Site icon News Gujarat

જાણો છેલ્લા 26 દિવસમાં કેટલા રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણી લો આજના નવા ભાવ

26 દિવસમાં આજે ફરી વધી પેટ્રોલ-ડીઝલની કિંમત, ગુજરાતના મુખ્ય શહેરોના જાણો ભાવ

આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલમાં 25 પૈસા, ડીઝલમાં 13 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 26 દિવસમાં પેટ્રોલ રૂ.6.34 મોંઘુ થયું છે. કેટલાક શહેરોમાં, લિટર દીઠ રૂ. 107 નું વેચાણ થઇ રહ્યું છે. આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.66 રૂપિયા અને ડીઝલની કિંમત 87.41 રૂપિયા પહોંચી છે.છેલ્લા મહિલામાં જેટલા કેસ વધી રહ્યા હતા તેના કરતા ઓછા કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને અનેક રાજ્યમાં અનલોક જાહેર કરી દેવામાં આવતા પેટ્રોલ ડીઝલની માંગમાં વધારો થયો છે.

image source

દેશભરમાં આજે ફરી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.પેટ્રોલમાં પ્રતિ લિટરે 25 પૈસાનો વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે 13 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આંતરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં છેલ્લા ત્રણ વર્ષની સપાટીએ પહોંચી ગયા છે. કોરોના નવા કેસમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા મહિલામાં જેટલા કેસ વધી રહ્યા હતા તેના કરતા ઓછા કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને અનેક રાજ્યમાં અનલોક જાહેર કરી દેવામાં આવ્યું છે.

આંતરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા

image source

અનલોક કરાતા પેટ્રોલ ડીઝલની માંગમાં વધારો થયો છે. જેને કારણે દુનિયાભરમાં ક્રૂડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ કોરોના કેસમાં ઘટાડો થતો હોય તેવું વર્તાઈ રહ્યું છે. જેના લીધે પણ પેટ્રોલની માંગમાં ધરખમ વધારો થયો છે. જેને લઈને તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 25 પૈસાનો વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલમાં પ્રતિ લીટરે 13 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલમાં હવે 96.66 રૂપિયા પ્રતિ લિટરનો વધારો

image source

આ ભાવ વધારો લાગુ થતા પેટ્રોલમાં હવે 96.66 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ડીઝલમાં 13 પૈસાનો વધારો કરાતા હવે ડીઝલનો નવા ભાવ 87.41 પ્રતિ લિટર, આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.66 રૂપિયા છે તો ડીઝલનો ભાવ 87.41 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 102.82 રૂપિયા તો ડીઝલનો ભાવ 94.84 રૂપિયા જોવા મળી રહ્યો છે. ચૈનઈમાં પેટ્રોલનો ભાવ 97.91 રૂપિયા થયો છે તો 94.04 રૂપિયા ડીઝલનો ભાવ થયો છે તો કલકત્તામાં પણ પેટ્રોલ અને ડીઝલ.

26 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6.34 રૂપિયાનો વધારો

image source

છેલ્લા 26 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6.34 રૂપિયાનો વધારો થયો છે અને હજુ પણ ભાવ વધારો થવાની શકાયતાઓ જોવાઈ રહી છે. છેલ્લે માર્ચ અને એપ્રિલ મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે લઈ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તે બાદ હજુ સુધી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

આજના પેટ્રોલ ડીઝલના નવા ભાવ

image source

આ શહેરોમાં પેટ્રોલ 105 રૂપિયાને પાર કરી ગયું

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ .107.79 અને ડીઝલ રૂ .100.51 પ્રતિ લિટર તો મધ્યપ્રદેશના અનુપનગરમાં પેટ્રોલ રૂ .107.43 અને ડીઝલ 98.43 રૂપિયા પ્રતિ લિટર છે . રીવામાં પેટ્રોલ રૂ .107.07 અને ડીઝલ 98.10 રૂપિયા પ્રતિ લિટર .ભોપાલમાં પેટ્રોલ રૂ .104.85 અને ડીઝલ 96.05 રૂપિયા પ્રતિ લિટર પરભણીમાં પેટ્રોલ રૂ. 105.16 અને ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version