સૂર્યગ્રહણને લઇને સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો નહિં તો પડશે ધક્કો

20, 21 જૂનના દિવસે સૂર્યગ્રહણને લઈને સોમનાથ મંદિરનાં દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

image source

સૂર્યગ્રહણનો સમય સામે જાણવા મળી રહ્યો છે ત્યારે, સૂર્યગ્રહણને લઈને સોમનાથ મંદિરમાં 21મી તારીખે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તેમજ ૨૧ તારીખે દર્શન સપૂર્ણ બંધ રહેશે. આ ગ્રહણ પૂજા પાઠ માટે શુભ ન મનાતું હોવાથી ગ્રહણ દરમિયાન મંદિરમાં પૂજા આરતી પણ બંધ રાખવામાં આવશે.

20 અને 21 જૂનના દિવસે કંકણાકૃતી સૂર્યગ્રહણની ઘટના

જો કે 20 અને 21 જૂનના દિવસે કંકણાકૃતી સૂર્યગ્રહણની ઘટના ઘટવા જઈ રહી છે. આ સૂર્યગ્રહણ ભારત અને આસપાસના અનેક દેશમાં પણ જોવા મળશે. આવા સમયે સોમનાથ મંદિર ટ્રસ્ટ હેઠળનાં તમામ મંદિરોનાં નિત્ય પૂજન, આરતી તથા ઈશ્વરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે જ ગ્રહણ દરમિયાન પૂજા, આરતી, તેમ જ ભક્તોના દર્શન પણ બંધ રહેશે.

સૂર્યગ્રહણ દરમિયાન મંદિરોમાં દર્શન પણ બંધ રહેશે

image source

આપને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણનો પ્રાર઼ંભ 20 જૂનની રાત્રે 10:12 વાગ્યે થશે અને પુર્ણાહુતી એટલે કે મોક્ષ 21 જૂન એટલે કે બીજા દિવસે 1:23 વાગ્યે થશે. આ સમય દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકનાં બધા જ મંદિરોમાં પૂજા તેમ જ દર્શન માટેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણ દરમિયાન મંદિરોમાં દર્શન પણ બંધ રહેશે. સોમનાથમાં 21 જૂનના રોજ દર્શનનો સમય સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીનો તેમ જ બપોર પછી પણ 2.30 થી 6.30 સુધીનો જ રહેશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે.

આ કંકણાકૃતી સૂર્ય ગ્રહણ ક્યાં જોઈ શકાશે?

image source

ભારત, દક્ષિણ આફ્રિકા, મધ્ય આફ્રિકા પ્રજાસત્તાક, કોંગો, ઇથોપિયા, પાકિસ્તાન અને ચીનમાં 21 જૂનના દિવસે આ સૂર્ય ગ્રહણ જોઈ શકાશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગ્રહણ ક્યારેય નરી આંખોથી જોવું જોઈએ નહીં. વૈજ્ઞાનિકોના મત મુજબ તમે નગ્ન આંખે ચંદ્રગ્રહણને જોઈ શકો છો, પણ સૂર્ય ગ્રહણ જોવુ હાનીકારક છે. કારણ કે સૂર્યગ્રહણ તમારી આંખોને નુકસાન પહોંચાડે છે. સૂર્ય ગ્રહણ જોવા માટે સૌર ફિલ્ટર્સ ધરાવતા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ.

સૂર્યગ્રહણમાં દરેકે ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ

image source

સૂર્યગ્રહણ દરમ્યાન સુતક અવધિ ગ્રહણના 12 કલાક પહેલા અસરકારક બને છે, જે ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. આ સમય દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. વિશેષ સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ. ગ્રહણ સમયગાળા દરમિયાન પૂજા સ્થાનના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. આ સૂર્યગ્રહણ પછી સ્નાન, દાન અને મંત્રનો જાપ વિશેષ ફળદાયી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત