આ મહિલા પાંચ મહિનાથી છે કોરોના સંક્રમિત, 30-32 વાર નહિં પણ આટલી બધી વખત કરાવ્યા કોરોના ટેસ્ટ અને તમામ ટેસ્ટ આવે છે પોઝિટિવ

ભરતપુરની એક મહિલાને છેલ્લા પાંચ મહિનાથી કોરોના વાયરસથી સંક્રમિત સામે આવી રહી છે; ૩૧ વાર ટેસ્ટ કરાવ્યા, હોવા છતાં બધી જ વખતે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા.

-આ મહિલાનો પ્રથમ ટેસ્ટ તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.

-ત્યાર બાદ 14 RT- PCR અને ૧૭ રેપીડ એંટીજન ટેસ્ટ સતત પોઝેટીવ આવી રહ્યા છે.

સાધારણ રીતે કોરોના વાયરસનું સંક્રમણ શરીરમાં ૧૪ દિવસમાં જ સમાપ્ત થઈ જાય છે. પણ રાજસ્થાન રાજ્યના ભરતપુરમાં રહેતી મહિલા છેલ્લા પાંચ મહિનાથી કોરોના વાયરસથી સંક્રમિત સામે આવ્યા છે. ભરતપુરના અપના ઘર આશ્રમમાં રહેતા ૩૦ વર્ષની ઉમર ધરાવતા શારદા દેવીના અત્યાર સુધીમાં ૩૧ વાર ટેસ્ટ કરવામાં આવ્યા જે તમામ ટેસ્ટમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત સામે આવ્યા છે. આ ૩૧ ટેસ્ટમાં ૧૭ RT- PCR અને ૧૪ રેપિડ એંટીજન ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. શારદા દેવીને એલોપથી, હોમિયોપેથી અન આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી રહી છે પરંતુ કોરોના વાયરસ છે કે, દુર થવાનું નામ નથી લઈ રહ્યો.

image source

આ દરમિયાન રસપ્રદ બાબત એ છે કે, કોરોના વાયરસનો સતત રીપોર્ટ કરવામાં આવ્યો હોવા છતાં પણ શારદા દેવી પોતાને સ્વસ્થ હોવાનું અનુભવ કરે છે. ઉપરાંત શારદાબેન પોતાના કમ પોતાની જાતે જ કરતા રહે છે. આ સમય દરમિયાન શારદાબેનનું વજન પણ ૮ કિલો જેટલું વધી ગયું છે. ડોક્ટર્સ માટે પણ શારદા દેવીનો કેસ વિચિત્ર બની રહ્યો છે.

અન્ય કોઈને ખતરો નથી, તેમ છતાં આઈસોલેશનમાં રહેવું જરૂરી છે.

image source

જયપુર શહેરની સવાઈ માનસિંહ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી એક્સપર્ટ ડૉ. પ્રદીપ કુમારનું કહેવું છે કે, ‘શારદાબેન કોરોના વાયરસથી સંક્રમિત હોવા છતાં પણ અન્ય વ્યક્તિઓ માટે ખતરારૂપ છે નહી. આવું એટલા માટે કેમ કે, શારદાબેનના શરીરમાં રહેલ કોરોના વાયરસ સક્રિય છે નહી એટલા માટે હવે તેમના માંથી અન્ય વ્યક્તિમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાશે નહી. તેમ છતાં સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખતા શારદાબેનને આઈસોલેશનમાં રાખવાની જરૂરિયાત છે.’

લો ઈમ્યુનીટી હોઈ શકે છે કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવવાનું કારણ.

image source

ડૉ. પ્રદીપ કુમારના જણાવ્યા પ્રમાણે, ‘કોરોના વાયરસના રીપોર્ટ સતત પોઝેટીવ આવતા હોવાના બે કારણો હોઈ શકે છે. પહેલું કારણ દર્દીના મ્યુકોઝામાં ડેડ વાયરસ સંગ્રહિત થઈ ગયા હોવા જોઈએ. એના લીધે પણ દર્દીનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવી શકે છે. જયારે બીજું કારણ દર્દીની ઈમ્યુનીટી ખુબ જ ઓછી હોવાના કારણે પણ શરીરમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂરી રીતે સમાપ્ત થઈ શકતું નથી. જો કે, તેના વિષે સટીક માહિતી મેળવવા માટે તેની તપાસ કરવાની જરૂરિયાત હોય છે.’

છેલ્લા પાંચ મહિનાથી આઈસોલેશન રૂમના કેદ છે.

image source

ડોક્ટરની સલાહના કારણે શારદાદેવી છેલ્લા પાંચ મહિનાથી બે રૂમ ધરાવતા એક ખાસ આઈસોલેશન રૂમમાં જેલમાં જીવી રહ્યો હોય તેવું જીવન વિતાવવા માટે મજબુર થઈ ગયા છે. આશ્રમના અધ્યક્ષ ડૉ. બી. એમ ભારદ્વાજએ કહ્યું છે કે, ‘શારદાબેનને બઝેરા ગામ માંથી અહિયાં અપના ઘર આશ્રમમાં લાવવામાં આવ્યા હતા. શારદાબેન આશ્રમના પહેલા કોરોના પોઝેટીવ આવ્યા હતા. શારદાબેનનો પહેલો ટેસ્ટ તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કરાવવામાં આવ્યો હતો.

શારદાબેન માટે આશ્રમ દ્વારા કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવ્યું હતું.:

image source

અપના ઘર આશ્રમમાં અત્યારે શારદાદેવી સહિત અન્ય ૪ વ્યક્તિઓ કોરોના પોઝેટીવ દર્દીઓ હાજર છે. કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હોવાના લીધે શારદાબેનને ઓગસ્ટ મહિના અંતમાં ભરતપુરમાં આવેલ RBM હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જયારે ડોક્ટર્સએ એવું કહીને પાછા મોકલી દેવામાં આવ્યા કે, શારદાબેનની માનસિક અને શારીરિક સ્થિતિ યોગ્ય નથી, એટલા માટે તેમની સાથે એક એટેન્ડન્ટને સાથે રાખવા જરૂરી છે. ત્યાર બાદ અપના ઘર આશ્રમ દ્વારા કોવિડ સેન્ટર ખોલવામાં આવ્યું છે. ત્યારે હવે જયપુરમાં શિફ્ટ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત