ક્રિકેટને લઇને આવ્યા મહત્વના સમાચાર, આ નિયમોમાં થયા મોટા ફેરફાર, જાણી લો તમે પણ

કોરોના વાયરસને કારણે ક્રિકેટના ખેલના નિયમોમાં કેટલાક બદલાવ આવવાના નિશ્ચિત હતા તેમજ થૂંક વડે બોલ ચમકાવવો પ્રતિબંધિત થવાનો જ હતો.

image source

હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની કમિટીએ પણ યઅ નિયમો અમલી કરવાનું કહી દીધું છે. અનિલ કુંબલેના અધ્યક્ષપદ નીચે થયેલી વિડીયો કોન્ફરન્સમાં એ નિર્ણય લેવાઈ ગયો. પરસેવાથી બોલને ચમકાવવાની પદ્ધતિને સુરક્ષિત માનવામાં આવી છે, સૂચન મુજબ બોલ ચમકાવવા ખેલાડી પરસેવાનો ઉપયોગ કરી શકશે.

મેડિકલ એડવાઇઝરી કમિટીની સલાહ ઉપર લેવામાં આવ્યો નિર્ણય

image source

અનિલ કુંબલેના પ્રતિનિધીત્વ હેઠળ આઈસીસી કમિટી મેડિકલ એડવાઇઝરી કમિટીની સાથે મળી આ નિર્ણય લીધો છે. મેડિકલ એડવાઇઝરી કમિટીમાં ડૉક્ટર પીટર હારકોર્ટ પણ હાજર હતા. હારકોર્ટે જણાવ્યું કે બોલ ઉપર થૂંક ચોપડવાથી ફક્ત કોરોના વાયરસ જ નહિ પરંતુ અન્ય વાયરસ પણ ફેલાવાનો ખતરો રહે છે, એમની સલાહ પછી આઇસીસી કમિટી થૂંક લગાવવા ઉપર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરી લીધું છે. બોલને પરસેવાથી ચમકાવવા ઉપર કોઈ રોકટોક કરવામાં નહીં આવે. બોલરો અગાઉ માફક પરસેવાથી બોલ ચમકાવી શકશે. મેડિકલ કમિટીએ કહ્યું છે કે પરસેવાથી બોલ ચમકાવવો સુરક્ષિત છે. તદુપરાંત આઇસીસી કમિટીએ ક્રિકેટના મેદાનો ઉપર વધારે સફાઇ રાખવાનો નિયમ પણ જણાવ્યો છે.

સ્થાનિક અમ્પાયર રાખવાનો કરાયો નિર્ણય.

image source

અત્યારે મોટા ભાગના દેશોમાં બહારના લોકોની મુસાફરી ઉપર પ્રતિબંધ છે અથવા તો અન્ય મુશ્કેલીઓ છે. એ વસ્તુ ધ્યાનમાં રાખીને આઈસીસી કમિટીએ નક્કી કર્યું છે કે અમ્પાયર સ્થાનિક જ રાખવા. જો કે અમ્પાયરનું ચયન આઈસીસી જ કરશે. આ અગાઉ ૨૦૦૨માં આઇસીસીએ જ ટીમ અંદરોઅંદર ન ઝગડે તે માટે ન્યૂટ્રલ અમ્પાયર અને રેફરી રાખવાનું નક્કી કરેલું અને મેચ રમી રહેલા દેશો સિવાય અન્ય દેશમાંથી નિષ્પક્ષ અમ્પાયર લાવવામાં આવતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. અમ્પાયરની ઉચ્ચ ગુણવત્તા મળી રહે તે માટે કમિટી અમ્પાયરોની સંખ્યા તેમ જ ડીઆરએ વધારવાનું પણ વિચારી રહી છે.

કુંબલેએ કહ્યું આ વચગાળાનો રસ્તો છે.

image source

કુંબલેએ કહ્યું કે અત્યારે આપણે બધા અસાધરણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, હાલ સૂચવવામાં આવેલા ઉપાયોને વચગાળાના ઉપાય તરીકે અપનાવવા જરૂરી છે. આ પ્રસ્તાવો આપણા સૌની સુરક્ષા માટે જરૂરી છે. અત્યારે મુકાયેલા પ્રસ્તાવ વિશે અંતિમ નિર્ણય આગામી જૂનમાં ચીફ એક્ઝેક્યુટિવની બેઠકમાં લેવામાં આવશે. યઅ ખેલ સાથે જોડાયેલા લોકોની સુરક્ષાના હિતમાં નિર્ણય લેવાશે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત