કોરોનાના કારણે ખરીદીનો આખો ટ્રેન્ડ જ બદલાઈ રહ્યો છે, જાણો કેવા બદલાવ આવી રહ્યા છે?

કોરોનાના કારણે ખરીદીનો આખો પ્રવાહ જ બદલાઈ રહ્યો છે, જાણો કેવા બદલાવ આવી રહ્યા છે?

image source

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં જ્યારે ભયનું વાતાવરણ છે ત્યારે આ ડરની વચ્ચે હવે જીવન ધીરે ધીરે ફરીથી શરુ થવા જઈ રહ્યું છે. પણ કોરોનાએ આપણા જીવનના ઘણા બધા પાસાઓને સંપૂર્ણ પણે બદલી નાખ્યા છે. પછી એ કામ પર જવાની વાત હોય, ખરીદીની વાત હોય કે પછી કોઈ અન્ય પ્રકારની આદતો હોય. કોરોનાના કારણે લોકોના વર્તનમાં પણ અનેક પ્રકારના બદલાવ આવ્યા છે. લોકો બહાર જવાના ઓછા વિકલ્પો સ્વીકારતા શીખી રહ્યા છે.

શહેર અને ગામડાઓમાં વસ્તુની માંગમાં વિષમતા

image source

કોરોના વાયરસ મહામારીના કારણે આત્યારે ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓના વેચાણમાં ગ્રામ્ય અને શહેરી માંગમાં માગમાં સ્પષ્ટ અંતર જોવા મળી રહ્યું છે. ગામડાઓમાં નાના પેકિંગવાળી વસ્તુઓની માંગ વધી શકે છે તેમજ શહેરોમાં મોટા પેકિંગની માંગ વધી શકે છે. નેસ્લે, ડાબર, ગોદરેજ, પારલે અને વિપ્રો જેવી અગ્રણી એફએમસીજી કંપનીઓનું એમ માનવું છે કે, જેમ-જેમ વસ્તુઓની ઉપલબ્ધતા નાના શહેરોમાં સુધરશે, તેમ ત્યાં સસ્તા અને નાના પેકિંગ વાળા સામાનનું વેચાણ વધી શકે છે.જો કે બીજી બાજુ શહેરી વિસ્તાર જેમાં ખાસ કરીને મેટ્રો શહેરોમાં ગ્રાહકો મોટા પેકિંગવાળા સામાનની ખરીદી કરતા જોવા મળી રહી છે.

ગામથી શહેર તરફના આવજાવમાં ઘટાડો આવ્યો છે

image source

કોરોનાના કારણે ગ્રાહકોમાં છુટક વેચાણનું પ્રમાણ ઘટી રહ્યું છે અને નાના સમાન ઉપલબ્ધ કરાવતી માર્કેટોમાં પણ એની અસર જોવા મળી રહી છે. અત્યારે લોકો એક સાથે વધુ ખરીદવા પર ધ્યાન આપે છે, એટલે કે મોટા પેકિંગની માંગ વધી રહી છે. કંપનીઓનું માનવું છે કે શહેરોમાં આ મોટા પેકીંગમાં ખરીદી કરવાનું વલણ કેટલો સમય ચાલશે તેનું ચોક્કસ અનુમાન નથી, કારણ કે લોકોને ત્યાં કોરોનાનો ભય રહેશે. નેસ્લે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુરેશ નારાયણના જણાવ્યા અનુસાર, આ મહામારી સમયે ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી કિંમતમાં મળી રહેતી વસ્તુઓનું વેચાણ વધવાની તક આપે છે. કારણ કે આર્થિક અનિશ્ચિતતાના કરને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો સાવચેતીથી રૂપિયા ખર્ચ કરશે. આ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાના પેકિંગના સામાનનો વેપાર સારો રહેશે.

વતન પાછા ફરેલા મજુરો માંગને અસર કરશે

image source

સુરેશ નારાયણના જણાવ્યા અનુસાર, શહેરમાંથી જે મજુરો વતન પાછા ફરી રહ્યા છે. તેઓ શહેરોમાં બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ કરતા હતા અને તેઓ સારી રીતે બ્રાન્ડને ઓળખે છે. એટલે શક્યતા છે કે તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આની માગ કરી શકે છે. બીજી તરફ ડાબર ઈન્ડિયાના મુખ્ય ફાઈનાન્સ ઓફિસર લલિમ મલિકે કહ્યું કે, લાખો મજૂરો નાના-મોટા ગામ તરફ પાછા ફર્યા છે. તેઓ પૈસાના અભાવે ઓછ ભાવની વસ્તુઓની માંગ કરી શકે છે. જો કે સરકાર દ્વારા મનરેગા અંતર્ગત આપાયેલ રાહતને જોતા ગામડાઓ ફરીથી માગ વધવાની શક્યતા છે. ગોદરેજ કન્ઝૂમરના મુખ્ય કાર્યકારી અધિકારી વિવિક ગંભીરે કહ્યું કે ગ્રામ્ય અને શહેરી બજારોની સ્પષ્ટ વહેંચણી થવાની સંભાવનાઓ છે. શહેરોમાં જ્યાં લોકો મોટા પેકિંગનો સામાન ખરીદશે, તો નાના શહેરોમાં ગ્રાહકો સસ્તા અને નાના પેકિંગના સામાનની માંગ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત