રસપ્રદ માહિતી વાંચો તમે પણ, ચીન આખરે કેમ ગણાવે છે અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી સરહદી વિવાદો ચાલી રહ્યા છે. ભારતમાં એવા અનેક વિસ્તારો છે જેના પર ચીન પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે.

image source

આવા જ વિસ્તારો પૈકી એક વિસ્તાર છે અરુણાચલ પ્રદેશ જે ભારતનું 24 મુ રાજ્ય છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પૂર્વોત્તરના રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છે. ચીન ઘણા વર્ષોથી આ રાજ્ય પાછળ હાથ ધોઈને પડી ગયું છે. અસલમાં ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર માને છે અને તેને પોતાનું દક્ષિણી તિબ્બત ગણાવે છે. આમ જોવા જઈએ તો કેટલાય વર્ષો પહેલા ખુદ તિબ્બતે જ પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરી દીધું હતું પરંતુ ચીન તેને માન્ય નથી ગણતું અને તે વિસ્તાર પર પોતાનો અધિકાર હોવાનું ગાણું ગાય છે.

ચાલો આ વિસ્તાર વિષે થોડી વધુ જાણવા જેવી બાબતો જાણીએ.

image source

શરૂઆત માં ચીન અરુણાચલ પ્રદેશના ઉત્તરી વિસ્તાર તવાંગ પર પોતાનો દાવો કરતુ હતું. અસલમાં તવાંગ અહીંનું એક ખુબસુરત શહેર છે જે હિમાલયની તળેટીમાં સમુદ્ર સપાટીથી 3500 મીટર ઊંચાઈ પર સ્થિત છે. અહીં વિશાળ બૌદ્ધ મંદિર પણ છે જેનું નિર્માણ 17 મી સદીમાં થયું હોવાનું મનાય છે. વળી તિબ્બત બૌદ્ધો માટે એક પવિત્ર સ્થળ પણ ગણાય છે.

કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભારતીય શાસકો અને તિબ્બતી શાસકોએ તિબ્બત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કોઈ સ્પષ્ટ સરહદ નક્કી નહોતી કરી. એટલું જ નહીં વર્ષ 1912 સુધી પણ તિબ્બત અને ભારત વચ્ચે કોઈ સ્પષ્ટ સરહદી રેખા નક્કી નહોતી થઇ શકી. તેનું એક કારણ એ પણ હતું કે જે તે સમયે આ વિસ્તાર પર મુગલોનું શાસન પણ નહોતું અને અંગ્રેજોનું શાસન પણ નહોતું અને તેને લઈને ભારત અને તિબ્બતના લોકોએ લાંબા સમય સુધી સરહદી સીમાને લઈને અસમંજસની સ્થિતિમાં રહેવું પડ્યું હતું.

image source

સરહદી સીમા નક્કી કરવા વર્ષ 1914 માં શિમલા ખાતે તિબ્બત, ચીન અને બ્રિટિશ ભારતના પ્રતિનિધિઓની એક બેઠક થઇ હતી. તે સમયે બ્રિટિશ શાસકોએ તવાંગ અને દક્ષિણી વિસ્તારને ભારતનો ભાગ માન્યો હતો અને તે માન્યતાને તિબ્બતના પ્રતિનિધિઓએ પણ સ્વીકારી હતી. પરંતુ ચીન આ મામલે રાજી ન હતું એટલે તે બેઠકમાંથી હટી ગયું. બાદમાં આ સમગ્ર વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી અને આ વિસ્તાર ભારત અને વિશ્વના નકશા પર દેખાવા લાગ્યો.

image source

આમ તો ચીન તિબ્બતને પણ સ્વતંત્ર દેશ નથી માનતું. અને એ રીતે તવાંગને લઈને તેના નિર્ણયને પણ માન્ય નથી રાખતું. તે પહેલાથી જ એવું ઈચ્છે છે કે બૌદ્ધોના પવિત્ર શહેર તરીકે પ્રખ્યાત તવાંગ તેના વિસ્તારમાં ગણાય જાય. વર્ષ 1962 માં જયારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ચીને તવાંગ પર કબ્જો કરી લીધો હતો પરંતુ બાદમાં તેણે પીછેહઠ કરી. ત્યારબાદ ભારતે આ સમગ્ર વિસ્તારને પોતાના કબ્જામાં લીધો. આખી દુનિયા ભલે તવાંગ એ ભારતનો ભાગ માને પણ જિદ્દી ચીન આજે પણ તવાંગને ભારતનો વિસ્તાર નથી માનતું.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત