કોરોનાના વેકેશનમાં મશગુલ કોલેજીયનો માટે મહત્વના સમાચાર, તમામ યુનિવર્સિટીઓ આ તારીખ પહેલાં પરીક્ષાઓ લેશે

આખુય વિશ્વ અત્યારે જ્યારે કોરોના સામે લડી રહ્યું છે. એવા સમયે સૌથી વધારે નુકશાન દેશમાં કોઈને પડ્યું હોય તો એ આપણી એજયુકેશન સીસ્ટમ છે. કોરોના વાયરસ માટે અપાયેલા શરૂઆતી લોકડાઉનથી જ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. તમામ પ્રકારના અભ્યાસ પણ હવે ઘરેથી જ પૂર્ણ કરાવવામાં આવી રહ્યા છે. આવા સમયે કોલેજની અંતિમ પરીક્ષાઓ પણ અટકીને રહી ગઈ છે. આ દરમિયાન હવે રાજ્યના શિક્ષણ વિભાગે પણ તમામ યુનિવર્સિટીને સપ્ટેમ્બર માસ સુધીમાં પરીક્ષાઓ પૂર્ણ કરવા માટેનો આદેશ આપી દીધો છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટેની તૈયારીઓ હવે શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષાઓ છેલ્લા દિવસે રદ કરી દેવામાં આવી હતી.

Image Source

યુનિવર્સિટી – કોલેજોને અંતિમ પરીક્ષા લેવાની છૂટ

પરીક્ષા લેવા અંગે ચાલતી ચર્ચાઓનો અંત લાવતા હવે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીઓ તથા કોલેજોને વર્ષની અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવા માટેની છૂટ આપી દીધી છે. આ મંજૂરીના ભાગરૂપે હવે ગુજરાતમાં પણ મોકુફ રાખવામાં આવેલી તમામ ફાઈનલ પરીક્ષાઓ લેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અને હવે સપ્ટેમ્બ૨ માસના અંત સુધીમાં રાજ્ય ભરમાં આ તમામ પરીક્ષા પૂર્ણ કરીને દિવાળી બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એવા આયોજનો સાથે રાજ્ય સ૨કા૨ પણ આગળ વધી ૨હી છે.

Image Source

સ્નાતક માટે બીજા અને ચોથા સેમની પરીક્ષા 

પરીક્ષાઓની ચર્ચાઓ વચ્ચે લેવાશે કે નહી એ બાબતે રાજ્ય સરકારે હવે આ નિર્ણય લેવા અંગે કોલેજોને જણાવી દીધું છે. તેમજ આ તમામ અંતિમ પરીક્ષાઓ સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવા આદેશ પણ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્નાતક કક્ષાએ છેલ્લા સેમેસ્ટર તેમજ પોસ્ટ ગ્રેજ્યુશનમાં બીજા તેમજ ચોથા સેમની પરીક્ષાના નિર્ણય લેવા યુનીવર્સીટીઓને લેવા સૂચવ્યું છે.

Image Source

તેમજ અંડર ગ્રેજ્યુએટની છેલ્લા સેમેસ્ટરની તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં બીજા અને ચોથા સેમેસ્ટ૨ની પરીક્ષા આ દરમિયાન લેવાશે. આ બધી જ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી લેવામાં આવશે. આ સિવાય અન્ય પરીક્ષાઓ માટે UGC દ્વારા કોલેજો અને યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન અને અગાઉના સેમેસ્ટ૨ની પરીક્ષાઓના આધારે જ પાસ કરી દેવા માટે જણાવ્યું છે.

Image Source

ઓનલાઇન અને ઑફલાઈનના એમ બે વિકલ્પ

સરકારશ્રીના ધારા ધોરણો મુજબ આ પરીક્ષાના આયોજન સમયે પણ કોરોના સંક્રમણને અટકાવવા માટેના તમામ જરૂરી નિર્દેશોનું યુનીવર્સીટીએ પાલન કરવાનું રહશે. સરકારના આદેશ પ્રમાણે UGC અને રાજ્યોમાં ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને પરીક્ષા માટે સાવચેતી સહીત આયોજન કરવાનું યુનીવર્સીટીને સૂચવવામાં આવ્યું છે.

Image Source

જો કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બે વિકલ્પો આપવા અંગે પણ શિક્ષણ વિભાગે સુચન કર્યું છે. આ આયોજન પ્રમાણે પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીને ઓનલાઇન અને ઑફલાઈનના એમ બે પ્રકારના વિકલ્પ આપવામાં આવશે. તેમજ એમની પસંદગી પ્રમાણેના માધ્યમથી વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત