ચંદ્રગ્રહણની અસર આ એક રાશિ પર પડશે સૌથી ખરાબ, સાથે જાણો શું ખુલી આંખોથી જોઇ શકાશે આ ચંદ્ર ગ્રહણ

30મી નવેમ્બરે છે ચંદ્રગ્રહણ – શું ખુલી આંખોથી ચંદ્ર ગ્રહણ જોઈ શકાશે

હિન્દુ ધર્મમાં ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણનું ખૂબ મહત્ત્વ રહેલુ છે. ગ્રહણના દિવસે હિન્દુ ધર્મના દરેક મંદિર બંધ રહે છે અને ગ્રહણ પૂર્ણ થયા બાદ જ ખુલે છે. તેવી જ રીતે હિન્દુ લોકોના ઘરમાં પણ ગ્રહણના દિવસે પૂજા-અર્ચના કવરામાં નથી આવતી. આ દિવસે સૂતક લાગુ પડે છે. પણ જો ગ્રહણ ભારતમાં ન દેખાવાનું હોય તો તેનું સૂતક નથી લાગતું પણ બીજા કોઈ દેશમાં દેખાવાનું હોય તો ત્યાંના હિન્દુ મંદિરોને સૂતક નડે છે.

image source

આ વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ 30મી નવેમ્બર 2020ના રોજ આવી રહ્યું છે. પૃથ્વીના પડછાયાથી ચંદ્રના ઢંકાઈ જવાના કરાણે ચંદ્ર ગ્રહણ થાય છે. આ દિવસે પૃથ્વી સુર્ય અને ચંદ્રમાં વચ્ચે આવે છે. માનવામાં આવી રહ્યું છે કે ચંદ્રગ્રહણને ખુલ્લી આંખે જોઈ શકાશે.

ચાલો જાણીએ કયા સમયે લાગશે ચંદ્રગ્રહણ

30મી નવેમ્બર 2020ની બપોરે 1.04 વાગ્યાથી શરૂ થઈને 3.13 મિનિટ તેનો મધ્યકાળ રહેશે. અને 5.22 મિનિટે ચંદ્રગ્રહણ સમાપ્ત થશે.

image source

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ દિવાળીના 16 દિવસ બાદ આવી રહ્યું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વર્ષ 2020માં 6 ગ્રહણ હતા. પણ હજુ સુધી બે આવ્યા છે અને ત્રીજું ગ્રહણ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે 30મી નવેમ્બરે થનાર ચંદ્રગ્રહણ એશિયાના કેટલાક દેશોમાં જોવા મળશે. આ ઉપરાંત અમેરિકાના કેટલાક ભાગોમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળશે. તેની સાથે સાથે ઓસ્ટ્રેલિયા સહિત પ્રશાંત મહાસાગરમાં પણ તે જોવા મળશે.

image source

જ્યોતિષ ગણના પ્રમાણે ઉપછાયાના કારણે સૂતકકાળ માન્ય નહીં રહે. જ્યોતિષવિદોનું કેહવું છે કે ભારતમાં લોકોને પરેશાન થવાની કોઈ જરૂર નથી કારણ કે ચંદ્રગ્રહણ જોવા નહીં મળે. સૂતક કાળનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે સૂતક કાળમાં કોઈ પણ પ્રકારનુ શુભ કાર્ય ન કરવું જોઈએ. સૂતક કાળ સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયે લાગે છે. તો ગ્રહણની સમાપ્તી થતાં જ સૂતક કાળ પણ પુરો થઈ જાય છે. ત્યાર બાદ તમે તમારા બધા જ શુભ કામ કરી શકો છો.

image source

ગર્ભવતિ મહિલાઓએ સાવચેતી રાખવી

ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. જો કે વર્ષનું છેલ્લું ગ્રહણ ઉપછાયા એટલે કે પૂર્ણ નથી, માટે તેમાં સૂતક કાળ માન્ય નહીં રહે. પણ ગર્ભવતી સ્ત્રીઓએ પૂરી સાવચેતી રાખવી. ગ્રહણ દરમિયાન યાત્રા કરવાથી બચવું જોઈએ.

વૃષભ રાશિ પર છે ચંદ્ર ગ્રહણ

આ વખતે ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિમા લાગવા જઈ રહ્યું છે. ચંદ્રમાને મનના કારક માનવામાં આવે છે. માટે મન અશાંત થઈ શકે છે. ચિંતા અને માનસિક તાણમાં વૃદ્ધિ થઈ શકે છે. માટે ધૈર્ય બનાવી રાખો અને ધર્મ કર્મના કાર્ય કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત