સુશાંંતના સ્કૂલ સમયની તસવીરો થઇ વાયરલ, જે તમે ક્યારે નહિં જોઇ હોય આ પહેલા

સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતના સ્કૂલ સમયની તસવીરો થઈ રહી છે વાયરલ

પટણાની સ્કૂલે સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

image source

થોડો દિવસ પહેલા 14 જૂને સુશાંત સિંહ રાજપુતે માત્ર 34 વર્ષની વયે અચાનક જ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આટલા દિવસો વીત્યા છતાં બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના પ્રસંશકો હજુ પણ તેમને ભૂલી શક્યા નથી. સોશિયલ મીડિયા પર તેમના વિષે દરરોજ કંઇકને કંઇક માહિતી મળતી રહે છે. શુક્રવારે પણ સુશાંત સિંહ રાજપૂતના સ્કૂલના સમયની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ને ફરી સુશાંત સિંહ રાજપૂતની યાદો તાજી કરવામાં આવી.

image source

વાસ્તવમાં સુશાંત સિંહ રાજપુતે બિહારના પટણા શહેરમાં પોતાનું શાળા શિક્ષણ પુરું કર્યું હતું. ત્યાર બાદ વધુ અભ્યાસ અર્થે સુશાંત સિંહ રાજપૂત દિલ્હી જતાં રહ્યા હતા. એ જે શાળામાં અભ્યાસ કરતા હતા તર સેન્ટ કેરન્સ હાઇસ્કૂલે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. એટલું જ નહીં પણ સુશાંત સિંહ રાજપૂતના સ્કૂલના સમયના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને આ ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યા છે.

આ તસવીરોમાં સુશાંત સિંહ રાજપૂત પોતાની સ્કૂલના યુનિફોર્મમાં પોતાના અન્ય ક્લાસમેટ સાથે ઉભેલો દેખાય છે. સુશાંત સિંહ રાજપૂત આ ફોટાઓમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

image source

સ્કૂલ તરફથી શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે,

“ખબર નહતી કે તમે કઇ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છો. પરંતુ આ યોગ્ય નથી. તમને હંમેશા યાદ કરવામાં આવશે. તમારા આત્માને શાંતિ મળે.”

સુશાંત છેલ્લી ફિલ્મ 24 જુલાઇએ રિલીઝ થશે

સુશાંત સિંહ રાજપુતે ટીવી દ્વારા એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તાથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલ થકી એ દર્શકોના દિલમાં તો વસી જ ગયા હતા. ત્યાર બાદ સુશાંત સિંહ રાજપુતે ફિલ્મ કાઇ પો છે દ્વારા બોલીવૂડમાં પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવવાનું શરૂ કર્યું હતું અને સુશાંત સિંહ રાજપૂત ઝડપથી સફળતા તરફ આગળ પણ વધી રહ્યા હતા.

image source

સુશાંત સિંહ રાજપુતે એમ એસ ધોનીની બાયોગ્રાફી ધરાવતી ફિલ્મમાં એમ એસ ધોનીનું પાત્ર ભજવીને લોકોને એના ફેન બનાવી દીધા હતા. આ સિવાય સુશાંત સિંહ રાજપુતે શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, કેદારનાથ, છીછોરે , સોનચિરૈયા, ડિટેકટિવ વ્યોમકેશ બક્ષીમાં પણ પોતાના અભિનયથી બોલીવુડમાં પગ મજબૂત કર્યો હતો.

image source

સફળતાનાં પગથિયાં ચડતા આ બૉલીવુડ અભિનેતા એ કોણ જાણે કેમ અચાનક 14 જૂને આત્મહત્યા કરી લીધી. હવે તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઇએ ડીઝિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મથી નવી અભિનેત્રી સંજના સાંઘી બોલીવૂડમાં પ્રવેશી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત