આને કહેવાય નસીબ, હજુ તો આ બાળક બે મહિનાનું છે અને તેના નામની જમીન છે ચંદ્ર પર, માતા-પિતાએ આપી ભેટ

જ્યારે કોઈક નાનાં બાળકને ગિફ્ટ આપવાની વાત આવે તો આપણી આંખ સામે રમકડા, સાયકલ કે કોઈ મોંઘુદાટ ટોય આવતું હોય છે. આથી આગળ વાત કરીએ તો કેટલાક પૈસાદાર લોકો પોતાના બાળકોના નામ પર મકાન કે જમીન ખરીદી લે છે. પણ સુરતના એક માણસે માનવામાં ન આવે તેવી ગિફ્ટ પોતાના નવજાત બાળક માટે ખરીદી છે જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હજુ ચંદ્ર પર વૈજ્ઞાનિકો માનવીને રહેવાના કઈ ઠેકાણા વિશે શોધખોળ કરી રહ્યાં છે ત્યાં ઘણા એવા લોકો છે જેમણે ત્યાં જમીન પણ ખરીદી લીધી છે. સુરતનાં એક પિતાએ પોતાનાં સંતાન માટે છેક ચંદ્ર પર એક એકર જમીન ખરીદી ગિફ્ટમાં આપી છે. ત્યારે હજી સમજણું પણ ન થયેલ બાળક માટે આ ગિફ્ટ બહુ જ ખાસ કહેવાય.

image source

મળતી માહિતી મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં વિજય કથીરિયાએ તેમનાં બે મહિનાનાં સંતાનને ચંદ્ર પર ઘર બાનવવા જમીન પણ ખરીદીને આપી દીધી છે. બાળકને ભેટ તરીકે ચંદ્ર પર જમીન આપી છે તે વાત બહાર આવતાં ચર્ચાનો વિષય બની છે કારણ કે આમ તો ઘણાં લોકોએ ત્યાં જમીન ખરીદી તેવું સામે આવ્યું છે પણ આટલી નાની ઉમરે કોઈના નામે ચંદ્ર પર જમીન હોય તેવો આ પહેલો જ કિસ્સો છે. જાણવા મળ્યું છે કે વિજય એક ગ્લાસ વેપારી છે અને તે મૂળ સૌરાષ્ટ્રનો છે.

image source

તેઓ હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. ચંદ્ર પર જમીન ખરીદવા માટે તેણે ન્યૂ યોર્ક આંતરરાષ્ટ્રીય ચંદ્ર ભૂમિ રજિસ્ટ્રી કંપનીને એક ઇમેઇલ મોકલ્યો. આ અરજી કંપનીએ સ્વીકારી હતી અને ત્યારબાદ પોતાનાં બાળકનાં નામે જમીન ખરીદી હતી. મળતી માહિતી મુજબ આ બાળકનો જન્મ બે મહિના પહેલા વિજય કથીરિયાના ઘરે થયો હતો. બાળકનાં જન્મ સમયે વિજય કથીરિયાએ વિચાર્યું હતું કે તે તેમની બાળકને ખાસ ભેટ આપશે. આ પછી તેમણે અને તેમની પત્નીએ મળીને બાળકને આવી ભેટ આપવાનું નક્કી કર્યું, તેમણે વિચાર્યું હતું કે તેઓ તેમનાં સંતાનને કઈક બીજી ભેટોથી જુદી અને વિશેષ ભેટ આપશે જેના માટે આ વિચાર બેસ્ટ હતો.

image source

આ પછી તેઓએ ન્યુ યોર્ક આંતરરાષ્ટ્રીય ચંદ્ર ભૂમિ રજિસ્ટ્રી નામની કંપની જે ચંદ્ર પર જમીન અંગેનું કામકાજ સંભાળી રહી છે તેમનો સંપર્ક કર્યો. આ બાદ તેમણે 13 માર્ચે ચંદ્ર પર જમીન ખરીદવા માટે ઓનલાઇન અરજી કરી. કંપની દ્વારા એક એકર જમીનની ખરીદી માટેની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ પછી કંપનીએ તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી અને જમીન ખરીદવાની મંજૂરી મેળવવા માટે વિજય કથીરિયાને ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો અને કંપનીએ તેના સંબંધિત તમામ દસ્તાવેજો વિજયને મોકલી આપ્યા હતા.

image source

જાણવા મળી રહ્યું છે કે ચંદ્ર પર જમીન ખરીદનાર વિજય કથીરિયા પ્રથમ ઉદ્યોગપતિ છે. જો કે આ બાળક વિશ્વનું સૌથી નાની ઉમરે જમીનની માલિકી ધરાવનાર બની ગયું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં કંપની દ્વારા આ દાવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. આ કિસ્સો સામે આવતાં જ ગુજરાતભરમાં આ ઉદ્યોગપતિની વાહ વાહ થઈ રહી છે. કોઈએ કહ્યું છે તેમ કે ચંદ્ર પર ભલે કોઈ પણ દેશ પહોચીને શોધખોળો કરે પણ ચંદ્ર પર પહેલી દુકાન તો એક ગુજરાતી જ નાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!