ચાઇનાના મોબાઈલનું વેચાણ ઘટ્યુ, જાણો લોકોની પસંદગીના ફોન હવે કયા બની રહ્યા છે

ચાઈનીઝ ફોનનું માર્કેટ ઘટ્યું – ઉઠ્યો #Boycott_China નો જુવાળ – શું તમે પણ આપશો દેશને સાથ ?

image source

થોડા દિવસ પહેલાં લદ્દાખની ગલવાન વેલીમાં ભારતીય તેમજ ચીનના સૈન્યો વચ્ચે હાથોહાથની જપાજપી થઈ તેમાં ભારતના 20 સૈનિકો શહીદ થઈ ગયા. સામે ચીનના પણ 45 જવાનો મૃત્યુ પામ્યા હોવાની ખબર છે પણ ચીનની સરકાર દ્વારા આ સમાચારની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. એમ પણ ચીને ક્યારેય કોઈ વિષય પર જગતને કોઈ જ સત્ય જણાવ્યું નથી અને તેની તેવી ક્યારેય કોઈ દાનત પણ નથી હોતી.

image source

ભારતીય જવાનો શહિદ થવાથી ભારતીય પ્રજામાં ચીન પ્રત્યે ભારે રોશ જોવા મળ્યો છે. અને લોકોએ ચીનની વસ્તુઓએનો બહિષ્કાર કરવાની જાણે એક ચળવળ ચલાવી છે. અને તેની અસર મોબાઈલ ફોનના વેચાણમાં પણ જવા મળી રહી છે. તમે જો સમાચારપત્ર નિયમિત વાંચતા હશો તો તમને ખ્યાલ હશે કે દેશના ઘણા બધા શહેરોમાં ચીનની વસ્તુઓને બાળીને તેને બહીષ્કાર કરવામાં આવ્યો છે. ચીનના ફોનના વેચાણમાં પણ લગભગ 20 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

image source

તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખનૌના જર્નાલિસ્ટપુરમ વિસ્તારમાં આવેલા ચાઈનીઝ ફોન ઓપોનો શોરૂમ છે ત્યાં પાંચ દિવસમાં એક પણ ફોન વેચાયો નથી. અને તેને ધ્યાનમાં રાખીને વેપારીઓએ ચીનમાંથી ફોન મંગાવવાનું પણ બંધ કરી દીધું છે. હવે વેપારીઓએ ફોન માટે અમેરિકા, તાઈવાન, દક્ષિણ કોરિયા વિગેરે દેશો તરફ મીટ માંડી છે કે ત્યાંની કંપનીના ઉત્પાદનો તેઓ ખરીદશે.

image source

દીલ્લીમાં સ્થિત એક ઉદ્યોગપતિએ જણાવ્યું કે હવે લોકોમાં મોબાઈલ ખરીદતી વખતે એક ખાસ જાગૃતિ જોવા મળી છે, મોબાઈલ ખરીદનાર ગ્રાહક એ અચૂક પૂછે છે કે મોબાઈલ ક્યાં બનેલો છે. જ્યારે મોબાઈલ ચીનનો છે તેવું કહેવામાં આવે છે ત્યારે ઓછામાં ઓછા 50 ટકા ગ્રાહકો પોતાનો ફોન ખરીદવાનો નિર્ણય બદલી નાખે છે. અને જો કોઈ વ્યક્તિ ચીનનો મોબાઈલ ખરીદે છે ત્યારે તેની પાસે કોઈ જ વિકલ્પ ન બચતાં મજબૂરીના માર્યા ખરીદે છે.

નીરજ જોહર જેઓ લખનૌ મોબાઈલ એસોસિએશનના પ્રમુખ છે તેઓ જણાવે છે કે હવે તો વેપારીઓ અને દુકાનદારો પણ ચીનમાં બનાવેલા મોબાઈલ ખરીદતા ખચકાઈ રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે હજુ પણ ભારતનું મોબાઈલ માર્કેટ 70 ટકા ચીનમાં ઉત્પાદિત થયેલા ફોન પર નિર્ભર છે, પણ હવેથી વેપારીઓએ યુએસ, સાઉથ કોરિયા, ફિનલેન્ડ તેમજ તાઈવાન તરફ પણ મોબાઈલ ઇનપોર્ટ કરવા માટે રૂખ કર્યું છે.

image source

લખનૌના એક વિસ્તારમાં મોબાઈલનું એક મોટું માર્કેટ આવેલું છે. અહીં વિવિધ મોબાઈલ કંપનીના – મોટા મોટા શોરૂમ આવેલા છે. આ માર્કેટમાં શ્રીરામ ટાવર નામનું એક બિલ્ડિંગ આવેલું છે જ્યાં 2000 કરતાં પણ વધારે લોકો કામ કરે છે. હવે તો અહીંના વેપારીઓએ ફોનમાં ચાઈનીઝ એપ ડાઉનલોડ કરવાની પણ ના પાડી દીધી છે. અને તેમ નહીં કરવા માટે તે લોકોને પણ પ્રેરી રહ્યા છે. આ સિવાય ટીકટોક એપ્સને પણ ડીલીટ કરીને લોકો મીત્રો એપ ડાઉનલોડ કરે તે માટે કહેવામાં આવી રહ્યું છે. ગ્રાહકો પોતે પણ ચાઈનીઝ એપ્સ ડીલીટ કરી રહ્યા છે.

image source

હાલ આખાએ ભારતમાં #Boycott_China અને આત્મનિર્ભર ભારતની લહેર ઉઠી છે. જો કે આ પહેલાં પણ ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કારને લઈને નાના મોટા કેમ્પેઇન ચાલ્યા હતા પણ તે વખતે લોકોનો આટલો પ્રતિસાદ જોવા નહોતો મળ્યો. પણ આ વખતે વાત ભારતીય સૈનિકોના બલીદાનની છે. માટે લોકોનો જુસ્સો કાયમ રહેશે તેવી આશા છે.

image source

હવે જો ચીનમાં ઉત્પાદન થતાં ન હોય તેવા મોબાઈલની વાત કરીએ તો. ભારતીયો સેમસંગ, એસસ (Asus), રોગ ફોન, નોકિયા, એપલ આઈફોન ઉપરાંત ભારતીય મોબાઈલ કંપનીઓ જેમ કે સેલકોન, આઈબોલ, ઇન્ટેક્સ ટેક્નોલોજીઝ, કાર્બન મોબાઈલ્સ, જીઓ, માઇક્રોમેક્સ, વિગેરનો પણ ઉપયોગ કરી શકે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત