મગરમચ્છોના નાના બચ્ચાઓને ટોળામાં જોઈ સ્થાનિક લોકો પણ ખુશ થઇ રહ્યા છે કારણ કે આવું પ્રથમ વાર જ બન્યું છે કે એક સાથે હજારોની સંખ્યામાં મગરમચ્છના બચ્ચાઓનો જન્મ થયો હોય.

નોંધનીય છે કે માદા મગરમચ્છ મે – જૂન મહિનામાં રેતીમાં 30 થી 40 સેમી ઊંડાઇનો ખાડો ખોદી તેમાં એક સાથે 40 થી 70 ઈંડા મૂકે છે. જયારે આ ઈંડાઓમાં હલન-ચલન થવા લાગે ત્યારે માદા મગરમચ્છ રેતી ઈંડા બહાર કાઢી લે છે અને ચંબલ નદીમાં લઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version