Site icon News Gujarat

1 જૂનથી ફરીથી દોડતી થશે ટ્રેન, બદલી ગયા છે મુસાફરીના નિયમો, વાંચી લો અત્યંત કામની આ વિગતો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉન 5ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને તેમાં આંતરરાજ્ય પ્રવાસની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

image source

તેની સાથે જ રેલ્વે વિભાગે પણ 1 જૂનથી શરુ થનારી ટ્રેન માટેની માર્ગદર્શિકા જાહેરા કરી દીધી છે. આ માર્ગદર્શિકા અનુસાર 1 જૂનથી શરુ થનાર ટ્રોનામાં ટિકિટ ચેકિંગ સ્ટાફને કોટ અને ટાઈ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

તેમણે સંક્રમણથી બચવા માટે ફેશ શિલ્ડ, માસ્ક અને ગ્લવઝ પહેરવા પડશે. આ સિવાય તેમણે પોતાની પાસે સેનિટાઈઝર પણ રાખવું પડશે. નવી માર્ગદર્શિકા અનુસાર ટીટીને હવે ટિકિટ હાથમાં લઈને ચેક કરવાની મનાઈ હશે તેમણે મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી દૂરથી જ ટિકિટ ચેક કરવાની રહેશે.

image source

ઉલ્લેખનીય છે કે રેલ્વે બોર્ડે પત્રકાર પરીષદ સંબોધી અને ટ્રેન સંદર્ભે મહત્વની જાણકારી આપી હતી. બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવના જણાવ્યાનુસાર ગત 20 મે સુધીમાં રેલ્વેની 279 શ્રમિક ટ્રેનો મારફતે રોજના લગભગ 3 લાખ લોકો તેમના ઘરે પરત પહોંચ્યા છે. બોર્ડે ટ્રેનની જરૂરીયાત અંગે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શ્રમિકો માટે જો વધારે ટ્રેન દોડાવવી પડે તેમ હોય તો બોર્ડ તેના માટે પણ તૈયાર છે.

image source

કોરોનાના ભય વચ્ચે પોતાના વતન જવા ઉતાવળા અને અધીર થયેલા લોકોને બોર્ડે અપીલ કરી છે કે તેઓ ધીરજ રાખે. અત્યાર સુધીમાં જેમ 52 લાખ જેટલાક લોકો પોતાના વતન પહોંચ્યા છે તેમ બધા જ લોકોની મદદ કરવામાં આવશે. શ્રમિક ભાઈઓ-બહેનો માટે જરૂર જણાશે તો વધારે ટ્રેન પણ દોડતી કરવામાં આવશે. રેલ્વેના આંકડા અનુસાર 80 ટકા જેટલા શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારની વિવિધ જગ્યાઓએ પરત ફર્યા છે.

image source

રેલ્વે બોર્ડના જણાવ્યાનુસાર કોરોનાના સંક્રમણ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરવાના નિયમો પણ બદલવામાં આવ્યા છે. આ સિવાય જેમનું મોત મુસાફરી દરમિયાન થયું છે તેમના મામલે તપાસ શરુ કરવામાં આવી છે. રેલ્વે બોર્ડે આ તકે ઓપરેશન કોસ્ટ વિશે પણ જણાવ્યું હતું. તેમના જણાવ્યાનુસાર શ્રમિકોને કોઈપણ પ્રકારનું ભાડુ આપવું પડતું નથી. સ્પેશ્યલ ટ્રેન એક તરફથી પેસેન્જર લઇને જાય છે અને બીજી તરફથી ખાલી આવે છે. તેના આધારે ભાડું નક્કી થાય છે. જો કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટ સામાન્ય ભાડું જ રાખવામાં આવ્યું છે. જેમાં દરેક ટ્રેન પર 85 ટકા ભાડું ભારત સરકાર ભોગવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version