છત્તીસગઢની સામાન્ય છોકરી ઝારખંડના મુખ્યમંત્રીના દીકરા સાથે પરણશે, જાણો છોકરીએ આ વિશે શું કહ્યું

સોશિયલ મીડિયાના યુગમાં આજે આખી દુનિયાના લોકો એકબીજા સાથે સરળતાથી જોડાયેલા છે, જેના કારણે વિશ્વના કોઈ પણ એક ખુણાથી બીજા ખૂણામાં રહેતા લોકો બીજા દેશના લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સામાન્ય કુટુંબની યુવતીના સંબંધો સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક દ્વારા મુખ્ય પ્રધાનના ઘરે નક્કી કરવામાં આવ્યા છે. હવે આ છોકરી મુખ્ય પ્રધાનની પુત્રવધૂ બનશે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની યુવતી આજે ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસની પુત્રવધૂ બનવા જઈ રહી છે.

image source

મળતી માહિતી પ્રમાણે રાયપુરની વતની આ યુવતીની માહિતી ફેસબુકના માધ્યમથી આગળ પહોંચી છે. 8 માર્ચે મુખ્યમંત્રીના પુત્ર લલિતના લગ્નની બારાત પહોંચી હતી. મોટા રાજકીય કુટુંબમાં સંબંધ રાખવાની બાબતે આ છોકરી કહે છે – હું મારા સાસરાવાળાના ઘરે જઈને જેવી છું એ જ રીતે રહીશ. રાયપુરની પીહુ એટલે કે પૂર્ણિમા સાહુ 8 માર્ચે ઝારખંડના સીએમ રઘુવરદાસની પુત્રવધૂ બની ગઈ છે. તેનો પુત્ર લલિત શુક્રવારે બારાત લઈને પહોંચ્યો હતો. મહેમાનો માટે ત્રણ બોગી બુક કરાઈ હતી. પૂર્ણિમા એક સામાન્ય પરિવારની પુત્રી છે.

image source

પીહુના પિતા ભાગીરથી સાહુ ઉદ્યોગપતિ છે અને માતા કૌશલ્યા સાહુ એક શિક્ષિકા છે. પીહુએ મહંત લક્ષ્મી નારાયણદાસ કોલેજમાંથી સ્નાતક કર્યું છે. તેમણે ગ્રેજ્યુએશન દરમિયાન એક ટિચરશીપ પણ કરી છે. ઘરે બારાતને આવકારવાની તૈયારીઓ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સાત ફેરા વીઆઇપી રોડ પરની હોટલમાં હશે.

image source

પીહુએ કહ્યું હતું કે મારી મોટી માતાની દેરાણીની પુત્રીના લગ્ન રાંચીમા થયા હતા, જેને હું દીદી કહું છું. મારા સસરા તેના મામા સસરા છે. તેને છત્તીસગઢની જ પુત્રવધૂ જોઈતી હતી. ઘણા સંબંધો જોયા, પરંતુ ક્યાંય વાત બની નહીં. તેમણે કહ્યું કે દીદીએ મને પહેલી વાર ફેસબુક પર જોઈ, કારણ કે અમે સંપર્કમાં નહોતા. તેણે મેસેંજરમાં મેસેજ કર્યો. સામાન્ય રીતે વાતો થતી. તેણે મારા મોટા પિતાને કહ્યું કે પીહુ માટે એક સંબંધ છે, તેના માતા-પિતા સાથે વાત કરો.

image source

પીહુના કહેવા પ્રમાણે, મોટા પિતાએ જ્યારે સંબંધ અંગે સૌ પ્રથમ વાત કરી હતી, ત્યારે માતાપિતા ચોંકી ગયા હતા. કારણ કે આટલા મોટા મકાનમાંથી સંબંધની વાત આવી હતી. જો કે, ત્યાં વાતચીત થઈ હતી અને તેનો પરિવાર મને મળવા આવ્યો. તેના લગ્ન વિશે પીહુ કહે છે કે હું વિચારી પણ નથી શકતી કે હું સીએમના ઘરની વહુ બનવા જઈ રહી છું. હું એક સામાન્ય માણસની જેમ વિચારી રહી છું. હું ત્યાં જઇશ અને જેમ અહીં છું તેમ જ રહીશ. હું પાણીપુરી પહેલાની જેમ ખાઈશ અને સાથે હશે એને પણ ખવડાવીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત