હવેે તમે રેસ્ટોરન્ટમાં જમવા જાવો અને આવા દ્રશ્યો જોવો તો જરા પણ નવાઇ ના પામતા

કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ડાઇનિંગમાં બદલાયેલુ ભોજનનું ભાવિ! જાણી લો કેવું હશે તે

image source

કોવિડ-૧૯ રોગચાળો ઘણા ઉદ્યોગોના માળખાને બદલવાનો છે. પરંતુ આતિથ્યશીલતાના ઉદ્યોગને સૌથી વધુ ફટકો પડ્યો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, જેની છત્ર હેઠળ લગભગ ૫૦૦૦૦૦ રેસ્ટોરન્ટ છે, તેમને માટે આ અભૂતપૂર્વ સમય છે. ભારતમાં મોટાભાગના રેસ્ટોરન્ટ સરકારના હસ્તક્ષેપ વિના ટકી શકશે નહીં, જો આ લોકડાઉન 2020 સુધી પણ ચાલશે. છેલ્લા બે મહિનામાં પહેલીવાર કોરોના વાયરસ સામે લડી રહેલી દુનિયા ધીમે-ધીમે સામાન્ય થઈ રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે. દુનિયાભરના દેશો લોકડાઉનમાં છૂટછાટ આપી રહ્યા છે ત્યારે પરિસ્થિતિ‘સામાન્ય’ થઈ રહી છે.

image source

જો કે, આ છૂટછાટો ચુસ્ત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મળી રહી છે. દુનિયાભરના દેશોમાં ધીમે-ધીમે રેસ્ટોરન્ટ ખુલી રહી છે. જો કે, હવે રેસ્ટોરન્ટમાં જમવાનો અનુભવ પહેલા જેવો નહીં રહે. રેસ્ટોરન્ટ હવે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અને પૂરતી તકેદારી સાથે ખુલ્યા છે. એવામાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં આવા દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં. જુઓ, દુનિયામાં ખુલેલી રેસ્ટોરન્ટની એક ઝલક કેવી હશે તે.

નીચે આપેલી સુવિધાઓ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો અને ત્યાંના સ્ટાફની સલામતી માટે અપનાવવામાં આવશે.

૧. પ્લાસ્ટિક ડિવાઈડર

image source

ટેબલની બંને બાજુએ પ્લાસ્ટિક ડિવાઈડર લગાવાયા છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. ફ્લોરિડાની એક રેસ્ટોરન્ટમાં કપલ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વાઈનની મજા લઈ રહ્યું છે .

૨. માસ્ક અને ગ્લવ્ઝ સાથે રાંધતો કૂક

image source

દુબઈની એક રેસ્ટોરન્ટમાં ગ્લવ્ઝ અને માસ્ક સાથે ભોજન બનાવતો કૂક જોવા મળી રહ્યો છે .

૩. વધુ એક હોટલમાં પ્લાસ્ટિક ડિવાઈડર

image source

યંગૂનની હોટલમાં ટેબલની આસપાસ પ્લાસ્ટિક ડિવાઈડર લગાવાયા છે.

૪. વ્યવસ્થા આ રીતે કરાઈ

image source

મેમોરિયલ ડે પર કેલિફોર્નિયામાં ઘણી રેસ્ટોરન્ટ પૈકી એક બિઝી બી ડાઈનર પણ ખુલી હતી. કેલિફોર્નિયાના વેંચ્યુરામાં આવેલી આ રેસ્ટોરન્ટમાં અમુક જ સંખ્યામાં ગ્રાહકોને પ્રવેશ અપાતો હતો. સ્ટાફ પણ માસ્ક પહેરીને સર્વ કરતો હતો.

૫. ડિસઈન્ફેક્ટન્ટ ટેબલ પર મૂકાયા

image source

ડિસઈન્ફેક્ટન્ટ હોટલ અને રેસ્ટોરન્ટમાં હવે હંમેશા માટે જોવા મળશે. સ્પેનના સેન સેબેસ્ટીયનની એક રેસ્ટોરન્ટમાં લોકો લંચ કરતા જોવા મળ્યા હતા.

૬. ક્વૉરન્ટીન ગ્રીનહાઉસ

image source

નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમમાં ‘ક્વૉરન્ટીન ગ્રીનહાઉસ’ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં મોડલો ક્લાઈન્ટ તરીકે બેઠા છે. ગેસ્ટને આ સુવિધા પસંદ પડશે કે નહીં તેની ટ્રાયલ કરાઈ હતી.

૭. પ્લેક્સિગ્લાસ બબલ

image source

પ્લેક્સ-ઈટ પ્રોટોટાઈપ પ્રમાણે, એક મહિલા પ્લેક્સિગ્લાસ બબલની અંદર ભોજનનો આનંદ લઈ રહી છે. ફ્રાન્સમાં લોકડાઉન પછી રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે પેરિસ નજીક આ પ્રકારની ટ્રાયલ કરાઈ હતી.

૮. બલૂન કરાવે છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન

image source

બેંગકોકની એક થાઈ રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પીગ બલૂન મૂકાયા હતા.

૯. પૂતળા મૂક્યા

image source

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે લીથુઆનીયાની એક રેસ્ટોરન્ટમાં પૂતળા મૂકવામાં આવ્યા હતા.

૧૦. પ્લાસ્ટિક શિલ્ડ

image source

પેરિસની એક રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા ટેબલ ઉપર પ્લાસ્ટિક શિલ્ડ લટકાવાયા હતા.

ભારત હંમેશાં ભાવ-સંવેદનશીલ બજાર રહ્યું છે. કોરોનાવાયરસના લોકડાઉન પછી ફક્ત તે જ રેસ્ટોરંટ ટકી શકે છે જે યોગ્ય કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન પ્રદાન કરવામાં સક્ષમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત