તારક મહેતા..ના ચંપકચાચાના દિકરાઓ રિયલ લાઇફમાં સુપર સ્માર્ટ, જોઇ લો તસવીરોમાં તમે પણ

ચંપક કાકાના વાસ્તવિક જીવનના જોડિયા દીકરા, જોઇને ચોકી જશો અ તસ્વીરો

image source

સબ ટીવીના પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે અવારનવાર ખબરો આવતી રહે છે. આવા સમયે આ સીરીયલના મુખ્ય પાત્ર ચંપકલાલ એટલે કે બાપુજીનો અભિનય કરતા અમિત ભટ્ટ હાલ લૉકડાઉનના કારણે ઘરે જ પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરી રહ્યા છે. અહી એમના બંને દીકરા વિશે આપને જણાવી રહ્યા છીએ, આ જોડિયા ભાઈઓ હવે દીપ તથા દેવ બંને મોટા થઈ ગયા છે.

image source

આ ટીવી કાર્યક્રમમાં દર્શાવ્યા મુજબ અમિત ભટ્ટ કચ્છથી એમના દીકરા જેઠાલાલ પાસે રહેવા આવ્યા છે. એમના પાત્રમાં તેઓ એકદમ ગુસ્સાવાળા છે, અને તેઓ શોમાં હંમેશાં દીકરાને જેઠિયા કહીને જ બોલાવતા જોવા મળે છે. જો કે આ શોમાં જેઠાલાલની ભૂમિકા દીલિપ જોષી નિભાવી રહ્યા છે. નવાઈની તો વાત એ છે કે વાસ્તવિક જીવનમાં અમિત ભટ્ટની ઉંમર માત્ર 47 વર્ષ છે અને દીલિપ જોષીની ઉંમર 52 વર્ષ છે. એટલે કે અમિત ભટ્ટ શોમાં પોતાના દીકરા જેઠાલાલ કરતા વાસ્તવિક પાંચ વર્ષ નાના છે.

image source

આ શોમાં પણ અમિત ભટ્ટ કચ્છના જ બતાવ્યા છે, જો કે વાસ્તવિક જીવનમાં પણ અમિત ભટ્ટ મૂળ કચ્છના જ છે અને હાલ પરિવાર સાથે તેઓ મુંબઈમાં રહે છે. તેમની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. અમિત ભટ્ટે પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. લાંબા સમયથી તેઓ થિયેટર સાથે સંકળાયેલા હતાં.

અમિત ભટ્ટે એમની આ સફરમાં ‘પારકે પૈસે લીલા લહેર’, ‘ચાલ રિવર્સમાં જઇએ’ વગેરે જેવા નાટકોમાં કામ કર્યું છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ ‘લવયાત્રી’માં પણ અમિત ભટ્ટે કામ કર્યું હતું. આ ઉપરાંત ઘણી બધી ગુજરાતી ફિલ્મમાં તેઓ કામ કરી ચુક્યા છે.

image source

એક ઈન્ટરવ્યું દરમિયાન અમિત ભટ્ટે જણાવ્યું હતું કે એક્ટિંગ કરવી જ એમનું કામ છે. શરૂઆતમાં તો એમને ચંપકચાચાનો આ રોલ નિભાવવો ઘણો મુશ્કેલ લાગ્યો હતો. કારણ કે વાસ્તવિક જીવનમાં યુવા હોવા છતાં સ્ક્રીન પર એમણે ઘરડાં દેખાવાનું હતું. આ કાર્ય એમના માટે એક ચેલેન્જ હતી અને એમણે આ ચેલેન્જ સ્વીકારી લીધી હતી. જો કે પછીથી ડોસાનો રોલ કરવાની એમને મજા પડી ગઈ હતી. એમને તો હવે બાળકો સાથે રમવાની અને સીરિયલમાં બધાને ધમકાવવાની મજા પડે છે.

image source

આ સીરિયલમાં અમિત ભટ્ટના માથામાં વાળ નથી. જો કે શરૂઆતમાં સીરિયલ માટે તેઓ દર બે દિવસે મુંડન કરાવી લેતા હતાં. આ શો માટે એમણે 250 વાર માથું મૂંડાવ્યું હતું. જો કે, પછીથી અસિત મોદીએ ચંપકદાદા માટે એક સ્પેશિયલ વિગ બનાવડાવી લીધી હતી જેથી કરીને તેમને આ બાબતે હવે રાહત મળી ચુકી છે.

image source

અમિત ભટ્ટને બે જોડિયા દીકરા છે, જેમના નામ દીપ અને દેવ છે. જો કે દેવ ટિકટોકમાં ઘણો લોકપ્રિય છે. દેવ નિયમિત રીતે ટિકટોક પર વીડિયો અપલોડ કરતો રહે છે. દીપ પણ ટીકટોક વાપરે છે, પણ એ ત્યાં દેવ જેટલો એક્ટીવ નથી. દેવ અને દીપ ફિટનેસ બાબતે ઘણાં જ સજાગ રહે છે. તે અવારનવાર ફિટનેસની ફોટો પણ શેર કરતા રહે છે. આ બંને ભાઈ આ ટીવી શોમાં એકવાર સાથે જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત