આ નાનકડાં બાળકની સમજદારીને સલામ છે: ચાર વર્ષની ઉંમરે રસ્તા પર ઉભીને સમજાવી રહ્યું છે ઓક્સિજનનું મહત્વ

કોરોનાએ વિશ્વભરમાં ફરી એકવાર આતંક મચાવ્યો છે. બીજા સ્ટ્રેનમાં વાયરસે પોતાનું પ્રોટીન બંધારણ બદલી નાખ્યું છે જેથી હવે દર્દીઓમાં જોવા મળતાં લક્ષણો પણ બદલાયા છે. આ બીજી લહેરમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે જેથી ઓક્સિજનની અછત સર્જાઈ છે. ડોકટરોનું કહેવું છે કે બીજી લહેરમાં દર્દીનું ઓક્સિજનનું સ્તર ઘટે છે અને બહારથી ઓક્સિજનના અભાવને કારણે તે સમયસર ઓક્સિજન ન મળે તો મૃત્યુ થાય છે. આથી આપણા શરીર માટે ઓક્સિજન કેટલું મહત્વનું છે તે કોરોના વાયરસે સમજાવી દીધું છે.

આ વચ્ચે એક નાનકડાં બાળકે ઓક્સિજનનું મહત્વ સમજાવવા એક અનોખી પહેલ કરી છે જેના વિશે અહીં વાત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ કિસ્સો સુરતનો છે જ્યાં એક નાનકડું બાળક રસ્તા પર ઉભુ રહીને લોકોને ઓક્સિજનનાં મહત્વનો મેસેજ આપી રહ્યું છે. આ બાળકે તેની પીઠ પર ઓક્સિજનની કીટ પહેરી છે જેમાં ઓક્સિજન કઈ રીતે મળે છે અને તેની જાળવણી કરવા આપણે શું કરવું જઈએ તેનો એક ડેમો છે.

image source

સુરતના રસ્તાઓ પર ઉભેલા આ બાળકનું નામ ડીયાંસ દૂધવાલા છે. ડીયાંસની ઉંમર માત્ર ચાર વર્ષનો છે અને આ ઉંમરે તે લોકોને પર્યાવરણ અને ઓક્સિજન અંગે મેસેજ આપી રહ્યો છે. હજુ તો ડીયાંસનાં દૂધિયા દાંત પણ પડ્યાં નથી તે ઉંમરે તે ઓક્સિજન નહીં હોય તો આપણે કઈ રીતે પડી જશું અને કઈ રીતે આપણે જતન કરી શકીએ તે વિશે સમજાવી રહ્યું છે.

આ કોરોના સમયગાળામાં ઓક્સિજનની અછતને સર્જાઈ છે તેથી લોકોને હવે જાગૃત બનાવાની જરૂર છે. જોવા મળ્યું હતું કે આ બાળકનાં માતાપિતા પણ અહીં બાળકની સમજને ટેકો આપવા રસ્તા પર ઉભા છે. આ બાળકનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ છે કે ઝાડ કાપવામાં આવે છે જેના કારણે ઓક્સિજન ઓછું થઈ રહ્યું છે. તેથી લોકોએ વધુને વધુ વૃક્ષો વાવવા જોઇએ કે જેથી કરીને ઓક્સિજન બને અને લોકો સ્વસ્થ જીવન જીવી શકે.

image source

આ ચાર વર્ષનું ભૂલકુ આ રીતે માત્ર સુરત જ નહીં વિશ્વભરમાં સંદેશ આપી રહ્યું છે. રસ્તા પર ઉભા રહીને પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો અને ઓક્સિજન બનાવો જેવા સીધાં અને સરળ શબ્દોથી લોકોને જાગૃત કરી રહ્યો છે. સમજી નથી તે વૃદ્ધાવસ્થાના લોકો પર આધારિત છે. બાળકની આ સમજદારીને લોકો ખુબ વધાવી રહ્યાં છે અને કહી રહ્યાં છે સમજદારી ખરેખર ઉંમરથી નહીં વિચારોથી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!