છલાંગ મારતા સમયે સૈનિકનું પેરાશૂટ ગૂંચવાઇ ગયુ હેલિકોપ્ટરમાં, અને પછી સૈનિકનો…આ વિડીયો જોઇને વધી જશે તમારા ધબકારા

ક્યારેક ક્યારેક હવામાં ઉડતા વાહનો જેમ કે વિમાન, હેલિકોપ્ટર વગેરેમાં એવા એવા અકસ્માતો થાય છે કે થતા થતા રહી જાય છે જેને જમીન પરથી નિહાળતા લોકોના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

ત્યારે રશિયાના એક સૈનિક માટે એ સમય ભારે કટોકટી ભર્યો બની ગયો હતો જ્યારે તે કડકડતી ઠંડીમાં હેલિકોપ્ટર નીચે હવામાં લટકાઈ રહ્યો. જો કે એ સમયે હેલિકોપ્ટરના પાયલોટે સંયમ પૂર્વક પરિસ્થિતિ સંભાળી હેલિકોપ્ટરને ધીમે ધીમે નીચે ઉતાર્યું હતું અને આ અકસ્માત ગંભીર અકસ્માત થતા થતા રહી ગયો અને સાથે જ હવામાં લટકેલા સૈનિકને ચમત્કારિક રીતે કોઈપણ ઇજા પહોંચી નહોતી. આ આખી ઘટનાને એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

image source

બનાવની વિસ્તૃત વિગત મુજબ રશિયાના કશ્ટક ગામ પાસે એક રશિયન સૈનિકે ઉડતા હેલિકોપ્ટરમાંથી છલાંગ લગાવી હતી. પરંતુ અંદાજે 6500 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવનાર આ સૈનિકનું પેરાશૂટ આકસ્મિક રીતે હેલિકોપ્ટરમાં ગૂંચવાઈ ગયું જેના કારણે એ સૈનિક હેલિકોપ્ટર સાથે જ લટકાઈ ગયો. વળી, ત્યારે વાતાવરણ પણ ઠંડુગાર હોવાથી લટકેલા સૈનિકની હાલત ખરાબ થવા લાગી હતી પણ અંતે તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી હતી.

image source

આ સમગ્ર ઘટનાને એક સ્થાનિક માણસે નિહાળી હતી. મેક્સિમ સ્ટીફનોવિચ નામક આ વ્યક્તિએ સ્થાનિક સમાચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને અમુક અવાજ સંભળાયો જેથી મેં આકાશ તરફ નિહાળતા મને એક હેલિકોપ્ટર દેખાયું હતું. મને પહેલા તો એમ લાગ્યું કે આ કોઈ લશ્કરી કરતબ હશે પરંતુ જ્યારે મેં મારા સ્માર્ટફોનમાં આ દ્રશ્યને ઝૂમ કરીને શૂટ કર્યા તો દેખાયું કે હેલિકોપ્ટર સાથે એક વ્યક્તિ હવામાં લટકેલો હતો.

image source

સ્ટીફનોવિચએ વધુ જણાવ્યું કે મેં આ ઘટના નિહાળી તરત જ પોલીસને જાણ કરવા ફોન કર્યો અને તેને આખી ઘટના વિશે માહિતી આપી. હું એ સૈનિક વિશે વિચારી રહ્યો હતો કારણ કે ત્યારે ઠંડી વધારે હતી જેથી તેને ફ્રોસ્ટબાઈટ થઈ શકે એ વાતનું પણ સતત જોખમ હતું કારણ કે ત્યારનું તાપમાન લગભગ માઇનસ 20 ડિગ્રી જેટલું હતું. અને હેલિકોપ્ટર પાસે હવામાં તો તેના માટે પરિસ્થિતિ ભારે મુશ્કેલ હતી.

મેક્સિમ સ્ટીફનોવિચએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આમ તો હેલિકોપ્ટર ધીમે ધીમે નીચે ઉતરી રહ્યું હતું પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે હેલિકોપ્ટરના પાયલોટે હેલિકોપ્ટર ઓટો મોડ પર મૂકી સૈનિકની મદદ કરવી જોઈતી હતી કારણ કે ઠંડી એટલી ભયાનક હતી કે થોડી વધુ વાર જો એ સૈનિક હવામાં લટકેલો રહેત તો તેના જીવનું જોખમ ઉભું થાત. નોંધનીય છે કે વર્ષ 2014 માં મેક્સિકોના એક પેરાટ્રુપર પણ આ રીતે હવામાં લટકેલો રહ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!