તમે તમારા ઘરની અમુક બિનજરૂરી વસ્તુઓના ઉપયોગથી બનાવી શકશો અદ્ભુત અને ક્યાય નહિ મળતા હોય એવા પડદા…
ક્યારેક આપણે ઘરની જૂની વસ્તુઓથી કંટાળી જઈએ છીએ, અને ઘરનું ઈન્ટીરિયર ચેન્જ કરવાનું મન થઈ જાય છે, પરંતુ તેના માટે પોકેટ તૈયાર નથી હોતું.

ઈન્ટીરિયર ચેન્જ કરવા માટે રૂપિયાના જરૂર પડે છે. પરંતુ તમે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરનું ઈન્ટીરિયર ચેન્જ કરી શકો છો. તમે બાકી બધુ તો નહિ, પણ ઘરના પડદા તો સો ટકા ઘરની વસ્તુઓથી બદલી શકો છો.
આમ તો ઘરમાં પડદા લગાવવા બહુ જ આસાન છે. તમે ઈચ્છો તો દુકાનથી નવા પડદા લાવી શકો છો, અથવા ઓનલાઈન પણ મંગાવી શકો છો. પંરતુ તે તમને થોડા મોંઘા પડી શકે છે. તેથી તમે ઘરમાં જ પડદા બનાવી શકો છો, જે તમને સસ્તા પણ પડશે.
મેજપોશ
જો તમે વિચારી રહ્યા છો કે ક્રોશિયાના પડદા કેવા લાગશે, તો તે તમારા ઘરને એકદમ આર્ટિસ્ટિક લુક આપશે. તેથી તમે ઘરના સેન્ટર ટેબલ પર ક્રોશિયાથી બનાવાયેલું મેજપોશ બિછાવી શકો છો.
ચાદર
જૂની ચાદરથી તમે ઘર માટે સસ્તા પડદા બનાવી શકો છો. તમે બે-ત્રણ ચાદરોને મિક્સ કરીને નવા પડદા બનાવી શકો છો.
દુપટ્ટા
સલવાર કુર્તાની સાથે મળતા દુપટ્ટા આજકાલ કોઈ યુઝ નથી કરતું. યુવતીઓ આજકાલ દુપટ્ટા વગર જ કુર્તા પહેરવાનું પસંદ કરે છે. ત્યારે તમે તેનો ઉપયોગ ઘરના પડદા માટે કરી શકો છો. કેમ કે, તે સારા રંગ અને શેડ્સમાં પણ આવે છે. તે ડિઝાઈનવાળા પણ હોય છે.
જૂની બેગ
જૂની થઈ ચૂકેલી બેગ ફેંકો નહિ, તમે તેને નવો લૂક આપીને તમારી મનપસંદ ફોટોફ્રેમ બનાવીને દિવાલ પર લગાવી શકો છો. તમે ઈચ્છો તો તેને ડેકોરેટ કરીને આર્ટિફિશયલ ફુલો સાથે પણ સજાવી શકો છો. તમે ઈચ્છો તો અનેક બેગ લઈને તેના મદદથી વર્ટિકલ ગાર્ડન પણ તૈયાર કરી શકો છો.
સ્ટોલ્સનો પ્રયોગ

સ્ટોલ્સ મોટાભાગે એક જ કલરના હોય છે. તેને તમે બીજા પડદા સાથે મિક્સ કરીને નવુ ક્રિએશન કરી શકો છો. તેના માટે તમારી પાસે વધુ સ્ટોલ્સ હોવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત