જાણી લો તાલુકા વાર 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ…

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં હળવોથી – ધોધમાર વરસાદ – જામજોધપુરમાં ખાબક્યો 3.2 ઇંચ વરસાદ

સમગ્ર દેશમાં ચોમાસાની સિઝન બેસી ગઈ છે, મુંબઈમાં વરસાદના રેકોર્ડ તૂટી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ પહેલાં હવામાન વિભાગ દ્વારા 18મી જુલાઈ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. અને ખાસ કરીને ગુજરાતના સમુદ્રિ વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

image source

આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના લગભગ 139 જેટલા તાલુકાઓમાં હળવાથી અતિભારે વરસાદી ઝાપટા પડી ગયા છે. આ બધામાં સૌથી વધારે વરસાદ જામનગરના જામજોધપુર ખાતે પડ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વળી ગાંધીનગર, સિદ્ધપુર તેમજ કપડ વંજમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાઈ ગયો છે.

image source

આ ઉપરાંત બાકીના કેટલાક તાલુકાઓમાં સામાન્ય જેટલો વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા, દસ્ક્રોઈ, મોરવા હડફ, તળાજા, દસક્રોઈ, તળાજા તેમજ દસક્રોઈમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.

રાજ્યમાં 12 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો

image source

ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યના લગભગ 12 તાલુકાઓમાં 3.2 ઇંચથી 1 ઇચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. તો 52 જેટલા તાલુકાઓમાં લગભગ 10 મીલીમીટરથી 24 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 75 તાલુકાઓમાં 10 મીલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે.

ચાલો જાણીએ તાલુકા વાર 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો

image source

ઉપર જણાવ્યું તેમ જામનગરના જામજોધપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 3.2 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યાર બાદ પાટણના સિદ્ધપુર તાલુકામાં 1.7 ઇંચ વરસાદ પડી ગયો. ગાંધીનગર જિલ્લાનાના ગાંધીનગર ખાતે 1.6 ઇંચ વરસાદ, ખેડાના કપડવંજ તેમજ કઠલાલ તાલુકામાં અનુક્રમે 1.6 ઇંચ અને 1.4 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડી ગયો. બનાસ કાંઠાના દાંતીવાડા 1.3 ઇંચ વરસાદ પડી ગયો.

image source

પાટણના સરસ્વતી તાલુકામાં 1.3 ઇંચ વરસાદ પડી ગયો. દાહોદના ફતેપુરામાં પણ 1.3 ઇંચ વરસાદ પડ્યો. બનાસકાંઠાના પાલનપુર ખાતે છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાઈ ગયો. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 1.2 ઇંચ વરસાદ પડ્યો. અમદાવાદના સાણંદ તાલુકામાં પણ 1.1 ઇંચ વરસાદ ગઈ રાત્રીએ પડી ગયો. ત્યાર બાદ છોટાઉદેપુરના નસવાડીમાં પણ 1.1 ઇંચ વરસાદ પડ્યો.

image source

આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતથી જ ધમકેદાર વરસાદ શરૂ થઈ ગયો છે. તેમાં પણ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર ખાતે પડી રહ્યો છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝનનો પુષ્કળ વરસાદ પડી ગયો છે જો કે હજુપણ રાજ્યના કેટલાક એવા વિસ્તાર છે જ્યાં મેઘરાજાએ પોતાની મહેરબાની નથી દર્શાવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત