કિમોથેરાપી- સર્જરી વગર જ આ યુવાને કેન્સર સામે મેળવી જીત, વાંચો પ્રેરણાદાયક આ યુવાનની કહાની

કેન્સર એક ખતરનાક બીમારી છે. શરીરમાં આ બીમારી વિશે તપાસ કરવામાં પણ લોકો ગભરાય છે પરંતુ તેનાથી ત્યાં સુધી ગભરાવું ન જોઈએ જ્યાં સુધી તે આપણા શરીરને નુકશાન ન પહોંચાડે. શરણ ઇન્ડિયાના ફાઉન્ડર ડોકટર નંદિતા દાસના કહેવા મુજબ કેન્સરથી ડરી જવાને બદલે તેનાથી બચવા અને તેના ઈલાજ બાબતે જાગૃત રહેવાની જરૂર છે. એક્સપર્ટ દ્વારા એ પણ કહેવાયું કે કઈ રીતે માણસ કેન્સરને કુદરતી રીતે પણ કાબુમાં લઇ શકે છે.

image source

ડોકટર નંદિતા દાસે એક સમાચાર ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે કેન્સરથી બચવા માટે સૌથી પહેલા બીમારીના મૂળ કારણને જાણવું જરૂરી છે. સામાન્ય રીતે કેન્સરનો ઈલાજ સર્જરી, કીમોથેરેપી અને રેડિએશન દ્વારા કરવામાં આવે છે જ્યારે આ પ્રકારના ઈલાજની અમુક ખામીઓ પણ હોય છે.

image source

ડોકટર શાહના કહેવા મુજબ પહેલો ઈલાજ એટલે કે સર્જરી કેન્સરને મૂળથી નાબૂદ કરવા માટે સક્ષમ નથી અને માણસ ફરીથી કેન્સરનો શિકાર બની શકે છે. આ જ રીતે કીમિયોથેરેપી પણ એક પ્રકારનું ઝેર જ છે. અનેક કીમિયોથેરેપ્યુટિક એજેન્ટ્સ કાર્સીનોજેન્સ હોય છે છતાં ડોકટરો તેનો ઉપયોગ કેન્સરના ઈલાજ તરીકે કરે છે.

image source

ડોકટર શાહે જણાવ્યું કે કેન્સર સેલ્સ ઝડપથી વિકસિત થતા હોય છે અને કીમોથેરેપી આ સેલ્સને ઝડપથી નાશ કરવાનું કામ કરે છે. જો કે કીમોથેરેપી બાદ માણસનું બ્લડ કાઉન્ટ ઘટી જાય છે અને શરીરના બધા ભાગોમાંથી વાળ ખરવા લાગે છે, ભૂખ ઓછી થઈ જાય છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ ખરાબ થઈ જાય છે. આ બધું એટલા માટે થાય છે કારણ કે કીમિયોથેરેપ્યુટિક એજેન્ટ્સ આંતરડાની અંદર માઈક્રોબાયલ ફ્લોરાને નષ્ટ કરી દે છે.

image source

એક કીમોથેરેપી દર્દીને દસ એન્ટિબાયોટિક એક સાથે આપવા બરાબર છે. અને તમે તે સારી રીતે જાણતા હશો કે એન્ટિબાયોટિક લેવાથી શરીરમાં કેટલું નુકશાન થાય છે. એ સિવાય કેન્સરમાં રેડિએશન દ્વારા ઈલાજ પણ જોખમભર્યું છે. એક્સપર્ટ કહે છે કે હાઈ એનર્જી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન પણ કેન્સરનું એક કારણ હોય શકે છે.

image source

ડોકટર નંદિતા શાહ કહે છે કે આ પ્રકારના ઇલજને સંપૂર્ણ રીતે ટાળવું સંભવ નથી. જો કે તેને મીનીમાઇઝ કરવું જરૂરી છે. આ માટે અમુક એવા કેન્સર સર્વાઇવર્સથી પ્રેરણા લેવી જોઈએ જેઓએ આ બીમારીને હરાવી હોય. ડોકટર નંદિતા શાહે આ વિષયમાં ક્રિસ બીટ કેન્સરના લેખક ક્રિસ વોર્કનો ઉલ્લેખ પણ કર્યો છે.

image source

ક્રિસ વોર્ક કોલોરેકટલ કેન્સર પીડિત હતો અને તે યુવાન હતો. નવા નવા લગ્ન થયા હતા અને તે પિતા બનવા માંગતો હતો. ક્રિસ મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા આ બીમારીનો ઈલાજ કરાવવા નહોતો માંગતો જેથી તેણે કેન્સરને હરાવવા માટે એક અલગ જ રસ્તો અપનાવ્યો જે વિશ્વભરમાં અનેક લોકો અપનાવે છે.

image source

ક્રિસે પોતાની ડાયટમાં તાજા શાકભાજી અને ફળોનું સેવન કરવાનું શરૂ કરી દીધું. તેણે કાચું બકાલુ ખાવાનું પણ શરૂ કર્યું. નોંધનીય છે કે માનવ સિવાય વિશ્વમાં બધી પ્રજાતિઓ શાકભાજી કાચું જ ખાય છે.

image source

એ ઉપરાંત ક્રિસે રિફાઇનરી પ્રોડક્ટ્સથી એકદમ અંતર રાખ્યું. સુગર, સફેદ લોટ, સફેદ ચોખા, અને બધા પ્રકારના રિફાઇનરી તેલ તેની ભોજનની થાળીમાંથી દુર કરી દીધા હતા. ક્રિસે એનિમલ પ્રોડક્ટ લેવાનું પણ સદંતર બંધ કરી દીધું.

image soucre

ક્રિસની લાઈફ સ્ટાઇલમાં અચાનક ઘણો ફેરફાર આવી ગયો હતો અને તે ધીમે ધીમે પોતાના લક્ષ્ય નક્કી કરી રહ્યો હતો. કેન્સરથી લડતા લડતા ક્રિસે પોતાના અનુભવને શબ્દોમાં પરિવર્તન કરવાનું શરૂ કર્યું અને તેણે કેન્સર પર આખી કહાની લખી નાખી. ક્રિસ આજે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેના બે બાળકો પણ મોટા થઈ ગયા છે.

image source

ડોકટર શાહ કહે છે કે ક્રિસની રિકવરી પાછળ તેનો મજબૂત ઈરાદો હતો જેણે તેને બીમારી સામે શરણાગતિ ન સ્વીકારવા દીધી. સામાન્ય રીતે જ્યારે માણસને કેન્સર થાય છે ત્યારે તેના મનમાં પહેલો વિચાર એ જ આવે છે જે મારી સાથે આવું કેમ થયું ? જ્યારે આવી બીમારી થવામાં આપણે સ્ટેટ ઓફ માઈન્ડ ચેન્જ કરવાની જરૂર હોય છે. આરામ, તણાવ, કસરત, ખાનપાન અને લાઈફ સ્ટાઇલમાં ફેરફાર દ્વારા કેન્સરને આગળ વધતું અટકાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!