કોરોનાની મહામારી પછી શાળાઓમાં આવી શકે છે આ બદલાવ, શું તમે જાણો છો આ વાત?
કોરોનાની મહામારી બાદ શાળાઓમાં આ પરિવર્તન આવી શકે છે – સતત એક વર્ષ સુધી વિદ્યાર્થીઓનું રુટીન રહેશે આવું

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વના લોકોનો જીવવાનો અભિગમ બદલી નાખ્યો છે. કમસે કમ ત્યાં સુધી તો ખરો જ જ્યાં સુધી કોરોના વાયરસની કોઈ રસી કે દવા નહીં શોધાય. કેટલાક નિયમોનું પાલન કરવામાં આવશે તો જ આ મહામારીથી બચવું શક્ય રહેશે. અને સામાન્ય માણસોથી માંડીને શાળામાં અભ્યાસ કર્તા વિદ્યાર્થીઓના રૂટીનમાં પણ ધરખમ ફેરફાર જોવા મળશે.
કોરોના સંકટ બાદ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણમાં મોટું પરિવર્તન આવશે. તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે. શાળાના સંચાલકો પાસેથી હાલ ફીડબેક લેવામાં આવી રહ્યા છે, તે પ્રમાણે શાળામાં એક વર્ષ સુધી, રમત, પ્રાર્થના સભા તેમજ બધા જ પ્રકારના સમારોહ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. તે બાબતેની માર્ગદર્શીકાઓ હાલ માનવ સંસાધન વિકાસ મંત્રાલય તૈયાર કરી રહ્યું છે. લેબ, લાઇબ્રેરી પણ બંધ થઈ શકે છે. ઇન્ટરવલ પિરિયડને પણ બંધ કરવાની તૈયારીઓ થઈ રહી છે.

દેશના લગભગ દરેક રાજ્યની શાળાઓ માર્ચ મહિનાથી બંધ છે.સંક્રમણની વધતી સંખ્યાઓ જોતા કહી શકાય કે જૂન સુધી શાળાઓ ખુલવાની કોઈ જ શક્યતાઓ રહી નથી. તેના પહેલાં જ શીક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટેના નિયમોમાં પરિવર્તનની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી આયોજિત વેબિનારમાં શાળા સંચાલકો સાથે આ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
બે શીફ્ટ (પાળી)માં શાળાઓ ચલાવાની યોજના

હવે વેબિનારની કેટલીક વિગતો જાહેર થઈ છે. તે પ્રમાણે હવે ઘરેથી જ પાણીની બોટલ તેમજ લંચ માટે ટિફિન બોક્ષ લાવવાનું ફરજિયાત રહેશે. રીસેસમાં બહાર જવાની જગ્યાએ વિદ્યાર્થીઓએ ક્લાસમાં બેસીને જ લંચ કરવાનું રહેશે. તેમજ તેઓ એકબીજાનું લંચ પણ વહેંચી શકશે નહીં, તેના પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે. શાળામાં ચાલનારી કેન્ટીનને પણ થોડા સમય માટે બંધ રાખવામાં આવશે જેથી કરીને કોઈ પણ રીતે સંક્રમણ વિદ્યાર્થીઓમાં ફેલાઈ ન શકે.
શાળાઓને શિફ્ટમાં ચલાવવા અથવા ક્લાસ પ્રમાણે રોટેશનમાં પણ ચલાવવાની વિચારણા થઈ રહી છે. સરકારનું એવું માનવું છે જે જૂન કે જુલાઈમાં જ્યારે શાળાઓ ખુલશે તો હજારોની સંખ્યામાં સિમિત સંસાધનો વચ્ચે સોશિયલ ડસ્ટન્સિંગનું પાલન કરાવવું એક પડકારજનક બાબત થઈ પડશે. કોઈ પણ જાતની નક્કર માર્ગદર્શીકા વગર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી શકવું શક્ય નથી માટે જ કેટલાક નિયમો તૈયાર કરવા ખૂબ જરૂરી છે.

ડ્રેસ કોડમાં માસ્કનો પણ ફરજિયાત સમાવેશ કરવામાં આવશે.
આજે જ્યારે સમગ્ર દેશમાં બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. તો શાળાઓ જ્યારે ખુલશે ત્યારે પણ વિદ્યાર્થીઓ પાસે પણ માસ્ક પહેરેલા હોવાની અપેક્ષા રાખવામા આવશે માટે જ તેમના યુનિફોર્મની સાથે સાથે માસ્કને પણ ફરજિયાત બનાવવામાં આવી શકે છે. શાળાની બસમાં ચડવા તેમજ શાળામાં પ્રવેશતા પહેલાં દરેક વિદ્યાર્થીનું થર્મલ સ્કેનિંગ કરાવવામાં આવશે.
એહવાલો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું ફોકસ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા પર પણ છે. શાળાઓમાં શિફ્ટ પણ શરૂ કરવામાં આવી શકે છે. જેના માટે શાળાના સંચાલકો પણ તૈયાર છે.

જેવી જ માર્ગદર્શીકાઓ બહાર પાડવામાં આવશે કે તેનું પાલન થાય તેની ખાતરી કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવશે. તેવામાં કોઈ પણ પ્રકારના કાર્યક્રમ કે પછી પ્રાર્થના સભા, રમત-ગમત, લાઇબ્રેરી, તેમજ લેબમાં વિદ્યાર્થીઓને ભેગા થવા દેવામાં આવશે નહીં.
હાલના સંજોગો જોતા જો જૂન કે જુલાઈમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો સરકારે તે માટે કડકમાં કડક માર્ગદર્શીકા બહાર પાડવી જ પડશે. નહીંતર સંક્રમણ વકરી શકે છે. મે મહિનો તેની મધ્યમાં પહોંચી ગયો છે હવે જૂન કે જુલાઈમાં શાળા શરૂ થવા બાબતે કેટલીક સ્પષ્ટતાઓ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત