આ 3 રાશિઓ માટે ચંદ્રગ્રહણ સાબિત થશે શુભ, મળશે જોરદાર સફળતા!

5મી જુલાઈ રવિવારના રોજ ગુરુ પુર્ણિમાની રાત્રીએ યોજાઈ રહ્યું છે ચંદ્ર ગ્રહણ. વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ છે. આ પહેલાં 5મી જૂને ચંદ્ર ગ્રહણ થઈ ગયું ત્યાર બાદ 21મી જૂને સુર્ય ગ્રહણ હતું. ગુરુપુર્ણિમાના દિવસે યોજાનાર આ ચંદ્ર ગ્રહણ એક ઉપછાયા ગ્રહણ રહશે એટલે કે તેનો પડછાયો ચંદ્રમા પર જ પડશે. ભારતમા આ ચંદ્ર ગ્રહણ યોજાશે તો ખરું પણ ભારતમાં તેને પાળવામાં નથી આવનાર.

Lunar Eclipse 2020 Date, Times India, Chandra Grahan Kab Hai: Buck ...
Image Source

ભારતમાં આ ગ્રહણની શરૂઆત રવિવાર 5મી જુલાઈની રાત્રીએ 8 કલાક 37 મિનિટે થશે. જે 11 કલાકને 22 મિનિટ સુધી ચાલુ રહેશે. આ એક ઉપછાયા ગ્રહણ હોવાથી ભારતમાં તેને પાળવામાં આવનાર નથી. આ દિવસે ગુરુપુર્ણીમા છે અને ગૌર્યોના વ્રત કરનારી કન્યાઓનું જાગરણ પણ આ દિવસેજ હોય છે. આ દિવસે ગુરુઓની પૂજા તેમજ આરાધનાનું ખાસ મહત્ત્વ હોય છે.

Image Source

ગ્રહણ શબ્દને સામાન્ય રીતે નકારાત્મક શબ્દ માનવામાં આવે છે. તેનો અર્થ પણ નકારાત્મક જ થાય છે.ગ્રહણની અસરને હંમેશા ખરાબ માનવામાં આવે છે પણ આ બધું ગ્રહ નક્ષત્રો પર આધારિત હોય છે.કેટલીક રાશિ પર ગ્રહણની અસર સારી રહે છે તો કેટલીક પર માઠી રહે છે. આ વખતે પણ તેવું જ છે. આ ગ્રહણ કેટલીક રાશીઓ માટે શુભ ફળ લાવનારું સાબિત થશે. આ ગ્રહણ ધન રાશિ અને પૂર્વષાઢા નક્ષત્રમાં થતું હોવાથી તેની અસરને થોડી માઠી ગણવામાં આવે છે. કારણ કે ધન રાશિ એ આક્રમકતાની રાશિ ગણવામાં આવે છે. માટે જ એવું પણ કહેવાય છે કે ગ્રહણથી દેશ-દુનિયા વચ્ચે યુદ્ધ, કેટલાક વિવાદો વિગેરે ઉભા થઈ શકે છે.

Image Source

ચંદ્રને જળતત્ત્વનો આધિપતિ માનવામાં આવે છે. માટે જ આ ગ્રહણથી દુનીયામાં જળ સંબંધીત સમસ્યાઓ આવશે તેવું પણ જણાઈ રહ્યું છે. બીજી બાજુ 30મી જૂને બૃહસ્પતિ પોતાની રાશિ બદલી રહ્યો હોવાથી ધીમે ધીમે દિયામાં જે રોગચાળાની મહામારી ફેલાઈ છે તેમાં ઘટાડો થવાની શક્યતા જણાઈ રહી છે.

Image Source

પણ આ ગ્રહણ કેટલીક રાશીઓ માટે શુભ ફળ લાવનારું સાબિત થશે. જેમાં ત્રણ રાશીઓનો સમાવેશ થાય છે. આ ગ્રહણથી આ રાશીના લોકોની આર્થિક સ્થિતિ સુધશે, તેમની કારકીર્દીમાં સુધારો આવશે. તેમજ નાણા સંબંધીત મુશ્કેલીઓ પણ દૂર થશે. તો ચાલો જાણીએ આ ત્રણ રાશિઓ વિષે.

Image Source

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને લાગણી સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં મુશ્કેલી પડી શકે શકે છે. તમે આ સમય દરમિયાન તમારી નોકરીમાં બદલાવ લાવી શકો છો. અને આ સમય તમારા માટે ફળદાયી નિવડશે.

Image Source

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ સમય એટલા માટે ફળદાયક સાબિત થઈ રહ્યો છે કારણ કે તેમના શત્રુઓ તેમજ વિરોધીઓ તેમના પ્રત્યે થોડા ઠંડા પડશે. એટલે કે તેમના રોકાઈ રહેલા કામ પૂરા થશે. અને સફળતા તમારી પાસે દોડીને આવશે.

Image Source

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભપ્રદ સાબિત થશે. આ સમયે તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને સફળતા મળશે.