Site icon News Gujarat

ચહેરાનો ગ્લો વધારવા માટે છે આ ખાસ ઉબટન, આ રીતે લગાવવાથી વધશે ગ્લો

મહિલાઓ પોતાની સ્કીનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવા માટે અનેક ઉપાય કરે છે. સ્કીન કેરને માટે દાદી અને નાનીના જમાનાથી ઉબટનનો ઉપયોગ કરાય છે. કેમિકલ પ્રોડક્ટ જ્યાં આપણી સ્કીનને નુકસાન કરે છે ત્યાં ઉબટન એક નેચરલ પ્રોડક્ટ છે જે સ્કીનને ફાયદો કરે છે. રોજ ઉબટનનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ અને ધબ્બા, ખીલ, ડાર્ક સ્પોર્ટ્સ વગેરે દૂર થાય છે. આ ચીજો દૂર થવાથી સ્કીનમાં જાતે જ ફરક જોવા મળે છે.

તમે આ ઉબટનને સાબુ કે બોડી વોશના રૂપમાં પણ ઉપયોગમા લઈ શકો છો. આ ઉબટનના રોજના ઉપયોગ કરવાથી સ્કીન પરના ડેડ સ્કીન સાફ થઈ જાય છે. સાથે સ્કીનને નરિશ કરવાનું કામ પણ કરે છે. તો જાણો ઉબટન લગાવવાનો ફાયદા વિશે પણ.

પિમ્પલ્સ અને ખીલથી મળશે છૂટકારો

જો તમને પિમ્પલ્સની પરેશાની રહે છે તો ચહેરા પર 2 ચમચી લીમડાનો પાવડર, 3 ચમચી બેસન, 2 ચમચી પીસેલી કાકડી, 2 ચમચી ચંદનનો પાવડર, ચપટી હળદરનો ઉપયોગ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો અને સાથે થોડા સમય બાદ તેને પાણીથી ધોઈ લો. તમને પિમ્પલ્સ છે તો તેને ફેસ પેકના રૂપમાં ઉપયોગ કરો.

નિખરી અને ગ્લોઈંગ સ્કીન માટે

તમે ફેસ પર નિખાર વધારવા ઇચ્છો છો તો2 ચમચી દૂધ, 2 ચમચી બેસન, એક ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી હળદર અને ગુલાબજળ મિક્સ કરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરીને ફેસ પર લગાવો. જ્યારે આ મિશ્રણ સારી રીતે સૂકાઈ જાય તો પાણીથી ધોઈ લો.

ટેનિંગને દૂર કરો

ગરમીની સીઝનમાં સનટેનની સમસ્યા રહે છે. જો તમે ટેનિંગથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો ચપટી હળદર, એક ચમચી દૂધ પાવડર, 2 ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેકને સારી રીતે લગાવી લો અને સૂકાઈ જાય તો ચહેરો ધોઈ લો.

ઈન્સટન્ટ ગ્લો

જો તમે કોઈ પાર્ટીમાં જઈ રહ્યા છો અને ઈન્સ્ટન્ટ ગ્લો ઈચ્છો છો તો ચંદન અને ગુલાબજળને મિક્સ કરીને ફેસ પર લગાવો. તેને લગાવીને થોડો સમય રહેવા દો અને પાણીથી ચહેરો ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version