Site icon News Gujarat

ચેતવા જેવો કિસ્સો : કાનપુરમાં ઓનલાઈન ગેમ રમતા બાળકને છેતરી 5 લાખ લઈ લેવાયા

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઓનલાઇન ગેમ રમતા રમતા એક બાળક સાયબર ફ્રોડનો શિકાર થઈ ગયો હતો અને તેની મોટી રકમ છેતરપીંડી કરી ચાઉં કરી લેવામાં આવી હતી. આ સાયબર ક્રાઈમમાં સગીર બાળકને ગેમના સ્ટેજને અનલોક કરી આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ માટે બાળકે છેતરપીંડી આચરનાર અજાણ્યા વ્યક્તિના ખાતામાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે આ બાબતે સગીર બાળકના પિતાને જાણ થઈ ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતાં.

શું છે આખો કિસ્સો

image source

અસલમાં કાનપુરમાં એક વેપારીનો સગીર બાળક ઓનલાઇન ગેમના ચક્કરમાં એવો ફસાઈ ગયો કે તેણે પોતાના પિતાના બેંક અકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા જેવી મસમોટી રકમ એક અજાણ્યા વ્યકતીના ખાતાના ટ્રાન્સફર કરી દીધા હતા. આ દરમિયાન જ્યારે બાળકે એ અજાણ્યા વ્યક્તિ પાસે પોતાના પૈસા પરત લેવા વાત કરી તો તે વ્યક્તિએ સુસાઈટ કરવાની ધમકી આપી. આ દરમિયાન બાળકના પિતાને જ્યારે તેના બેંક અકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયાની રકમ અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થયાની જાણ થઈ તો તેણે આ બાબતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.

બાળકે ટ્રાન્સફર કરી દીધા હતા પાંચ લાખ રૂપિયા

image source

કાનપુરના નબાબગંજ નિવાસી ચંદ્રશેખરના બેંક ખાતામાંથી પાંચ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એક ખાતામાં કરવામાં આવ્યું હતું. આ રકમ વિસ દિવસોમાં ધીમે ધીમે ટ્રાન્સફર થઈ હતી. આ સાથે ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન તેણે પોતાનું ક્રેડિટ કાર્ડ કોઈ બહારના વ્યક્તિને નહોતું આપ્યું. જ્યારે તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના સગીર વયના દીકરાએ જ આ રકમ ટ્રાન્સફર કરી હતી.

ગેમ અનલોક કરવાનાબહાને કરાઈ હતી છેતરપીંડી

image source

ભોગ બનનાર બાળકે જણાવ્યું હતું કે તે મોબાઈલ પર ફ્રી ફાયર ગેમ રમી રહ્યો હતો અને તે બે સ્ટેજ બાદ લોક થઈ ગઈ હતી. લોક ખોલાવવા માટે તેણે યુટ્યુબ પરથી એક નંબર મેળવ્યો હતો જેમાં ગેમ અનલોક કરવા માટે પહેલા 750 રૂપિયા અને બાદમાં ધીરે ધીરે 20 દિવસમાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

બાળકને મળતી હતી ધમકી

image source

છેતરપીંડી કરીને પૈસા પડાવી લેનાર અપરાધીએ બાળક પાસેથી ધીમે ધીમે કરીને રકમ કઢાવી લીધી હતી. આ દરમિયાન જ્યારે બાળકે જ્યારે તેને પૈસા પરત કરવાની વાત કરી તો તેણે બાળકને સુસાઈટ કરવાની ધમકી આપી હતી. તેણે બાળકને એમ કહ્યું કે જો તે પૈસા માંગશે તો તે સુસાઈટ કરી નાખશે અને તેને ફસાવી દેશે.

પોલીસે તપાસ શરૂ કરી

image source

આ.ઘટનાક્રમ બાદ બાળક પાસેથી પુરી માહિતી મેળવી તેના પિતાએ કમિશ્નરેટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસ ઉપાયુક્તએ જણાવ્યું હતું કે ફરિયાદ બાદ આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ જે ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા તેને ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આરોપીને પણ પકડી લેવામાં આવશે. આ સાથે એ બાળકોના પરિવારજનોને સતર્ક રહેવાની સલાહ આપી છે જેમના બાળકો ઓનલાઇન ગેમ રમવાની આદત ધરાવે છે.

Exit mobile version