ચીનમાં કોરોના વાયરસની વચ્ચે જોવા મળ્યો એક નવો વાયરસ, જાણો માણસો માટે કેટલો જોખમી છે

ચીનમાં ઉત્પન્ન થયો નવો વાયરસ – જાણો લોકો માટે કેટલો જોખમી છે

image source

ચીનમાં જેમ પગના જૂતાથી માથાના નકલી વાળ સુધીની દરેકે દરેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેવી જ રીતે જાણે અહીં વાયરસની ઉત્પત્તી પણ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના વાયરસની મહામારીથી દુનિયા હજુ પણ ઝઝૂમી રહી છે ત્યાં તો ચીનમાં બીજો પણ એક નવો વાયરસ મળી આવ્યો છે અને તેના કારણે ચિંતા વધી રહી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસી મહામારી ફેલાવવાની શક્યતા વધારે છે. ફ્લૂની હાલની વેક્સીન આ વાયરસ વિરુદ્ધ માનવ શરીરની રક્ષા કરવા માટે સક્ષમ નથી. ભૂંડમાં મળી આવેલા આ વાયરસ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો જાણીએ આ નવો વાયરસ માણસો માટે કેટલો જોખમી છે તે વિષે.

image source

વાયરસનું નામ શું છે ?

આ વાયરસને G4 EA H1N1 નામ આપવામાં આવ્યું છે. સંશોધકોને એ ભય સતાવી રહ્યો છે કે આ વાયરસ ઔર વધારે મ્યૂટેડ થઈને સરળતાતી માણસોમાં અને ત્યાર બાદ બીજા માણસોમાં ફેલાઈ શકે છે. વિશ્વ માટે આ ચિંતાના સમાચાર છે કે ઇન્ફ્લુએન્ઝાની આ નવી પેઢી તે મુખ્ય બીમારીઓમાં સમાવિષ્ટ છે જેના પર નિષ્ણાતોએ પોતાની નજર ટકાવી રાખી છે. તે પણ ત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે.

કેટલો જોખમી છે આ વાયરસ ?

image source

G4 EA H1N1 વાયરસ સંપૂર્ણ દુનિયામાં મહામારીનું જોખમ ઉત્પન્ન કરી શકે છે. ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ફ્લૂ વાયરસમાં તે બધા જ લક્ષણ છે જેનાથી તે મનુષ્યોને સંક્રમીત કરી શકે છે. આ વાયરસનું નજીકથી અવલોકન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે આ વાયરસ નવો હોવાથી, લોકોમાં કાં તો ખૂબ જ વધારે રોગપ્રતિકારક ક્ષમતા હશે અથવા તો હશે જ નહીં.

વિશ્વ પર બીજી મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે ?

image source

કોરોના વાયરસ પહેલાં વિશ્વમાં છેલ્લી વાર ફ્લૂની મહામારી 2009માં આવી હતી અને તે સમયે તેને સ્વાઇન ફ્લૂ કહેવામાં આવ્યો હતો. મેક્સિકોથી શરૂ થયેલો સ્વાઇન ફ્લૂ એટલો ઘાતક સાબિત નહોતો થયો જેટલો ધારવામાં આવ્યો હતો. આ વખતે કોરોના વાયરસથી લગભગ 1 કરોડ લોકો સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં જો નવો વાયરસ ફેલાય છે તો તેને રોકવો ખૂબ મુશ્કેલ સાબિત થશે.

image source

આ નવા વાયરસ G4 EA H1N1ની અંદર તમારી કોશિકાઓને કેટલાએ ગણી વધારવાની ક્ષમતા છે. વૈજ્ઞાનિકોએ ચીનના અધિકારીઓ સાથે વાત કરવી પડી છે. ફ્લૂની હાલની વેક્સીન આ વાયરસ વિરુદ્ધ રક્ષા આપવા માટે સક્ષમ નથી. પ્રોફેસર કિન ચો ચાંગે જણાવ્યું કે તેઓ હજુ સુધી કોરોના સંકટથી ઘેરાયેલા છે. પણ અમે બધા જ સંભવિત જોખમી વાયરસો પરથી અમારી નજર હટાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત