Site icon News Gujarat

આ તારીખે છે છઠપૂજા, આ રીતે કરશો પૂજા તો ક્યારે ઘરમાં નહિં ખૂટે ધન, સાથે જાણો મહત્વ વિશે પણ

20 નવેમ્બરના દિવસે છઠ પૂજા કરવામાં આવી રહી છે. આ દિવસે કેટલીક ખાસ સામગ્રી સાથે તેમની પૂજા કરવામાં આવે છે. આ ખાસ પૂજાથી સંતાન પ્રાપ્તિ અને ધનલાભની શક્યતાઓ વધે છે. આ પૂજામાં છઠ માતા માટે વ્રત રખાય છે અને સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે. આ દિવસે શારીરિક અને માનસિક શુદ્ધતાનું ખાસ ધ્યાન રખાય છે. છઠ પૂજાના દિવસે ન્હાય અને ખાયનું માહાત્મ્ય હોય છે.

image source

આ રીતે કરો છઠ પૂજા

image source

પીળા રંગના સિંદૂરનું અનેરું મહત્વ છે

છઠ પૂજા દરમિયાન મહિલાઓ પીળા રંગનું અને ઘાટું સિંદૂર લગાવે છે. આમ કરવાથી તેમના પર છઠ માતાની કૃપા અને સૌભાગ્ય અખંડ રહે છે. કહેવાય છે કે સિંદૂર જેટલું લાંબું હોય છે પતિની ઉંમર તેટલી જ વધુ હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ આ રીતે સિંદૂર ભરીને છઠ માતાની પૂજા કરે છે અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે. આ સાથે 36 કલાકનું નિર્જળા વ્રત પણ કરે છે અને તેમના ઉપવાસથી ભગવાન પ્રસન્ન થાય છે અને મનોકામના પૂરી કરે છે.

image source

જાણી લો કોણ છે છઠ માતા

છઠ માતાને સૂર્યદેવની બહેન માનવામાં આવે છે. સાથે જ તેમને ભગવાનની પુત્રી દેવસેના કહેવાય છે. તે પ્રકૃતિની મૂળ પ્રવૃત્તિના છઠ્ઠા અંશમાંથી જન્મી છે માટે પણ તેને ષષ્ઠી કહેવામાં આવે છે. આ જ કારણ છે કે કાર્તિક શુક્લની છઠના દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. છઠ માતાની પૂજાથી ઘરમાં ધનલાભ થાય છે અને સંતાન મેળવવા માટે પણ આ ખાસ પૂજા કરાય છે.

image source

આવું છે છઠ પૂજાનું મહત્વ

ભગવાન ભાસ્કરની આરાધનાનું પર્વ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે. ચૈત્ર શુક્લની ષષ્ઠી અને કાર્તિક શુક્લની ષષ્ઠી. ચૈત્ર મહિનાની છઠ ઘણા ઓછા લોકો કરે છે. પણ કાર્તિક શુક્લ છઠને તહેવારના સ્વરૂપે ઉજવવામા આવે છે. કેટલીક જગ્યાઓએ આ પૂજા 4 દિવસ સુધી પણ ચાલે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version