ચીનના વિરોધમાં ડિલીવરી બોય છોડી રહ્યા છે ઝોમેટોની નોકરી, અનેક લોકોએ એપ પણ કરી ડીલીટ

લદ્દાખમાં ભારતીય સૈનિકોને મારી ચીને કરેલા વિશ્વાસઘાત બાદ ભારતમાં ચીની ચીજો અને ચીનના રોકાણનો વિરોધ વધી રહ્યો છે.

આ દરમિયાન કલકાત્તામાં એપ્લિકેશન આધારિત ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોમાં કામ કરતા ડિલીવરી બોયઝના ગૃપે કંપનીમાંથી સામૂહિક રીતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. એક ચીની કંપનીનું ઝોમેટોમાં મોટું મૂડી રોકાણ છે. કંપનીમાં કાર્યરત ડિલીવરી બોયઝે ઝોમાટોમાં ચાઇનીઝ રોકાણના વિરોધમાં આ નિર્ણય કર્યો છે.

image source

ઝોમેટોનો બહિષ્કાર કરવાની અપીલ સાથે લગભગ 12 જેટલા ઝોમેટો સ્ટાફે કંપનીના ટી-શર્ટ સળગાવી અને રોષ દર્શાવ્યો હતો. ઝોમેટોમાં કામ કરતા આ છોકરાઓ દક્ષિણ કલકત્તાના બેહલા પોલીસ સ્ટેશનની સામે એકઠા થયા અને ઝોમેટોની ટીશર્ટ સળગાવી હતી. તેમણે હાથમાં ત્રિરંગો લઈને ઝોમેટોના આ સ્ટાફે ‘ચીની એજન્ટ ઝોમેટો છોડો ભારત’ ના નારા લગાવ્યા હતા.

image source

વિરોધ કરનારામાંથી એક એવા દિપંકર કાંજીલાલ નામના ડિલીવરી બોયએ કહ્યું કે ઝોમેટોનો કરાર ચીની કંપની અલીબાબા સાથે છે, આજે અમે ઝોમેટોની નોકરી છોડી દીધી છે અને આશા છે કે અન્ય લોકો પણ કંપનીનો બહિષ્કાર કરશે.

કંપની છોડ્યા બાદ ઝોમેટોના સ્ટાફને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમનું ગુજરાન કેવી રીતે ચાલશે તો તેમણે કહ્યું કે તેઓ ભૂખ્યા રહેવા માટે તૈયાર છે, પરંતુ દેશ પર ખરાબ નજર રાખનારા લોકો સાથે કામ કરશે નહીં.

image source

અન્ય એક ડિલીવરી એજન્ટે પણ કહ્યું હતું કે, ચીની સૈનિકો આપણા સૈનિકોને નિશાન બનાવવા માટે આપણે ત્યાંથી કમાયેલા નાણાંનો જ ઉપયોગ કરે છે. જો આપણા સૈનિકો સલામત નહીં હોય તો આપણે કેવી રીતે સલામત રહીશું. તેથી જ અમે ઝોમેટોનો બહિષ્કાર કરી રહ્યા છીએ. એજન્ટે કહ્યું કે તેમની સાથેના 50 થી 60 લોકોએ પણ તેમના ફોનમાંથી ઝોમેટો એપ્લિકેશનને ડીલીટ કરી છે.

image source

ઝોમેટો એક ફૂડ ડિલીવરી શરૂ કરતી કંપની છે. તેનું મુખ્ય મથક હરિયાણાના ગુરુગ્રામમાં છે. વર્ષ 2008 માં આ કંપનીની સ્થાપના પંકજ અને દિપેન્દ્ર ગોયલ નામના બે ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી હતી. ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાની પેટાકંપની એન્ટ ફાઇનાન્શિયલએ 2018 માં ઝોમેટોમાં 14.7 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત