ગુજરાતના મુખ્યમંત્રી ને ધમકી આપી 1 કરોડની ખંડણી માંગનાર બટુક મોરારી બાપુની રાજસ્થાન ની ધરપકડ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને ધમકી આપી 1 કરોડની ખંડણી માંગી કથાકાર બટુક મોરારી બાપુએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વિડિયો શેર કરવો બટુક મોરારી બાપુ ને ભારે પડી ગયો છે. બનાસકાંઠા એલસીબી એ બટુક મોરારી બાપુ વિરુદ્ધ કાર્યવાહી કરી આજે તેની અટકાયત કરી લીધી છે. બટુક મોરારી બાપુની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી છે.

image soucre

જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રીને ધમકી આપી અને એક કરોડ રૂપિયાની માંગ કરતો વીડિયો ગુરુવારે બટુક મોરારી બાપુએ શેર કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવના કથાકાર બટુક મોરારી બાપુએ એક મિનિટથી વધુનો વિડીયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયાની સાથે જ વાયરલ થયો હતો અને રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો.

image soucre

વીડિયોમાં બટુક મોરારી બાપુએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી એક કરોડ રૂપિયાની માંગ કરી હતી અને સાથે જ કહ્યું હતું કે જો તે રૂપિયા નહીં આપે તો તેમને ઉપાડીને ફેંકી દેવામાં આવશે. આ પ્રકારનો વિડીયો ઉતારી તેમને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો આ વિડિયો શેર થયાની સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને બટુક મોરારી બાપુની શોધખોળ શરૂ કરી હતી.

જો કે વીડિયો શેર કરી બટુક મોરારી બાપુ ગુજરાત છોડીને રાજસ્થાન પહોંચી ગયા હતા. બનાસકાંઠા એસીબીની ટીમ બટુક મોરારી બાપુ ક્યાં છે તે વાત જાણી અને તેને ઝડપી પાડવા રવાના થઈ હતી. વિડિયો શેર કર્યા ની 24 કલાકની અંદર જ બટુક મોરારી બાપુને રાજસ્થાનના રેવદર પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનથી બટુક મોરારી બાપુને ગુજરાત લાવવામાં આવશે અને તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

image soucre

જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેમાં બટુક મોરારી બાપુએ કહ્યું હતું કે જો સાત તારીખ સુધીમાં તેને એક કરોડ રૂપિયા આપવામાં નહીં આવે તો ગુજરાતમાં પટેલોને રાજ કરવા દેવામાં આવશે નહિ અને સી એમ ભુપેન્દ્ર પટેલ નું પણ અકસ્માતમાં મોત થશે. સી એમ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની ગાદીએ બેસાડ્યા છે તો એક કરોડ તેમને દક્ષિણા તરીકે આપવા પડશે. તેઓ એક કરોડ રૂપિયા આપશે તો જ તેમને ગુજરાત પર રાજ કરવા દેવામાં આવશે નહીં તો ત્રણ મહિનાની અંદર જ તેને ગાદીએથી ઉપાડીને ફેંકી દેવામાં આવશે.