Site icon News Gujarat

છીંક સાથે હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના વાયરસ, જાણી લો આ માહિતી નહિં તો…

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયની તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતમાં મહામારીના પ્રકોપની વચ્ચે અમે ફરી એક વાર એ નિયમોને યાદ કરી લેવાની જરૂર છે જેનાથી વાયરસનું ટ્રાન્સમિશન સીમિત કરી શકાય છે. કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયની તરફથી કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સલાહ જાહેર કરવામાં આવી છે.

સરકારે જાહેર કરેલી એડવાઈઝરીમાં કહેવાયું છે કે મહામારીના પ્રકોપની વચ્ચે આપણે ફરી એક વાર એ સામાન્ય નિયમોને યાદ કરી લેવા જોઈએ જેનાથી સાર્સ કોવ-2વાયરસનું ટ્રાન્સમિશન સીમિત કરી શકાય છે.

સરકારી એડવાઈઝરીમાં એમ પણ કહેવાયું છે કે ઓફિસ અને ઘરમાં સારા વેન્ટિલેશનની મદદથી સંક્રમણનો ખતરો ઘટાડી શકાય છે. સલાહમાં કહેવાયું છે કે સારા વેન્ટિલેશનને માટે એક સંક્રમિત વ્યક્તિ અન્યના સંક્રમણના ટ્રાન્સમિટ થવાની આશંકા ઓછી રહે છે.

image source

પંખાના ઉપયોગને લઈને પણ જાહેર કરાઈ એડવાઈઝરી

ઓફિસ અને ઘરમાં વેન્ટિલેશનને લઈને સરકારે સલાહ આપી છે. સેન્ટ્રલ એયર મેનેજમેન્ટ સિસ્ટમની બિલ્ડિંગમાં સેન્ટ્રલ એર ફિલ્ટરમાં સુધારો કરવાથી મદદ મળી શકે છે. એડવાઈઝરીમાં ઓફિસ, ઓડિટોરિયમ, શોપિંગ મોલમાં ગેબલ ફેન સિસ્ટમ અને રૂફ વેન્ટિલેટના ઉપયોગની સલાહ આપવામાં આવી છે. દિશા નિર્દેશોમાં કહેવાયું છે કે પંખાની જગ્યા પણ મહત્વની છે. કેમકે પંખા એવી જગ્યાએ ન હોવા જોઈએ જ્યાંથી દૂષિત હવા સીધી કોઈને કોઈ રીતે કોઈ અન્ય વ્યક્તિ સુધી જઈ શકે.

2 મીટરના વિસ્તારમાં પડે છે ડ્રોપલેટ્સ

ભારત સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે પોતાની સલાહમાં કહ્યું કે એરોસોલ અને ડ્રોપલેટ્સની મદદથી વાયરસનું ટ્રાન્સમિશન ઝડપથી થાય છે. એરોસોલ હવામાં 10 મીટર સુધી જઈ શકે છે. આ સાથે સલાહમાં કહેવાયું છે કે સંક્રમિત વ્યક્તિના 2 મીટરના વિસ્તારમાં ડ્રોપલેટ્સ પડે છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે જો કોઈ સંક્રમિત વ્યક્તિમાં લક્ષણ નથી કો પણ તેને પૂરતા ડ્રોપલેટ્સ નીકળી શકે છે જેનાથી લોકો પણ સંક્રમિત થઈ શકે છે.

આ સિવાય પણ સરકારી એડવાઈઝરીમાં કહેવાયું છે કે સંક્રમિત વ્યક્તિએ કરેલું ઉત્સર્જન, વાત કરવું, બોલવું, ગાવું, હસવું, ખાંસી કે છીંક ખાવાની સાથે લાળ અને નાકની મદદથી ડ્રોપલેટ્સ અને એરોસોલ બની શકે છે જે વાયરસનું ટ્રાન્સમિશન ફેલાવી શકે છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે લોકોને ડબલ માસ્ક કે એન 95 માસ્ક પહેરવા હિતાવહ છે.

image source

આ સાથે તેમાં કહ્યું છે કે ક ટ્રાન્સમિશન રોકવા અને સાથે કોરોનાના સંક્રમણને દૂર કરવા માટે નાગરિકો, સ્થાનીય વિસ્તારો અને અધિકારીઓનું સમર્થન અને સહયોગ જરૂરી છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે માસ્ક,વેન્ટિલેશન, અંતર અને સ્વચ્છતાની મદદથી જ વાયરસના વિરોધમાં જંગ જીતી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version