Site icon News Gujarat

ઉત્તરાખંડમાં સ્થાનિકો માટે ખુલ્લા ચારધામ યાત્રાના દ્વાર, આવા છે નવા નિયમો

ઉત્તરાખંડ સરકારે આજથી ભક્તોની મર્યાદિત સંખ્યા નક્કી કરી અને ચારધામ યાત્રા શરુ કરવા લીલીઝંડી આપી છે. નવા નિયમ અનુસાર સરકારે બદ્રીનાથમાં 1200, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 લોકો એક દિવસમાં દર્શન કરે તેવા આદેશ કર્યા છે.

image source

આ મંદિરોમાં દર્શન કરવા આવેલા ભક્તોને સવારે 7થી સાંજે 7 સુધી દર્શન થઈ શકશે. આ સાથે જ નક્કી કરવામાં આવ્યું છે કે 30 જૂન સુધી અહીં માત્ર સ્થાનિક લોકો જ દર્શન કરી શકશે. આ સિવાય યાત્રીઓએ જો અહીં રોકાવું હશે તો તેની વ્યવસ્થા તેમણે જાતે કરવી પડશે. દર્શનમાં ભીડ ન થાય તે માટે અહીં ટોકન સિસ્ટમ શરુ કરવામાં આવશે.

image source

ઉત્તરાખંડ સરકાર અને દેવસ્થાનમ્ બોર્ડે નિર્ણય લીધો છે કે, યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં અન્ય પ્રદેશોના ભક્તોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે. અહીં માત્ર સ્થાનિક લોકોને જ દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. 30 જૂન બાદ અન્ય પ્રદેશોના લોકો માટે અહીંની યાત્રા શરૂ થશે તેવી સંભાવના છે.

image source

જો કે આજે તમને અહીં ચારધામમાંથી એક એવા બદ્રીનાથ ધામ વિશેની એક ખાસ પ્રથા વિશે જાણવા પણ મળશે. બદ્રીનાથધામમાં દર્શન ખુલવાની સાથે ભગવાનને બદ્રીતુલસી અર્પણ કરવામાં આવે છે. આ બદ્રીતુલસી ખાસ છે કારણ કે ભગવાન બદ્રીનાથને તે પ્રિય છે. અહીં આખા મંદિરમાં આ તુલસીની સુગંધ પ્રસરેલી રહે છે. આ તુલસીનો ઉલ્લેખ બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.

image source

એક શ્લોકમાં લખવામાં આવ્યું છે કે આ તુલસીના દર્શન માત્રથી જ બધા પાપનો નાશ થઈ જાય છે. તુલસી સ્પર્શથી દેહને શુદ્ધ કરનારો છે, તેને પ્રણામ કરવાથી રોગને દૂર થાય છે, જળ ચઢાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર કરે છે, તેનો છોડ વાવવાથી ભક્ત ભગવાનની નજીક પહોંચે છે અને ભગવાનના ચરણોમાં તેને અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

image source

આ તુલસી સાથે જોડાયેલી અન્ય એક ખાસ પ્રથા છે. બદ્રીનાથ ભગવાનને રોજ આ તુલસીની માળ ચઢાવવામાં આવે છે. આ માળા ખાસ અહીંના માલ્યા પંચાયત અને બામણી ગામના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ભગવાનની આરતીમાં પણ આ તુલસી અને તેની સુગંધની વાત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version