Site icon News Gujarat

લોકડાઉનમાં ચંપકકાકાની પત્નીએ હાથમાં લીધુ ઝાડુ, અને બાપુજીની થઇ એવી હાલત કે, જોઇ આ વિડીયોમાં તમે પણ

દેશના દરેક ઘરમાં જોવાતો કોમેડી ટીવી શો એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો હાલમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

image source

ત્યારે કેટલાક ટીવી સેલેબ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. આજે અમે આપને કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ‘બાપુજી’ જેઠાલાલ ગડાના પિતા શ્રી ચંપકલાલ ગડાનું પાત્ર નિભાવી રહેલ એક્ટર અમિત ભટ્ટનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, અમિત ભટ્ટની પત્ની અમિત ભટ્ટને ધમકાવીને કચરો વાળવાનું કહી રહી છે.

image source

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે દેશની દરેક વ્યક્તિને ફરજીયાત રીતે પોતાના ઘરમાં જ રહેવું પડી રહ્યું છે.

ત્યારે આવા સમયમાં પણ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીની દરેક સેલેબ્સ સોશિયલ મીડિયાના માધ્યમની મદદથી ઘરે રહીને ફની વિડિયોઝ બનાવીને દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. આ લોકડાઉનના સમયમાં અમિત ભટ્ટ અને તેમની પત્નીનો આવો જ એક ફની વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

image source

અમિત ભટ્ટના વાયરલ થયેલ આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, એક્ટર અમિત ભટ્ટ સોફા પર આરામ કરતા જોઈ શકો છો. ત્યારે તેમની પત્ની ઘરમાં કચરો વાળી રહી છે. એક્ટર અમિત ભટ્ટની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. આ વિડીયોમાં કૃતિ ભટ્ટ અમિત ભટ્ટને કહી રહી છે કે, ‘એ જાનુ ચલ ઝાડુ માર…’ જયારે અમિત ભટ્ટ ના પાડી દે છે.

અમિત ભટ્ટના ના પડી દીધા પછી કૃતિ ભટ્ટ અમિતને ધમકી આપતા કહે છે કે, છેલ્લી વાર કહી રહી છું કે, ઝાડુ માર…’ પત્ની કૃતિ ભટ્ટની આ ધમકી પછી અમિત ભટ્ટ કહે છે કે, ‘તુ કહે છે એટલે હું કચરો વાળી આપું છું.’ અને ત્યાર પછી અમિત ભટ્ટ પોતાની પત્ની કૃતિના હાથમાંથી ઝાડુ લઈ લે છે.

અમિત ભટ્ટ અને તેમની પત્ની કૃતિ ભટ્ટનો આ ફની વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત અમિત ભટ્ટના આ વિડીયો પર દર્શકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, દેશમાં ફરીથી લોકડાઉનની તારીખ લંબાવીને ૧૭ મે કરી દેવામાં આવી છે.

image source

એટલે કે હજી કોરોના વાયરસના લીધે દેશમાં ૧૭ મે સુધી લોકડાઉનની પરિસ્થિતિ યથાવત રહેશે. લોકડાઉન વધારવાની સત્તાવાર જાહેરાત ગૃહ મંત્રાલય તરફથી શુક્રવારના રોજ કરવામાં આવી છે.

Exit mobile version