ચણાની દાળ નું શાક – દૂધી ચણાની દાળનું શાક તો તમે ખાતા જ હશો તો એકવાર આ પણ જરૂર ટ્રાય કરજો

આપણે દાળ તો રોજ ખાતા હોઇશુ અને જુદા-જુદા પ્રકારની દાળ ખાધી જ હશે. અને આપણા રસોડામાં પણ આ બધી જ દાળ હાજર હોય છે. સામાન્ય રીતે આ બધી જ દાળ ટેસ્ટી લાગતી હોય છે પરંતુ મોટાભાગે લોકોને ચણાની દાળ સૌથી વધુ ભાવતી હોય છે. આજે અમે તમારા માટે તમારી ફેવરેટ ચણાની દાળની રેસિપી લઈને આવ્યા છીએ, તો નોંધી લો રેસિપી અને આજે જ બનાવજો.

ચણાની દાળ નું શાક બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી:

  • – ચણા ની દાળ 1 કપ
  • – 1/2 કપ મગ ની દાળ
  • – તેલ 2 મોટી ચમચી
  • – ઝીરું 1 ચમચી
  • – હિંગ ચપટી
  • – સુકા લાલ મરચા 2 નંગ
  • – લીલા મરચા 1 નંગ
  • – આદુ સામારેલો ..
  • – લીમડો
  • – લસણ ની પેસ્ટ 1 ચમચી અથવા સમારેલું
  • – ડુંગળી 1નંગ
  • – ટામેટું 1 નંગ
  • – હળદર 1/2 ચમચી
  • – લાલ મરચું 1 ચમચી
  • – ધાણા ઝીરું 1 ચમચી
  • – મીઠુ 1 ચમચી
  • – ગરમ મસાલો 1/2 ચમચી
  • – ધાણા ગાર્નિશિંગ માટે
  • – આમલી પ્લપ

રીત

1..સૌપ્રથમ દાળ ને ધોઈ ને બાફી લો..દાળ બફાય જાય એટલે પેન લઇ લો..પેન લઇ એમાં તેલ ગરમ મૂકી વઘાર કારી લો…એમાં ઝીરું હિંગ આદુ લસણ ની પેસ્ટ ( અથવા લાબા સમારેલા )લીમડો …સુકા મરચા મસાલા અને …મિક્સ કરી લો પછી એમાં ટામેટા એડ કરી ફરી મિક્સ કરી લો..

2…બાફેલી દાળ એડ કરી મિક્સ કરી લો અને મીઠુ ,આમલી પ્લપ અને ગરમ મસાલો એડ કરી લો..મિક્સ કરી જરૂર લાગે તો પાણી એડ કરી થવા દો…મીઠુ બાફતી વખતે પણ એડ કર્યું તુ એ મુજબ એડ કરવું..ઉકળે એટલે બીજા વાડકા માં કાઢી બીજો વઘાર કરવો …

3. હવે દાળ માં બીજો વઘાર કરવા માટે એક પેન માં ઘી અથવા તેલ લઇ તેમાં જીરું ,રાય સમારેલું લસણ અને મરચું પાવડર ઉમેરી દાળ પર રેડી દેવું …અને સર્વ કરવું …

4…દાળ તમાર ભાત સાથે રોટલી સાથે રોટલા સાથે ખાવાની ખુબજ મજા આવશે…જરૂર થી બનાવો જણાવો રેસીપી કેવી લાગી..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.