Site icon News Gujarat

ચીનનો ખૌફનાક ચહેરો આવ્યો દુનિયા સામે, જીવતા લોકોને કાઢી લેવામાં આવે છે અંગ

ઉઈગરોના માનવાધિકાર અને જીવન પર ચીન મસમોટા દાવા કરે છે પરંતુ તેમને લઈને જ હવે તે રીપોર્ટ સામે આવ્યો છે તેને વાંચીને હચમચી જવાય તેમ છે. ચીનનું સત્ય શું છે તે ફરી એકવાર દુનિયાની સામે આવ્યું છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શિનજિયાંગમાં માનવીય અંગની કાળાબજારી થાય છે અને આ કાળાબજારી કરી અને ચીન અરબો રૂપિયા કમાઈ છે.

image source

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં 15 લાખ ઉઈગરોને જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમના અંગ કાઢી લેવામાં આવી રહ્યા છે. આ સાથે જ તેમની નસબંધી પણ કરી દેવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર જીવતા લોકોના લીવર કાઢી અને ચીન અરબો રૂપિયા કમાય છે. દાવો કરવામાં આવ્યો છે કે માનવ અંગોની કાળા બજારી કરી ચીને ઓછામાં ઓછા 1 અરબ ડોલરની કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર કોઈ પણ સ્વસ્થ માણસના અંગને 1.60 લાખ ડોલર સુધી વેંચવામાં આવે છે.

વર્ષ 2017 અને 2019 વચ્ચે અંદાજે 80,000 ઉઈગરો મુસ્લિમોની તસ્કરી કરવામાં આવી અને તેમને વિવિધ જગ્યાએ કારખાનાઓમાં લઈ જવામાં આવ્યા. તેમને તેમના ઘરેથી દૂર રાખવામાં આવે છે અને તેમના પર ચાંપતી નજર રખાય છે. તેમને અલગ અલગ રાખવામાં આવે છે જેથી તે કોઈ ધાર્મિક કાર્યમાં પણ ભાગ લઈ શકે નહીં.

image soucre

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર નિષ્ણાંતોનું કહેવું છે કે તેમને વિશ્વનીય જાણકારી મળી છે કે જાતીય, ભાષાકિય અને ધાર્મિક અલ્પસંખ્યકોના કેદીઓની સહમતિ વિના તેમના બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ કે એક્સ રે કરવામાં આવે છે. જ્યારે અન્ય કેદીઓ સાથે આવું થતું નથી. ઉઈગર કેદીઓની તપાસ બાદ તેમના અંગોના ડેટા નોંધવામાં આવે છે અને તેમની કથિત રીતે કાળા બજારી થાય છે.

image socure

આ રિપોર્ટમાં કહેવાયું છે કે અંગ પ્રત્યારોપણ કરનાર હોસ્પિટલ કથિત રીતે જેલથી દૂર નથી હોતા. હોસ્પિટલોમાં કરવામાં આવેલા ઓપરેશનોની સંખ્યા અને ઓછી પ્રતિક્ષા યાદીથી આ સંકેત મળે છે. જાણવા એમ પણ મળે છે કે ઘણા લાંબા સમયથી બળજબરીથી તેમના અંગો કાઢવામાં આવી રહ્યા છે. તાઈવાન ન્યૂઝમાં પ્રકાશિત એક તપાસનો હવાલો આપી એક અખબારે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ઉઈગરોથી 84 અરબ ડોલરની સંપત્તિ કરવામાં આવી હતી.

Exit mobile version