ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં ઘર સળગાવી મૂક્યું આ વ્યક્તિ એ.

કોઈને પ્રેમ કરવો ખૂબ જ સરળ છે. પણ એ પ્રેમનો એ વ્યક્તિ સમક્ષ એકરાર કરવો એ હુનર માંગી લે તેવી વાત છે. પોતામાં પ્રેમને કોઈની સમક્ષ વ્યક્ત કરવો એ એક કળા છે. અને એટલે જ ઘણા પ્રેમીઓ ઈન્ટરનેટ પર પ્રેમનો એકરાર કઈ રીતે કરી શકાય એનો અંદાજ શીખવા લાગ્યા છે. પણ તો ય ગરબડ થઈ જ જાય છે.

image source

આજે અમે તમને આવો જ એક પ્રેમના એકરારનો કિસ્સો જણાવવા જઈ રહ્યા છે જે જાણ્યા પછી તમે વિચરતા થઈ જશો કે આવું પણ બને ખરા. આ આખી ઘટના ઇંગ્લેન્ડના શેફિલ્ડ શહેરની છે જ્યાં એક વ્યક્તિએ એની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે ઘરમાં જ એકદમ રોમેન્ટિક માહોલ બનાવી દીધો હતો.

એ માટે એને પોતાના ફ્લેટમાં એક બે નહિ પણ પુરી 100 ટી લાઈટ કેન્ડલ એટલે કે નાની મીણબત્તી સળગાવીને ફ્લેટમાં રોશની કરી હતી, પણ થયું એવું કે આ મીણબત્તીઓથી માહોલ રોમેન્ટિક થવાની જગ્યાએ ઘરમાં આગ લાગી ગઈ.

આ સમગ્ર ઘટનાનો વિડીયો ઈન્ટરનેટ પર થઈ રહ્યો છે વાયરલ.

સાઉથ યોકશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસએ આ સમગ્ર ઘટનાની જાણકારી ટ્વીટર મારફતે આપી છે. આ આખી ઘટના અંગેના ફોટા શેર કરતા તેમને લખ્યું છે કે “ધ્યાનથી જુઓ. શુ દેખાઈ રહ્યું છે તમને? હા…તમે એકદમ બરાબર જ જોયું છે, ઘણી બધી ટી લાઈટ કેન્ડલ.

image source

તો તમે જાણવા માંગો છો કે અહીંયા શુ થયું હતું? આ બધી તૈયારી એક રોમેન્ટિક પ્રપોઝલ માટે હતી જે સાવ અલગ જ થઈ ગયું. અને હા, આની સાથે સાથે બીજા લોકોને પણ એક મહત્વપૂર્ણ વાત શીખવા મળી કે મીણબત્તીઓનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ.”

image source

આ ઘટના સોમવારના દિવસે શેફિલ્ડના Abbeydale Road પર બની હતી. આ વ્યક્તિ પોતાના ઘરને મીણબત્તીઓથી શણગારીને પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા એને લેવા જતો રહ્યો હતો. પણ જ્યારે આ યુગલ ફ્લેટ પર પરત ફર્યા તો એમને જોયું કે એ વ્યક્તિનું ઘર આગની લપેટમાં આવી ચૂક્યું છે.

image source

ફાયર ફાઈટર્સ સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા. એવું જાણવા મળી રહ્યું છે કે આ સમગ્ર ઘટના દરમિયાન કોઇ જાનહાની નથી થઈ કે કોઈ વ્યક્તિ ઘાયલ પણ નથી થયું.

જો કે આટલી તકલીફો પડ્યા પછી એ વ્યક્તિની પ્રેમિકાએ એને લગ્ન માટે હા પાડી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,