‘ચીની કમ’ ફિલ્મની નાનકડી બાળકી હવે થઇ ગઇ છે મોટી, જોઇ લો BEFORE AND AFTER તસવીરો

ચીની કમ ફિલ્મની નાનકડી બાળકી થઈ ગઈ છે મોટી – જુઓ તસ્વીરો

image source

ચીની કમ બોલીવૂડની એક ગ્રાઉન્ડબ્રેકિંગ ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક આધેડ વૃદ્ધ પુરષ અને યુવાન સ્ત્રીની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા બુદ્ધદેવ નામના ચરિત્રની આસપાસ ફરે છે. જે એક 64 વર્ષિય વૃદ્ધ શેફ છે અને તે એક 34 વર્ષની યુવાન સ્ત્રી નીનાના પ્રેમમાં પડે છે. અને આ બન્નેની લવ સ્ટોરીમાં ત્યારે ભંગ પડે છે જ્યારે નીનાના પિતા ને ખબર પડે છે કે તેમની પુત્રીનો પ્રેમિ તેના પોતાના કરતા છ વર્ષ મોટો છે.

ફિલ્મ ચીની કમને રિલિઝ થયે 13 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તબ્બુએ મુખ્ય ભુમિકા ભજવી છે. 2007ની 26મી મેએ આ ફિલ્મ રિલિઝ થઈ હતી. અમિતાભ અને તબ્બુ સિવાય આ ફિલ્મમાં એક મહત્ત્વનું પાત્ર ભવ્યું હતું નાનકડી બાળકીએ જેણે પોતાની એક્ટિંગથી લોકોના દીલ જીતી લીધા હતા.

image source

તે બાળ કલાકારનું નામ હતું સ્વીની ખરા. હવે ફિલ્મ રિલિઝ થયાના 13 વર્ષ બાદ તેણી યુવાન બની ગઈ છે. તેણી ઘણી બધી બદલાઈ ગઈ છે. ચીની કમ અમિતાભની ફિલ્મોગ્રાફીની ઉત્તમ ફિલ્મોમાંની એક છે. ખાસ કરીને આ ફિલ્મની સ્ટારકાસ્ટ અદ્ભુત હતી. તબ્બુ, ઝોહરા સેહગલ, પરેશ રાવલ અને સ્વિનિ ખરાએ પોતાના પાત્રોમાં જીવ રેડી દીધો હતો. બીજી બાજુ આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ ખૂબ જ ટાઇટ હતી અને તેનો પ્લોટ પણ સાવ જ અલગ હતો અને તેના હીરોનું એટલે કે અમિતાભ બચ્ચનનું પાત્ર પણ ભારે ટેડુ હતું.

image source

સ્વીની ખરાએ જ્યારે આ ફિલ્મમાં કામ કર્યું ત્યારે તેણી માત્ર 9 વર્ષની હતી. તેણીની અમિતાભ બચ્ચન સાથેની કેમેસ્ટ્રી અદ્ભુત રીતે દર્શાવવામાં આવી હતી. તેઓ કોઈ 9 વર્ષની બાળકી અને 60 વર્ષના પુરુષની જેમ એકબીજા સાથે નહોતા વર્તતા પણ એક મિત્ર તરીકે વર્તતા હતા. અને આ જ પાત્રોની ખાસિયત હતી.

આ ફિલ્મમાં સ્વીનીનું પાત્ર ઘણું નાનું હતું પણ તેણીએ દર્શકો પર પોતાની નોંધનીય છાપ છોડી હતી. આ ફિલ્મમાં તેણીનું પાત્ર એક કેન્સર પેશન્ટનું હતું. તેમ છતાં તેણીને ક્યારેય ઉદાસ નહોતી દર્શાવામાં આવી કે તેને એક દયા ઉપજાવતા ચરિત્ર તરીકે પણ નહોતી દર્શાવવામાં આવી.

image source

સ્વિનિએ ચીની કમ ફિલ્મમાં ‘સેક્સી’ નામનું ચરિત્ર નિભાવ્યું હતું. ફિલ્મમાં સ્વિનિ અમિતાભની પાડોશણ હતી અને તેણી જ તેની એક માત્ર મિત્ર હતી. તેણીનું કેરેટ્ક્ટર સેક્સી એક કેન્સર પેશન્ટ હતી. વાસ્તવમાં અમિતાભ બચ્ચન તેણીને ‘સેક્સી’ કહીને બોલાવતો હતો.

આ ફિલ્મમાં કામ કર્યા બાદ સ્વિનિને ખૂબ ઓળખ મળી હતી. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ચીની કમની ઘણી બધી તસ્વીરો શેર કરી છે. એક બાળ કલાકાર તરીકે સ્વિનીએ ઘણી બધી ફિલ્મો તેમજ ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. સ્વીનીએ ટીવી શોઝ જેવા કે બા, બહુ ઔર બેબી અને દીલ મિલ ગયે તેમજ ઝિંદગી ખટ્ટી મીઠીમાં કામ કર્યું છે.

image source

આ ઉપરાંત તણીએ એક હોલીવૂડ ફિલ્મ આફ્ટર ધ વેડિંગમાં પણ કામ કર્યું છે. બોલીવૂડની વાત કરીએ તો સ્વીનીએ બીજી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે, પરિનીતા, એલાન, કાલો, સિયાસત, પાઠશાલા અને એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી.

સ્વિનિ સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેણી અવાર નવાર પોતાની તસ્વીરો શેર કરતી જોવા મળી છે ક્યારેક ભારતની તસ્વીરો હોય તો ક્યારેક વિદેશની તસ્વીર હોય. તસ્વીરોમાં તેણી પોતાના ફ્રેન્ડ્સ સાથે ફન કરતી જોવા મળે છે.

image source

13 વર્ષમાં સ્વીની કોઈ દીવાની જેમ ઉભરી આવી છે. તાજેતરમાં તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથેની યાદગાર ક્ષણો શેર કરી હતી. તેણે એક તસ્વીર અપલોડ કરી હતી અને લખ્યું હતું. ‘ચીની કમની સફળતા ઉજવી રહ્યા છીએ.’

આટલા વર્ષોના પ્રેમ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અમિત જી સાથે અને બાલ્કી સર સાથે કામ કરવાનો અનુભવ મારા જીવન માટે ખૂબ જ યાદગાર રહ્યો છે. અદ્ભુત જર્ની રહી છે અને તેના માટે હું આભારી છું.

image source

આ ઉપરાંત તેણે લખ્યું છે, ‘આભાર બાલ્કી સર અને અમિતજી મને માર્ગદર્શન આપવા માટે જેથી કરીને હું મારું ઉત્તમ આપી શકું. અને ફિલ્મને બનાવનારી આખી ફિલ્મના મહાન પ્રયાસો માટે પણ ખૂબ ખૂબ આભાર.’

તેણીએ પોતાના માતા પિતા શિલ્પા ખરા અને નીમેશ ખરાનો પણ તેને સતત સપોર્ટ કરવા માટે અને તેણી સાથે રહેવા માટે આભાર માન્યો હતો. ફિલ્મ ચીની કમમાં દરેકે દરેક પાત્ર સામાન્ય ફિલ્મો કરતાં તદ્દન અલગ હતું અને સેક્સીનુ પાત્ર પણ અલગ હતું.

image source

તમને જણાવી દઈએ કે ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેણીએ ધોનીની બહેનનું પાત્ર ભજવ્યું હતું. સ્વિનિ ખરાએ કોમર્સમાં અભ્યાસ કર્યો છે. તેણીએ નર્સી મોન્જી કોલેજમાંથી કોમર્સ અને ઇકોનોમિક્સ કર્યું છે. સ્વિનિ ખરા હાલ લૉ ભણી રહી છે અને તે કાયદામાં જ પોતાની કેરિયર બનાવવા માગે છે. તેણી સોશિયલ મિડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરે છે.

Source: dhumor

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત