Site icon News Gujarat

નીલ આર્મસ્ટ્રોંગ વિશે વાંચો શરૂઆતથી લઇને અંત સુધી, અને જાણો શું ખરેખર નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મુકવાવાળો પ્રથમ માણસ હતો?

નમસ્તે મિત્રો, આપણું બ્રહ્માંડ રહસ્યો અને અજાયબીઓથી ભરેલું છે, બ્રહ્માંડ અને પૃથ્વીની બહાર થતી પ્રવૃત્તિઓ જાણવા માટે મનુષ્ય હંમેશા ઉત્સુક જ રહે છે

image source

પૃથ્વી થી આગળ બ્રહ્માંડને જાણવાનો સૌ પ્રથમ અને અવિસ્મરણીય પ્રયતન પહેલી વાર યુ.એસ. એ 1969 મા કર્યો હતો જ્યારે નાસાએ ચંદ્ર પર એક યાન મોકલ્યું હતું તે સમયે આ ક્ષણ માનવ ઇતિહાસની રૂપરેખા બદલવાની હતી કે જ્યારે પ્રથમ વખત કોઈ માણસે ચંદ્ર પર પગલું માંડ્યું હોય આ મહત્વાકાંક્ષી મિશન કે જેની કિંમત 30 અબજ ડોલર હતી , જે આજના લગભગ 150 અબજ ડોલર જેટલી થાય છે, અમેરિકા એ સ્પેસ શટલને ચંદ્ર પર મોકલીને એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી

આ ઘટનાથી અમેરિકા અને સોવિયત વચ્ચે ચાલી રહેલા શીત યુદ્ધમાં અમેરીકાને ખૂબ મોટો વિજય અપાવ્યો હતો, પરંતુ શું તમે આ ઘટનાનો વિશ્વાસ કરશો? કારણ કે આ ઘટના ફક્ત કાલ્પનિક પણ હોઈ શકે છે, કેટલાક લોકોના મતે, નાસાનું આ એપોલો મિશન માનવ ઇતિહાસનું સૌથી મોટું ષડયંત્ર હોવાનું કહેવાય છે.

image source

આજે આપણે આ ઘટનાને વિશ્લેષણ ની મદદથી સમજવા પ્રયત્ન કે તેમાં કેટલી સત્યતા છે, શું નીલ આર્મસ્ટ્રોંગે ખરેખર ચંદ્ર પર પહેલું પગલું ભર્યું હતું ? જ્યારે તેણે ચંદ્રની સપાટી પર અમેરિકન ધ્વજ લહેરાવ્યો, ત્યારે તેના ફોટા અને વીડિયો જોતા તો એમ લાગે છે કે ધ્વજ હવામાં ઉડતો હોય છે પણ ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી, તો પછી આ ધ્વજ કેવી રીતે લહેરાવી શકાય છે અને આવી ઘણી બધી કોન્સ્પેરેસી થિઓરી નું એવું માનવુ છે કે આખી ઘટના કોઈ ફિલ્મની જેમ કોઈ સ્ટુડિયોના લોકેશન પર શૂટ કરવામાં આવી હોય

image source

કારણકે ચંદ્ર પર તો આ રીતે ધ્વજ લહેરાવવો શક્ય નથી જ્યારે આ અંગે સ્પષ્ટતા કરતા નાસાએ જણાવ્યું હતું કે, ઝંડાને ચંદ્ર પર પહોંચ્યા પેલા એક વેક્યુમ ટ્યૂબમા મુકવામા આવ્યો હતો અને જ્યારે તે બેગને ચંદ્ર ઉપર ખોલવામાં આવી ત્યારે ઓછા દબાણ ને કારણે ધ્વજ ઉડવાનું શરૂ કરે છે

ચંદ્ર પર ઉતર્યા પછી લેવામાં આવેલા ઘણા ફોટામાં એક વિવાદાસ્પદ વસ્તુ દેખાય છે આ ફોટામાં જોવા મળેલા વસ્તુઓ અને મનુષ્યના પડછાયાઓ જુદી જુદી દિશામાં ફેલાયેલા જોવા મળે છે.ચંદ્ર પર વૈજ્ઞાનિકો દ્વારા બહાર પાડવામાં આવેલા ઘણા અહેવાલમાં જણાવાયું છે. કે ચંદ્ર પર સૂર્ય એ પ્રકાશનો એકમાત્ર સ્રોત છે, અને જો આ બધા ફોટો સૂર્યપ્રકાશમાં લેવામાં આવ્યા હતા, તો ફોટામાં દેખાતી દરેક વસ્તુ નો પડછાયો ફક્ત એક જ દિશામાં હોવો જોઈતો હતો

image source

પરંતુ આ ફોટાઓને જોતા એવું લાગે છે કે આ ફોટાઓ ક્લિક કરતી વખતે ત્યારે તે જગ્યા પર પ્રકાશના એક કરતાં પણ વધુ સ્ત્રોતો હતા જે કોઈ ફિલ્મના શૂટિંગના સેટ પર જ શક્ય બને છે જેના પર નાસા કહે છે કે ચંદ્રની સપાટી ખૂબ રફ છે ચંદ્ર ઉપર આવેલ ખાડા અને ઉભારોને લીધે ફોટામાં પડછાયો એક કરતાં વધારે દિશામાં રેળાયેલો દેખાય છે

image source

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ કરતા ઘણું ઓછું છે અને અહીં ચાલતા અવકાશયાત્રીઓ ના વીડિયો જોતા એવું લાગે છે કે તેને સ્લો મોશન ગતિમાં ચલાવવામાં આવ્યો હોય જો આપણે કેટલીક કોન્સપેરેસી થિયરીમાં માનીએ તો નાસાએ ચંદ્રના ગુરુત્વાકર્ષની અસર બતાવવા માટે સ્લો મોશન અને ધાતુની કેબલનો ઉપયોગ કર્યો હતો અને તેના મદદ થી જ વીડિયો બનાવવામાં આવ્યો હતો

image source

જેથી કરીને આ વીડિયોને ચંદ્ર પર ચાલતા હોય તેવો જ બનાવી શકાય, જો આપણે આ વીડિયોને ડબલ સ્પીડમાં ચલાવીશું, તો તમને લાગશે કે વીડિયોમાં દરેક વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ જ ચાલે છે અને કેબલનો ઉપયોગ તેમની ચાલ મા ઉછાળ આપવા માટે કરવામાં આવ્યો હોવો જોઈએ, ઘણા મોટા કેમેરામેનોએ તેમના ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે કેમેરા ટ્રિક્સ અને કેબલ દ્વારા આવા પ્રકાર નું એલિવેશન બતાવવું શક્ય છે કે જેવુ વીડિયો મા બતવવા મા આવ્યું હતું

image source

મૂન લેંડિંગના ફોટામાં પથ્થર પર C દેખાઈ આવ્યો હતો જે મૂન લેન્ડિંગનો એક સૌથી વિવાદાસ્પદ ફોટો છે જે સાબિત કરે છે કે કોઈએ જાણી જોઈને આ પથ્થર અહીં મૂક્યો હતો જેમ કે શૂટિંગ દરમિયાન પ્રોપ્સ ને અલગ અલગ આલ્ફાઅબેટ્સ અથવા તો નંબર થી ચીતરવામાં આવે કારણ કે આ વસ્તુઓને આયોજન હેઠળ તેમના જ સ્થાન પર રાખવામાં આવે છે પરંતુ આ ચંદ્રયાન ના શૂટિંગ દરમિયાન કોઈએ આકસ્મિક રીતે આ પથ્થર ને ઉંધો કરી નાખ્યો હતો પણ નાસાવાળા લોકો કહે છે કે કોઈએ તે ફોટામાં ચેડા કર્યા છે પરંતુ શું શક્ય છે કે કોઈએ નાસાની સુપરકોન્ફિડેશનલ માહિતીને હેક કરી શકે ?

જો તમે ખુલ્લા આકાશ પર નજર નાખો તો તમને શું દેખાય છે, કદાચ આપણે બધા લોકો જવાબ આપીશું ” ચમકતા તારાઓ ” પરંતુ ચંદ્ર પર લેવામાં આવેલા તમામ ફોટામાં, તારોનો ઉલ્લેખ ક્યાંય કરવામાં આવ્યો નહોતો, ચંદ્ર પર કોઈ વાદળ અને પ્રદૂષણ ન હોવા છતાં, પણ તારાઓ દેખાતા નથી, પરંતુ તારાઓ પ્રદુષણ હોવા છતાં પૃથ્વી પર થી રાતના સમયે સ્પષ્ટપણે દેખાય છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે તારાઓ ને જાણી જોઈને બધા ફોટાઓ માંથી દૂર કરવામાં આવ્યા છે, જો આ ફોટામાં તારાઓ દેખાતા હોત, તો પછી આ ફોટા અને વિડિઓઝ રિયલ છે કે ફેક તેનું અનુમાન લગાવવું ખૂબ જ સરળ રહેત

image source

કારણ જો આ ફોટાઓમાં તારા બતાવામાં આવ્યા હોટ તો તે તારાના આકાર પર થી જાણકારી મેળવી શકાત કે શુ હકીકતમાં કોઈ એસ્ત્રોનોટ ચંદ્ર પર છે કે નહીં નાસાએ પહેલેથી જ નિર્ણય કર્યો હતો કે કોઈને પણ તારા વિશે વાત કરવાની જરૂર નથી. જ્યારે નિલને એક વ્યક્તિ દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો કે તમે ચંદ્ર પરથી તારાઓ જોયા હશે ને? તો તેણે જવાબ આપ્યો કે તેને હાલમાં કંઈપણ યાદ નથી.

તમે કદાચ જાણતા હશો કે સ્પેસ શટલ એક ખૂબ જ શક્તિશાળી મશીન છે અને જ્યારે આ સ્પેસ શટલ લોન્ચ અને લેન્ડ થાય છે ત્યારે ખૂબ મોટા ખાડા જમીન પર રચાય છે અને જમીનનો કેટલોક ભાગ બળી જાય છે જેને ક્રેટર કહેવામાં આવે છે જ્યારે એપોલો 11 નું સ્પેસશીપ ચંદ્ર પર ઉતરતું હતું ત્યારે તેની નીચે થોડી તો અસર થવી જોઈતી હતી

image source

પરંતુ નાસા દ્વારા પ્રકાશિત ફોટા અને વિડિઓઝ માં કેપ્સ્યુલની નીચે ની જગ્યામાં કોઈ ખાડો દેખાઈ રહ્યો નથી. એવું લાગે છે કે આ કેપ્સ્યુલ ફક્ત રાખવામાં જ આવી હોય જે ઘણા મોટા પ્રશ્નો ઉભા કરે છે નીલ આર્મસ્ટ્રોંગે તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન ઓન કેમેરા એપોલો 11 મિશન વિશે પૂછેલા કોઈપણ સવાલોના જવાબ ક્યારેય આપ્યો નથી. તેઓ ગમેં તે પૂછેલા પ્રશ્નો નો એક જ જવાબ આપતા કે તેઓને બહુ યાદ નથી

image source

એક વાર ચેરિટી ફંક્શન દરમિયાન, એક ન્યૂઝ રિપોર્ટરએ નીલની સામે એક બાઇબલ મૂક્યું અને વિનંતી કરી કે તે બાઇબલ પર હાથ મુકી અને એમ બોલે કે ચંદ્ર પર પગ મૂકનાર તે પહેલો વ્યક્તિ હતો, પરંતુ નીલ આર્મસ્ટ્રોંગે તેનો જવાબ આપવાનો ઇનકાર કર્યો અને ત્યાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું તમે આ ઘટના પર થી જાતે જ સમજી શકો છો ટીવી પર આ વિડિઓ જોયા પછી, ઘણા લોકોને ખાતરી થઈ ગઈ હતી કે દાળ મા કઈક કાળું છે અને નાસા દરેકને લોકો ને મૂર્ખ બનાવી રહી હતી આ વિશે તમારો અભિપ્રાય શુ છે તે અમને જણાવો

Exit mobile version