ચેંતજો! આ ભાઈને ખબર જ નહોતીને બેંકમાં ખાતું ખુલી ગયું, બેંક લાખોની લોન આપવા તૈયાર

લો બોલો…જેનું આધારકાર્ડ છે એને તો ખબર પણ નથી કે બેંકમાં એનું ખાતું છે, અને પાછા લાખોની લોન આપવા પણ થઈ ગયા તૈયાર. જો તમારા અગત્યના દસ્તાવેજ કોઈના હાથમાં આવી જાય તો……. તો એ કેટલું ખતરનાક બની શકે એનો તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય. તમારા આ દસ્તાવેજ પરથી તમારા નામે બેંકમાં ફેક એકાઉન્ટ ખુલી શકે છે અને એ એકાઉન્ટ દ્વારા કરોડોના ટ્રાન્સએક્શન થઈ શકે છે.

આવા ફેક અકાઉન્ટ ખોલનારા વિવિધ બેન્કોના એજન્ટ અને ફાઇનાન્સ કંપનીઓના પ્રતિનિધિઓનું દિવ્યભાસ્કરે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. અને એ દરમિયાન આ એજન્ટ ખૂબ જ સરળતાથી અકાઉન્ટ ખોલવા તૈયાર થઇ ગયા એટલું જ નહીં લોન આપવા પણ તૈયાર થઇ ગયા.

image source

તમને જણાવી દઈએ કે આ એજન્ટો કોઇ વેરિફિકેશન વિના ગમે તેના આધારકાર્ડ કે પાનકાર્ડ સાથે આ કામ કરી રહ્યા છે. અને બેન્કો પણ કોઈપણ જાતની ચકાસણી કર્યા વિના બસ વધુ ને વધુ ગ્રાહકો બનાવવાના ચક્કરમાં આવા એજન્ટો મારફત ધડાધડ બેન્ક અકાઉન્ટ ખોલી રહી છે.

ફાઇનાન્સ કંપનીઓના એજન્ટો પણ જે-તે વ્યક્તિના વેરિફિકેશન વિના લોન આપવા તૈયાર થઇ જાય છે. આ સમગ્ર ફેક એકાઉન્ટ દરમિયાન બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ બોગસ મોબાઇલ નંબર પર ઓટીપી લઇને સમગ્ર પ્રક્રિયાને અંજામ આપે છે, જ્યારે પ્રક્રિયા એ છે કે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ ફિઝિકલી વેરિફિકેશન વિના બેન્ક અકાઉન્ટ ન ખોલી શકે અને લોન પણ ન આપી શકે.

image source

સુરતમાં આવા ઘણા કિસ્સા બન્યા છે, જેમાં આરોપીઓએ અન્યના આધારકાર્ડનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં જઇને લોન લઇ લીધી હોય. પાંડેસરા પોલીસ મથકમાં નોંધાવામાં આવેલી એક ફરિયાદ અનુસએ, આરોપીએ આ ડમી આધારકાર્ડ પર ઇલેક્ટ્રોનિક્સની ઘણી વસ્તુઓ લીધી. લોનના હપતા ન ભરતાં કંપનીએ નોટિસ પાઠવી ત્યારે આ છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો.

ચાલો જોઈ લઈએ સ્ટિંગ ઓપરેશનમાં શુ વાત થઈ.

  • રિપોર્ટર : હેલો, મારે મારા કારીગરનું બેન્ક ખાતું ખોલાવવું છે. એજન્ટ : ઠીક છે, પણ સંબંધિત વ્યક્તિએ બેન્કમાં આવવું પડશે, દસ્તાવેજ પણ જોઈશે.
  • રિપોર્ટર : દસ્તાવેજ તો મળી જશે, પણ વ્યક્તિ નહીં આવી શકે. એજન્ટ : ના એવું શક્ય નથી, તેના વિના ખાતું નહીં ખૂલી શકે. રિપોર્ટર : સૉરી, તે નહીં આવી શકે, કોઈ મદદ કરી શકતા હોવ તો કરો.
  • એજન્ટ : ઠીક છે, આધારકાર્ડનો ઓટીપી મોકલી આપજો, હું કરાવી આપીશ, પણ એટીએમ, ચેકબુક ઘરે મગાવવા 180 રૂપિયા આપવા પડશે.
  • રિપોર્ટર : ઠીક છે, ચાલશે.
  • એજન્ટ : તમે વ્હોટ્સએપ પર તમામ દસ્તાવેજ મોકલી આપો, હું જોઈ લઈશ.
  • રિપોર્ટર : ઠીક છે, હું મોકલી આપીશ.
  • એજન્ટ : પણ તેનો મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી આપવાં પડશે.
  • રિપોર્ટર : મોબા. અને ઈ-મેલ આઈડી અમારું જ આપી દો.
  • એજન્ટ : કોઈ વાત નહીં, ચાલશે. પણ કોઈને કહેતા નહીં અને બેન્કથી ફોન આવે તો તમે વાત કરી લેજો.
  • રિપોર્ટર : ઠીક છે, હું જોઈ લઈશ.
  • એજન્ટ : તો ઠીક છે બેન્ક ખાતું 10 મિનિટમાં ખૂલી જશે.
  • રિપોર્ટર : એટીએમ-ચેકબુક માટે શું કરવું પડશે?
  • એજન્ટ : નજીકની કોટક મહેન્દ્રા બેન્કની બ્રાન્ચમાં જઇને તમારા કરન્ટ રેસિડેન્શિયલ દસ્તાવેજ આપવા પડશે અને ચેકબુક અને એટીએમ તમારા સરનામા પર જ આવશે.

(તમને જણાવી દઈએ કે આ સ્ટિંગ ઓપરેશન કરનારે બેન્ક ખાતું પહેલાંથી જ ખોલાવ્યું હતું, જેમાં એમનો મોબાઈલ નંબર છે, એટલે પૈસા તેમાં જ આવશે. આવું ખાતું નહીં હોય તો લોન નહીં મળે પણ ખરીદી કરી શકાય છે.)

image source

બસ, આધારકાર્ડ આપી દો, 2 લાખ સુધીની લોન આપી દઈશું, તમને પણ કમિશન મળી જશે

  • રિપોર્ટર : હેલો, મને લોન જોઈએ છે, મળશે?
  • એજન્ટ : હા, કેટલાની લોનની જરૂર છે?
  • રિપોર્ટર : વધારે નહીં.
  • એજન્ટ : ઠીક છે, પણ આધારકાર્ડ, પાનકાર્ડ, બેન્ક સ્ટેટમેન્ટ અને એડ્રેસ પ્રૂફ જોઈએ.
  • રિપોર્ટર : પાન અને આધારકાર્ડ તો મળી જશે, પણ બાકી દસ્તાવેજ નથી, કેમ કે જેને લોન લેવી છે, તેનું અકાઉન્ટ નથી.
  • એજન્ટ : તેના વિના લોન મુશ્કેલ છે.
  • રિપોર્ટર : કોઈ વાત નહીં. મારો એક મિત્ર કરાવી આપે છે, એટલા માટે મને લાગ્યું કે તમે પણ કરાવી આપશો.
  • એજન્ટ : થોડોક રોકાઈને! તમે પણ આ કામ કર્યું છે, તમને તો ખબર જ હશે.
  • રિપોર્ટર : હા, પણ હાલમાં તમે ના પાડી રહ્યા હતા એટલે દબાણ નથી કરી રહ્યો.
  • એજન્ટ : એવું નથી, જે છે એ કહી રહ્યો છું.
  • રિપોર્ટર : તો તમને કમિશન જોઈતું હોય તો કહી દો, હું બીજાને આપતો હતો.
  • એજન્ટ : ઠીક છે, ચાલો થઈ જશે.
  • રિપોર્ટર : તો આધારકાર્ડ પર કામ થઈ જશે કે શું?
  • એજન્ટ : હા, થઈ જશે, પણ પાનકાર્ડ પણ જોઈએ. વ્યક્તિ નહીં હોય તોપણ ચાલશે. ફક્ત બેન્કમાંથી જે મોબાઈલ નંબર લિન્ક છે એના પર એક ઓટીપી આવશે, જે આપવો પડશે.
  • રિપોર્ટર : ઠીક છે તો તેને કેટલું જણાવું કમિશન?
  • એજન્ટ : તમને જોઈએ તો એમાંથી 2 હજાર, જો ના તો 1 હજાર મને આપી દેજો.
  • રિપોર્ટર : ઠીક છે. લોન કેટલી થશે.

(તમને જણાવી દઈએ કે એજન્ટે ઘણીવાર પુરાવા માગ્યા, પણ જરૂર ન હોવાથી લોન ન લીધી. આ ઉપરાંત તમામ એજન્ટ બેન્કના કર્મચારી નથી, પણ ફાઈનાન્સ કંપની સાથે જોડાયેલા છે).

image source

આ સમગ્ર ઘટના કેટલી ખતરનાક છે ચાલો એ જોઈ લઈએ. સુરતના સહરા દરવાજા વિસ્તારમાં રહેતી લલિતા સંજય ચૌબેએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનું આઇડીબીઆઇ બેન્કમાં ખાતું ખોલીને તેના દ્વારા કરોડો રૂ.ના ટ્રાન્ઝેક્શન કરાયા છે. જે બ્રાન્ચમાં તેનું ખાતું છે ત્યાં તે ક્યારેય ગઇ નથી કે પછી એમને ત્યાં ખાતું પણ નથી ખોલાવ્યું.

આ ઉપરાંત સચિનમાં સતીશ શર્મા નામની વ્યક્તિ સહિત કુલ 14 લોકોનાં બેન્ક અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતાં. અને જેમના નામે અકાઉન્ટ હતાં તેમને કઈ જ ખબર ન હોવા છતાં તેમના નામના એકાઉન્ટમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન થયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!