છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાય આટલા બધા કેસ, આંકડો જાણીને ફાટી જશે આંખો, અમારી અપીલ ઘરમાં રહો..સુરક્ષિત રહો…

કોરોના અપડેટ્સ: છેલ્લા 24 કલાકમાં 3 લાખ 68 હજાર નવા કેસ નોંધાયા, 3417 લોકોના મોત!

આખો દેશ કોરોના મહામારી સામે જજૂમી રહ્યો છે. રાજ્યના હાલ પણ બેહાલ બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,00,732 લોકો ઠીક પણ થયા છે.

image source

Coronavirus Cases in India Today: દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે કેસ ઘટીને ત્રણ લાખ 68 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યરે એક જ દિવસમાં 3417 લોકોના મોત થયા છે. જ્યરે 3 લાખ 732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

એક્ટિવ કેસ 34 લાખને પાર

image source

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,00,732 લોકો ઠીક પણ થયા છે.

  • • કુલ કેસ- એક કરોડ 99 લાખ 25 હજાર 604
  • • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 62 લાખ 93 હજાર 003
  • • કુલ એક્ટિવ કેસ – 34 લાખ 13 હજાર 642
  • • કુલ મોત – 2 લાખ 18 હજાર 959
image source

15 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 71 લાખ 98 હજાર 207 ડોઝ આપવામાં આવ્યા છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

image source

રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *