મહારાષ્ટ્રમાં અજન્મ્યા બાળકને ફેસબુક વડે વેંચવા નીકળ્યો એક વ્યક્તિ અને પછી થયું આવું

મહારાષ્ટ્રમાં 30 વર્ષીય એક વ્યક્તિને બાળક વેંચવાના ગુન્હામાં પકડવામાં આવ્યો છે. આ વ્યક્તિ પોતાના સંબંધીની જ એક અજન્મ્યા બાળકને વેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

image source

આ ઘટનાની વિગતો એવી છે કે એક સાત માસની ગર્ભવતી મહિલા થોડા સમય પહેલા તેના પતિથી અલગ થઈ હતી. તેનો સંબંધી અને આ કાંડ કરનાર આરોપી શિવશંકર મહારાષ્ટ્રના શેનપુંજીનો રહેવાસી છે અને તે મહિલાના લગ્ન અન્ય કોઈ વ્યક્તિ સાથે કરાવવા ઈચ્છતો હતો. પરંતુ પહેલા લગ્નથી મહિલાના ગર્ભમાં બાળક હોવાથી તેના લગ્ન નક્કી થવામાં સમસ્યા થઈ રહી હતી. તેથી આ મહિલા અને આરોપીએ જન્મ પછી તુરંત બાળકને વેંચવાનું નક્કી કરી લીધું.

અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ બાળકની ઈચ્છા હોય તેવા લોકને શોધવા માટે ફેસબુકની મદદ લીધી. આ અંગે મહિલા એવં બાળ કલ્યાણ વિભાગને જાણકારી મળે અને ત્યારબાદ પોલીસને તેની સૂચના આપવામાં આવી. પોલીસએ ફેસબુક વડે આ કામ કરનાર આરોપીને અજન્મ્યા બાળકને વેંચવા મુકવા બદલ દોષી ગણાવી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.